Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 88
________________ દ્રવ્યને વ્યાવ્રત કરી તેમાં નિમગ્ન થવું તે સંસ્થાનવિજય ધર્મધ્યાન કહેવાય છે. પ્ર.૮૩૬ આચાર ધર્મધ્યાનના ભેદો કયા ગુણઠાણે પ્રાપ્ત થાય છે ? ઉ.૮૩૬ આ ધર્મધ્યાનના ચાર ભેદમાંથી કોઇપણ ભેદ સાતમાં ગુણઠાણે પ્રાપ્ત થાય છે. પ્ર.૮૩૭ ૧ થી ૬ ગુણઠાણામાં ધર્મધ્યાનમાં કોઇ ભેદ હોય કે ન હોય ? શાથી ? ઉ.૮૩૭ પહેલા ગુણઠાણે ધર્મધ્યાનનો કોઇભેદ હોતો નથી. અભવ્ય જીવો નિરતિચાર ચારિત્ર પાળે. તો પણ ધર્મધ્યાન પેદા થતું નથી તથા નવ પૂર્વ સુધી અભ્યાસ કરે તો પણ પેદા થતું નથી. પરંતુ પહેલા ગુણઠાણે મોક્ષની ઇચ્છાથી જે ધર્મ કરવામાં આવે તો ધર્મધ્યાનના સંકલ્પો વિકલ્પો કરી શકે છે પણ ચિત્તની. એકાગ્રતા રૂપ ધ્યાન પેદા થઇ શકતું નથી. આજ રીતે ચોથા અને છઠ્ઠા ગુણઠાણા સુધી જાણવું. પ્ર.૮૩૮ શુક્લધ્યાનના કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ.૮૩૮ શુક્લધ્યાનમાં ચાર ભેદો કહેલા છે. (૧) પૃથત્વ વિતર્ક સવિચાર, (૨) એકત્વ વિર્તક સવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી અને (૪) વ્યુપરત ક્રિયા અનિવૃત્તિરૂપ છે. પ્ર.૮૩૯ પૃથકત્વ વિર્તક સવિચાર કોને કહેવાય ? ઉ.૮૩૯ પૃથકત્વ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાયના વિચારમાં રહેલો આત્મા તે અન્ય કોઇપણ દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારવાળો થાય તે પૃથત્વ કહેવાય છે. તે પૂર્વવત્ શ્રુતના ઉપયોગવાળા હોય તે જીવોને હોય છે માટે વિર્તક કહેવાય છે. અને તે એક અર્થથી બીજા અર્થમાં, એક યોગથી બીજા યોગમાં અને એક શબ્દથી બીજા શબ્દમાં, શબ્દમાંથી અર્થમાં, અર્થમાંથી શબ્દનો વિચાર કર્યા કરવો એટલે અર્થમાં અને શબ્દમાં ફરી થવી તે વિચાર કહેવાય છે અથવા સામાન્ય રીતે અર્થ આ રીતે થાય છે કે કોઇપણ જીવ આ ધ્યાનવાળો હોય છે. તેમાં જ દ્રવ્ય ગુણ પર્યાયના વિચારમાં રહેલો હોય તે વિચારોમાં ફરી થયા કરે તે પૃથકત્વ વિર્તક સવિચાર છે. પ્ર.૮૪૦ એકત્વ વિર્તક સુવિચાર ધ્યાન કોને કહેવાય ? ઉ.૮૪૦ જે દ્રવ્યના ચિંતનમાં, ગુણના ચિંતનમાં કે પર્યાયના ચિંતનમાં રહેલા હોય તેજ દ્રવ્યના ચિંતનમાં કે ગુણના ચિંતનમાં અને પર્યાયના ચિંતનમાં રહે પણ તેમાં ફરી ન થાય તે એકત્વ વિર્તક સવિચાર કહેવાય છે. પ્ર.૮૪૧ સૂક્ષ્મક્રિયા નિવૃત્તિ ધ્યાન કોને કહેવાય છે? ઉ.૮૪૧ તેરમા એટલે સયોગી ગુણઠાણાના અંતે સૂક્ષ્મકાય યોગનો વિરોધ કરવાની જે પ્રવૃત્તિ ચાલે. છે તે વખતે આ ધ્યાન કહેવાય છે. તે કાય યોગનો નિરોધ થાય એટલે આ ધ્યાન પૂર્ણતાને પામે છે. પ્ર.૮૪૨ બુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ કોને કહેવાય છે ? ઉ.૮૪૨ સૂક્ષ્મ કાયયોગ સંધ્યા પછી જે અક્રીયપણું પેદા થાય છે અને આ અક્રિયપણામાંથી હવે પાછા ક્રવાનું નહિ હોવાથી આ યુરિચ્છન્ન ક્રિયા અપ્રતિપાતી ધ્યાન કહેવાય છે. પ્ર.૮૪૩ શુક્લ ધ્યાનનો પહેલો ભેદ કેટલા ગુણઠાણામાં હોય છે ? ઉ.૮૪૩ શુક્લ ધ્યાનનો પહેલો ભેદ ૮ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. પ્ર.૮૪૪ શુક્લ ધ્યાનનો બીજો ભેદ કયા ગુણઠાણે હોય છે ? ઉ.૮૪૪ આ ભેદ બારમે ગુણઠાણે હોય છે. પ્ર.૮૪૫ શુક્લ ધ્યાનનો ત્રીજો ભેદ કયાં ગુણઠાણે હોય છે ? ઉ.૮૪૫ શુક્લ ધ્યાનનો ત્રીજો ભેદ તેરમાં ગુણઠાણે હોય છે. Page 88 of 106

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106