Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 90
________________ પ્ર.૮૫૫ પ્રદેશબંધ કોને કહેવાય ? ઉ.૮૫૫ સમયે સમયે કર્મ બંધાય છે તેમાં કોઇ કર્મના દલીકો ઓછા બંધાય, કોઇ કર્મના દલીકો અધિક બંધાય ઇત્યાદિ દલિયામાં ઓછા-વધારે એ જે પ્રાપ્ત થાય તે પ્રદેશબંધ કહેવાય છે. પ્ર.૮૫૬ પુણ્ય પ્રકૃતિનો મંદ રસ શી રીતે બંધાય છે ? ઉ.૮૫૬ પુણ્ય પ્રકૃતિઓનો જઘન્ય રસ સંકલેશ વડે બંધાય છે. પ્ર.૮૫૭ સંકલેશ કોને કહેવાય છે ? ઉ.૮૫૭ તીવ્રકષાયનો ઉદય હોય તે સંકલેશ વડે બંધાય છે. પ્ર.૮૫૮ પુણ્ય પ્રકૃતિઓનો તીવ્ર રસ શેના વડે બંધાય છે ? ઉ.૮૫૮ પુણ્ય પ્રકૃતિઓનો તીવ્ર રસ આત્માની વિશુદ્ધિ વડે બંધાય છે. પ્ર.૮૫૯ પાપપ્રકૃતિઓનો જઘન્ય રસ શી રીતે બંધાય છે ? ઉ.૮૫૯ પાપપ્રકૃતિઓનો જઘન્ય રસ વિશુધ્ધિ વડે બંધાય છે. પ્ર.૮૬૦ પાપ પ્રકૃતિઓનો તીવ્ર રસ શી રીતે બંધાય છે ? ઉ.૮૬૦ પાપ પ્રકૃતિઓનો તીવ્ર રસ અંકલેશ વડે બંધાય છે. પ્ર.૮૬૧ અનંતાનુબંધી કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો રસ કેટલાક સ્થાનિક બંધાય છે ? ઉ.૮૬૧ અનંતાનુબંધી કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો બે સ્થાનિક રસ બંધાય છે. પ્ર.૮૬૨ અનંતાનુબંધી કષાય વડે પાપ પ્રકૃતિઓનો રસ કેટલા સ્થાનિક બંધાય છે ? ઉ.૮૬૨ અનંતાનુબંધી કષાય વડે પાપ પ્રકૃતિઓનો ચાર સ્થાનિક રસ બંધાય છે. પ્ર.૮૬૩ અપ્રત્યાખ્યાનીય કષાય વડે પુણ્ય પ્રકૃતિનો રસ કેટલા સ્થાનિક બંધાય છે ? ઉ.૮૬૩ અપ્રત્યાખ્યાનીય કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો ત્રણ સ્થાનિક રસ બંધાય છે. પ્ર.૮૬૪ અપ્રત્યાખ્યાનીય કષાય વડે પાપ પ્રકૃતિઓનો કેટલા સ્થાનિક રસ બંધાય છે ? ઉ.૮૬૪ અપ્રત્યાખ્યાનીય કષાય વડે પાપ પ્રકૃતિઓનો ત્રણ સ્થાનીક રસ બંધાય છે. પ્ર.૮૬૫ પ્રત્યાખ્યાનીય કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો રસ કેટલાક સ્થાનીક પ્રમાણ બંધાય છે ઉ.૮૬૫ પ્રત્યાખ્યાનીય કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો રસ ચાર સ્થાનીક (ઠાણીયા) પ્રમાણ બંધાયા પ્ર.૮૬૬ પ્રત્યાખ્યાનીય કષાય દ્વારા પાપ પ્રકૃતિઓનો રસ કેટલો સ્થાનીક બંધાય છે ? ઉ.૮૬૬ પ્રત્યાખ્યાનીય કષાય દ્વારા પાપ પ્રકૃતિઓનો રસ બે સ્થાનીક (ઠાણીયા) પ્રમાણ બંધાય છે. પ્ર.૮૬૭ સંજ્વલન કષાય દ્વારા પુણ્ય પ્રકૃતિઓનો કેટલા (ઠાણીયા) પ્રમાણ રસ બંધાય છે ? ઉ.૮૬૭ સંજવલન કષાય દ્વારા પુણ્ય પ્રકૃતિઓનો ચાર સ્થાનીક (ઠાણીયા) પ્રમાણ રસ બંધાય છે. પ્ર.૮૬૮ સંજ્વલન કષાય દ્વારા પાપ પ્રકૃતિઓનો રસ કેટલા સ્થાનીક બંધાય છે ? ઉ.૮૬૮ સંજ્વલન કષાય દ્વારા પાપ પ્રકૃતિઓનો એક સ્થાનીક યા બે સ્થાનીક રસ બંધાય છે. પ્ર.૮૬૯ અશુભ પ્રકૃતિઓનો રસ કોના સરખો કહેલો છે અને તે કેવો હોય છે? ઉ.૮૬૯ અશુભ પ્રકૃતિઓનો રસ કડવા લીંબડા સરખો હોય છે અને તે જીવને પીડા કરનારો થાય પ્ર.૮૭૦ શુભ પ્રકૃતિઓનો રસ કોના સરખો હોય અને તે જીવને કેવા પ્રકારનો લાગે છે ? Page 90 of 106

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106