Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 91
________________ ઉ.૮૭૦ શુભ પ્રવૃતિઓનો રસ શેલડીના રસ સરખો મધુર હોય છે અને તે જીવને આલ્હાદકારી હોય છે એટલે સુખ ઉપજાવનારો થાય છે. પ્ર.૮૭૧ એક સ્થાનીક, બે સ્થાનીક, ત્રણ સ્થાનીક અને ચાર સ્થાનીક રસ કોને કહેવાય છે ઉ.૮૭૧ દાખલા તરીકે લીંબડાનો અથવા શેલડીનો જે સ્વાભાવિક ત્રણ શર રસ તે એક સ્થાનીક કહેવાય છે. તેને ઉકાળીને ૧ી શેર રાખીયે તે બે સ્થાનીક રસ કહેવાય છે. તેને ઉકાળીને એક શેર બાકી. રાખીએ તે ત્રણ સ્થાનીક રસ કહેવાય છે અને તેને એટલે ત્રણ શેરને ઉકાળીને ૦|| શેર જેટલો બનાવીએ તે રસને ચાર સ્થાનીક રસ કહેવાય છે. એક સ્થાનીક રસ મદ કહેવાય છે, બે સ્થાનીક તેનાથી તીવ્ર કહેવાય છે, ત્રણ સ્થાનીક તીવ્રતર કહેવાય છે અને ચાર સ્થાનીક રસ તીવ્રતમ કહેવાય છે. પ્ર.૮૭૨ લોકમાં ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કેટલી છે ? કઇ કઇ ? ઉ.૮૭૨ લોકમાં ગ્રહણ યોગ્ય વર્ગણાઓ આઠ છે. (૧) દારિક વર્ગણા, (૨) વેક્રીય વર્ગણા, (૩) આહારક વર્ગણા, (૪) તેજસ વર્ગણા, (૫) શ્વાસોશ્વાસ વર્ગણા, (૬) ભાષા વર્ગણા, (૭) મન વર્ગણા અને (૮) કામણ વર્ગણા છે. पङपडिहार-सिमज्ज, हड-चित्त-कुलाल भंडगारीणं, जह एएसिं भावा, कम्माण-विजाण तह भावा. ||३८।। ભાવાર્થ :- એ કર્મોના-પાટો, દ્વારપાળ, ખડગ, મદિરા, બેડી, ચિતારો, કુંભાર અને ભંડારીના જેવા સ્વભાવો છે. તેવા આઠ કર્મોના સ્વભાવો પણ જાણવા. ll૩૮ll પ્ર.૮૭૩ જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ શું છે ? તથા જ્ઞાનાવરણીય કર્મ કોના જેવું કહેલું છે ઉ.૮૭૩ જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ જીવનો જે જ્ઞાનગુણ છે તેને આવરવાનો છે એટલે દબાવવાનો છે તથા જ્ઞાનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા સમાન કહેલું છે. જેમ આંખે જેવું કપડું બાંધવામાં આવે તે રીતે આછું આછું દેખાય છે, પછી બીલકુલ દેખાતું નથી. તેમ આત્મા ઉપર જ્ઞાનાવરણીયા કર્મનો ગાઢ ઉદય હોય તો સ્થૂલ જ્ઞાન અવરાઇ જાય છે. પ્ર.૮૭૪ જ્ઞાનાવરણીય કર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૭૪ જ્ઞાનાવરણીય કર્મથી જીવનો અનંત જ્ઞાનગુણ રૂપ જે કેવલજ્ઞાન છે તે અવરાય છે. પ્ર.૮૭૫ દર્શનાવરણીય કર્મનો સ્વભાવ શું છે તથા તે કર્મ કોના જેવું છે ? ઉ.૮૭૫ દર્શનાવરણીય કર્મનો સ્વભાવ જીવના દર્શન ગુણને રોકે છે અને આ કર્મ દ્વારપાલ જેવું કહેલું છે. જેમ કોઇ માનવને રાજાના દર્શન કરવા હોય અને દ્વારપાલ ના પાડે તો દર્શન થતા નથી તેમ દર્શનાવરણીય કર્મના ઉદયથી જીવ દેખી શકતો નથી, પ્ર. ૮૭૬ દર્શનાવરણીય કર્મ આત્માના કયા ગુણને આવરે છે ? ઉ.૮૭૬ દર્શનાવરણીય કર્મથી જીવનો અનંત દર્શન ગુણ અવરાય છે. પ્ર.૮૭૭ વેદનીય કર્મનો સ્વભાવ શું છે ? તથા તે કોની ઉપમાવાળું કહેલું છે ? ઉ.૮૭૭ વેદનીય કર્મનો સ્વભાવ જીવને સુખ અને દુઃખ આપવાનો છે અને તે મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા સમાન કહેલું છે. જેમ તલવારની ધાર પર રહેલા મધને ચાટતાં જીવને સુખનો અનુભવ થાય છે અને જીભ કપાય છે કે તરત જ અશાતા વેદનીય રૂપ દુ:ખનો અનુભવ થાય છે તેમ શાતા Page 91 of 106

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106