Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 93
________________ ભાવાર્થ :- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ છે. અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, એકસો ત્રણ, બે અને પાંચ એમ કુલ ૧૫૮ પ્રકૃતિઓ થાય છે. પ્ર૮૯૦ કર્મો કેટલા છે ? કયા કયા ? ઉ.૮૯૦ કર્મો આઠ છે, તે આ પ્રમાણે. (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મોહનીય કર્મ, (૫) આયુષ્ય કર્મ, (૬) નામ કર્મ, (૭) ગોત્ર કર્મ, (૮) અંતરાય કર્મ. પ્ર.૮૯૧ આઠ કર્મની ઉત્તર પ્રવૃતિઓ કેટલી થાય છે ? ઉ.૮૯૧ આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે. જ્ઞાનાવરણીય કર્મની ૫, દર્શનાવરણીય કર્મની ૯, વેદનીય કર્મની ૨, મોહનીય કર્મની ૨૮, આયુષ્ય કર્મની ૪, નામ કર્મની ૧૦૩, ગોત્રની ૨ અને અંતરાયા કર્મની ૫ એમ ૧૫૮ થાય છે. नाणेअदंराणा वरणे, वेयणिए चेव अंतराओ अ, तीसं कोडा कोडी अयराणं ठिइ अ उक्कोसा. ||४|| ભાવાર્થ :- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કહેલી છે. પ્ર.૮૯૨ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી કહેલી છે ? ઉ.૮૯૨ જ્ઞાનાવરણીય આદિ ઉપર કહેલા ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડા કોડી સાગરોપમ કહેલી છે. પ્ર.૮૯૩ દરેક કર્મનો અબાધા કાળ કેટલો કહેલો છે ? ઉ.૮૯૩ દરેક કર્મનો અબાધા કાળ (અનુદય અવસ્થા) એક કોડાકોડી સાગરોપમની સ્થિતિએ ૧૦૦ વર્ષની અબાધા જાણવી એ રીતે દરેક કર્મોની જાણી લેવી. પ્ર.૮૯૪ જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો અબાધા કાળ કેટલો હોય છે ? ઉ.૮૯૪ જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો અબાધાકાળ ત્રણ હજાર વરસનો કહેલો છે. અર્થાત જે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાયેલી હોય તે પણ ત્રણ હજાર વરસ પછી ઉદયમાં આવે છે. सित्तरी कोडाकोडी मोहणीये वीसनाम गोओस, तित्तीसं अयराई आउट्ठिइबंध उक्कोसा ।।४१|| ભાવાર્થ :- મોહનીયની ૭૦ કોડાકોડી, નામ અને ગોત્રની ૨૦ કોડાકોડી, અને આયુષ્યની ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. પ્ર.૮૯૫ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે ? ઉ.૮૫ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની કહેલી છે. પ્ર.૮૯૬ મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ કેટલો ? ઉ.૮૯૬ મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ અબાધા કાળ સાત હજાર વરસનો હોય છે. અર્થાત ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી હોય તે કર્મ સાત હજાર વરસ પછી ઉદયમાં આવે છે. પ્ર.૮૯૭ નામ તથા ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી ? ઉ.૮૯૭ નામ તથા ગાત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની કહેલી છે. Page 93 of 106

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106