Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 49
________________ થયા પછી મોટા ભાગે જીવ પાછો તો નથી તે અનંતાનુબંધી માનકર્મ કહેવાય છે. પ્ર.૪૮૧ અનંતાનુબંધી માયાકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૧ જે કર્મના ઉદયથી જીવ એવું કપટ કરે છે, એવી માયા રમે છે, તેના કારણે જીવને પોતાના આત્મસ્વરૂપનો ખ્યાલ આવતો નથી તે અનંતાનુબંધી માયાકર્મ કહેવાય છે. પ્ર.૪૮૨ અનંતાનુબંધી લોભકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૨ જે લોભના ઉદયથી સદા માટે અસંતોષી જ રહે છે અને તેના કારણે સંસારનો મોટે ભાગે અનંત અનુબંધ કરે છે તે અનંતાનુબંધી લોભકર્મ કહેવાય છે. પ્ર.૪૮૩ અપ્રત્યાખ્યાની ક્રોધ કર્મ શું કામ કરે છે ? ઉ.૪૮૩ આ કષાયના ઉદયમાં જીવને સહેજ પણ પચ્ચકખાણ આવવા દેતું નથી અને આ ક્રોધના ઉદયવાળો જીવ એક વરસ સુધી કષાયનો અનુભવ કરે છે. પ્ર.૪૮૪ અપ્રત્યાખ્યાની માનકર્મ કોના જેવું હોય છે ? ઉ.૪૮૪ અપ્રત્યાખ્યાની માનના ઉદયવાળા જીવોને વાળવા હોય તો વળી શકે છે, પણ વાર લાગે છે. આ કષાયમાં પણ જીવને પચ્ચકખાણ થઇ શકતું નથી. પ્ર.૪૮૫ અપ્રત્યાખ્યાનીય માયાકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૫ અપ્રત્યાખ્યાનીય માયાવાળા જીવો કપટ કરે પણ સમજ આવી જાય તો પાછા ફ્રી જાય છે આ કષાયમાં પચ્ચખાણ આવવા દેતું નથી. પ્ર.૪૮૬ અપ્રત્યાખ્યાનીય લોભકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૬ અપ્રત્યાખ્યાનીય લોભવાળા જીવોને અસંતોષ હોય છે, પણ તે ખરાબ લગાડે છે. પ્ર.૪૮૭ પ્રત્યાખ્યાનીય કષાય કોના જેવા હોય છે ? ઉ.૪૮૭ પ્રત્યાખ્યાનીય કષાયો રેતીમાં રેખા થયેલી હોય અને પુરાતાં થોડો કાળ લાગે છે તેમ આ કષાયના ઉદય પછી ઓલવાતા થોડો કાળ લાગે તેવા હોય છે. પ્ર.૪૮૮ પ્રત્યાખ્યાનીય કષાય શું રોકે છે ? ઉ.૪૮૮ પ્રત્યાખ્યાનીય કષાય સર્વવિરતિને આવવા દેતી નથી. સર્વવિરતિને રોકે છે. પ્ર.૪૮૯ પ્રત્યાખ્યાનીય કષાયની કેટલી સ્થિતિ ? ઉ.૪૮૯ પ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ ચાર માસની કહેલી છે, એટલે કે આ કષાયનો ઉદય થયા. પછી અવશ્ય ચાર મહિનામાં તે ઉપશમ પામી જાય છે. પ્ર.૪૯o સંજ્વલન કષાય કોને રોકે છે ? ઉ.૪૯૦ સંજવલન કષાય યથાખ્યાત ચારિત્રને રોકે છે. પ્ર.૪૯૧ સંજ્વલન કષાયની સ્થિતિ કેટલી ? ઉ.૪૯૧ સંજવલન કષાયની સ્થિતિ પંદર દિવસની કહેલી છે. પ્ર.૪૯૨ સંજ્વલન એટલે શું ? ઉ.૪૯૨ સંજવલન એટલે ચારિત્રના પરિણામમાં રહેલા સાધુને આ કષાયના ઉદયથી ચારિત્રના. પરિણામને બાળે એટલે કે અતિચાર લગાડે તે સંજ્વલન કષાય કહેવાય છે. પ્ર.૪૯૩ સંજ્વલન કષાય કોના જેવો છે ? ઉ.૪૯૩ સંજ્વલન કષાયના ઉદય પછી જીવને પાછો વાળવો હોય તો તે કષાયોથી જલ્દીથી પાછો Page 49 of 106

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106