Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 95
________________ બહુત્વ. આ નવપદ વડે મોક્ષતત્ત્વનો વિચાર કરાય છે. પ્ર.૯૦૮ સત્પદ પ્રરૂપણા એટલે શું ? ઉ.૯૦૮ મોક્ષ અથવા સિધ્ધસત એટલે વિધમાન છે કે નહિ ? તે સંબંધી પ્રતિપાદન કરવું તે સત્પદ પ્રરૂપણા કહવાય છે. પ્ર.૯૦૯ દ્રવ્ય પ્રમાણ કોને કહેવાય ? ઉ.૯૦૯ સિધ્ધના જીવો કેટલા છે ? તે સંબંધી સંખ્યાનો વિચાર કરવો તે દ્રવ્ય પ્રમાણમાં જાય છે. પ્ર.૯૧૦ ક્ષેત્રદ્વાર એટલે શું ? ઉ.૯૧૦ ચોદ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાંથી સિધ્ધના જીવો કેટલા ક્ષેત્રમાં રહેલા છે તેનો વિચાર કરવો. પ્ર.૯૧૧ સ્પશના દ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૧ સિધ્ધના જીવો કેટલા આકાશ પ્રદેશને સ્પર્શીને રહેલા છે તથા સિધ્ધના જીવો કેટલા. સિધ્ધના જીવોને સ્પર્શે છે તેનો વિચાર કરવો તે સ્પર્શના દ્વાર કહેવાય છે. પ્ર.૯૧૨ કાલદ્વારમાં શું આવે છે ? ઉ.૯૧૨ સિધ્ધપણે કેટલા કાળ સુધી રહે તેનો વિચાર કરવો તે કાલદ્વાર કહેવાય છે. પ્ર.૯૧૩ અંતરદ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૩ સિધ્ધમાં ગયેલા જીવને આંતરું છે કે નહિ ? અર્થાત સિધ્ધ થયા પછી સંસારી કેટલા કાળે થાય તેનો વિચાર કરવો તે અંતર દ્વાર કહેવાય છે. પ્ર.૯૧૪ ભાગદ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૪ સિધ્ધના જીવો સંસારી જીવોથી કેટલામાં ભાગે રહેલા છે તે વિચારવું તે ભાગદ્વાર. પ્ર.૯૧૫ ભાવ દ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૫ ઉપશમ આદિ પાંચ ભાવોમાંથી સિધ્ધના જીવોને કેટલા ભાવો હોય છે તેનો વિચાર કરવો પ્ર.૯૧૬ અલ્પ બહુવ દ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૬ સિધ્ધ થવાના નવ ભેદો છે. તેમાંથી એક બીજાથી કેટલા ઓછાવત્તા છે તેનો વિચાર કરવો તે અલ્પ બહુવૈદ્વાર કહેવાય છે. संतं-सुद्ध-पयत्ता विज्जंतं ख कुसुमव्व न असंतं, મુonત્ત પયં તસ્સ ડે, રુવUI માપII હિં. ll૪૪ll ભાવાર્થ :- મોક્ષ સત છે, શુધ્ધપદ હોવાથી વિદ્યમાન છે. આકાશના ફ્લની પેઠે અવિધમાન નથી. માટે માક્ષ એ જાતનું પદ છે અને માર્ગણા વડે તેની વિચારણા કરાય છે. પ્ર.૯૧૭ મોક્ષપદ સંત છે તે શી રીતે સિદ્ધ થાય ? ઉ.૯૧૭ મોક્ષ સત છે તે પાંચ અવયવવાળા વાક્યના પ્રયોગથી સિદ્ધ થાય છે. (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) ઉદાહરણ, (૪) ઉપનય અને (૫) નિગમન, આ પાંચ વાક્યના પ્રયોગથી સિદ્ધ થાય છે. પ્ર.૯૧૮ પ્રતિજ્ઞા અને હેતુ કોને કહેવાય ? ઉ.૯૧૮ પ્રતિજ્ઞા મોક્ષ સત છે. હેતુ શુધ્ધ એકલા પદના અર્થરૂપ હોવાથી વિદ્યમાન છે. પ્ર.૧૯ ઉદાહરણ, ઉપનય અને નિગમન કઇ રીતે થાય છે ? Page 95 of 106

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106