________________
ચઉરીન્દ્રિય જાતિ, (૭) કષભનારા સંઘયણ, (૮) નારાય સંઘયણ, (૯) અર્ધનારાચ સંઘયણ, (૧૦) કીલીકા સંઘયણ, (૧૧) છેવત્ સંઘયણ, (૧૨) ન્યગ્રોધ સંસ્થાન, (૧૩) સાદિ સંસ્થાન, (૧૪) મુજ સંસ્થાન, (૧૫) વામન સંસ્થાન, (૧૬) હુંડક સંસ્થાન, (૧૭) અશુભ વર્ણ, (૧૮) અશુભ રસ, (૧૯) અશુભ ગંધ, (૨૦) અશુભ સ્પર્શ, (૨૧) તિર્યંચાનુપૂર્વી, (૨૨) નરકાનુપૂર્વી અને (૨૩) અશુભ વિહાયોગતિ નામકર્મ.
પ્ર.૪૫૯ પાપતત્ત્વની પ્રત્યેક નામકર્મની કેટલી પ્રકૃતિ છે અને કઇ કઇ ? ઉ.૪૫૯ પાપતત્ત્વની પ્રત્યેક નામકર્મની એક પ્રકૃતિ છે, ઉપઘાત નામકર્મ નામની. પ્ર.૪૬o પાપતન્દ્રની સ્થાવરની દશ પ્રવૃતિઓ કઇ કઇ છે ?
ઉ.૪૬૦ પાપતન્દ્રની સ્થાવરની દશ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) સ્થાવર નામકર્મ, (૨) સૂક્ષ્મ નામકર્મ, (૩) અપર્યાપ્ત નામકર્મ, (૪) સાધારણ નામકર્મ, (૫) અસ્થિર નામકર્મ, (૬) અશુભ નામકર્મ, (૭) દુર્લગ નામકર્મ, (૮) દુ:સ્વર નામકર્મ, (૯) અનાદેય નામકર્મ અને (૧૦) અયશ નામકર્મ.
પ્ર.૪૬૧ મતિજ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ?
ઉ.૪૬૧ મન અને ઇન્દ્રિયોથી થતું જે જ્ઞાન તે જ્ઞાનને જે આવરણ કરે છે તે કર્મને મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
પ્ર.૪૬૨ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ?
ઉ.૪૬૨ મન અને ઇન્દ્રિયથી થતું અર્થોપ લબ્ધિ રૂપ જે જ્ઞાન અથવા દ્વાદશાંગી રૂપ જે શ્રુતજ્ઞાન તે જ્ઞાનને આવરણ કરનાર કર્મ, તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે
પ્ર.૪૬૩ અવધિ જ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ?
ઉ.૪૬૩ મન અને ઇન્દ્રિયોની સહાય વિના આત્માને થતું પ્રત્યક્ષ જ્ઞાન તે જ્ઞાનને આવરણ કરનાર જે કર્મ છે તે અવધિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
પ્ર.૪૬૪ મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ?
ઉ.૪૬૪ મન અને ઇન્દ્રિયોની સહાય વિના આત્મ પ્રત્યક્ષ જે જ્ઞાન મનમાં પરિણામ પામેલા પગલોને જાણવાનું જે જ્ઞાન તેનું આવરણ કરનાર કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
પ્ર.૪૬૫ કેવલ જ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ?
ઉ.૪૬૫ એક સમયમાં સર્વ પદાર્થને જણાવરનારૂં જે જ્ઞાન તેને આવરણ કરનાર જે કર્મ તે કેવલજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
પ્ર.૪૬૬ ચક્ષુદર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૬૬ જે કર્મના ઉદયથી ચક્ષદ્વારા દેખી ન શકાય તે ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર.૪૬૭ અચક્ષુદર્શનાવરણીય કર્મ કોને કહેવાય ?
ઉ.૪૬૭ જે કર્મના ઉદયથી ચક્ષસિવાયની બાકીની ઇન્દ્રિયોથી પદાર્થનું જ્ઞાન ન થઇ શકે તે અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે.
પ્ર.૪૬૮ અવધિદર્શનાવરણ કર્મ કોને કહેવાય?
ઉ.૪૬૮ જે કર્મના ઉદયથી જીવને રૂપથી પદાર્થના સામાન્ય બોધનું પણ જ્ઞાન થાય છે તે ન થાય તેને અવધિદર્શનાવરણ કર્મ કહેવાય છે. પ્ર.૪૬૯ કેવલદર્શનાવરણ કર્મ કોને કહેવાય ?
Page 47 of 106