________________
સાતમી પૃથ્વી સાત રાજ પહોળી છે. એ સાતેય પૃથ્વીઓ છત્રાથી છત્ર આકારે રહેલી છે. તેમાં જે પહેલી પૃથ્વી છે તે એકલાખ એંસી હજાર જોજન જાડી છે. બીજી પૃથ્વી ૧ લાખ ૭૦ હજાર જોજન જાડી છે. પહેલી પૃથ્વી એકલાખ ૮૦ હજાર યોજન જાડી છે. તેમાં પહેલી નારકીના ૧૩ પ્રતર છે. જે અહીંયા તેર માળનું મકાન હોય તે રીતે ત્યા પ્રતર ૧૩ છે. તે દરેક પ્રતરો અસંખ્યાતા કોટાકોટી યોજન પહોળા છે. તે ૧૩ ખતરોના. આંતરમાં દશ પ્રકારના ભવનપતિ દેવોના વિમાનો આવેલા છે. તે દશે પ્રકારના ભવનપતિ દેવોના વિમાનો પણ ઘણાં છે, તે પહોળા એક રાજ યોજન એવા લોકમાં રહેલા છે. એજ રત્નપ્રભા પૃથ્વીની જે જાડાઇ છે તેની ઉપરની એક હજાર યોજન જાડાઇ વચમાં વ્યંતર દેવોના નગરો આવેલા છે, તે પણ ઘણા છે. તેની ઉપરના એટલે કે રત્નપ્રભા પૃથ્વીના સો યોજન જાડાઇની વચમાં વાણવ્યંતર તિર્યંચ જંભક દેવોના નગરો આવેલા છે. આ બધા વ્યંતર જાતિના દેવો ક્રવા માટે જંબદ્વીપ વગેરે દ્વીપોમાં જાય છે. નિષ્ણાંલોકમાં અસંખ્યાતા દ્વીપો, અસંખ્યાતા સમુદ્રો આવેલા છે. તેની મધ્યમાં જંબુદ્વીપ નામનો દ્વીપ એક લાખ યોજના લાંબા-પહોળા વિસ્તારવાળો રહેલો છે. તેની મધ્યમાં મેરૂપર્વત એક લાખ યોજન ઉંચાઇવાળો છે. તેની નીચેના ભાગમાં એટલે કે સપાટી ઉપરની જે ભૂમિ તે સમભૂલા પૃથ્વી કહેવાય છે. તે પૃથ્વીથી ૯૦૦ યોજના નીચેના ભાગમાં અને ૯૦૦ યોજન ઉંચાઇમાં એમ કુલ ૧૮૦૦ યોજનવાળો તિષ્ણુલોક કહેવાય છે. જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર રહેલો છે જે બે લાખ યોજનો છે. તેના પછી ધાતકી નામનો દ્વીપ આવેલો છે જે ચાર લાખ જોજન પહોળો છે. પછી પુસ્કરવર દ્વીપ આવેલો છે જે ૧૬ લાખ જોજન પહોળો છે જે પુષ્કર દ્વીપ છે તેનો અર્ધભાગ ગણત્રીમાં લઇએ તે અઢી દ્વીપ અને વચલા બે સમુદ્ર એટલા ભાગમાં મનુષ્યોનો જન્મ તથા મરણ થાય છે. તેની બહાર મનુષ્યો અવર જવર કરે છે. પરંતુ તેઓનું મરણ અને જન્મ થતો નથી. તે પુકરદ્વીપ પછી ડબલ યોજનનો એક સમુદ્ર તેના ડબલ યોજનનો એક દ્વીપ એ રીતે ડબલ ડબલ યોજન પ્રમાણવાળા દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા તિરસ્કૃલોકમાં રહેલા છે. મનુષ્ય લોકની બહારના દ્વીપ અને સમુદ્રોમાં અસંખ્યાતા તિર્યંચો રહેલા છે. અને ઘણા દેવતાઓના રમણીય સ્થાનો પણ છે. સૌથી છેલ્લો સમુદ્ર સ્વયભૂરમણ સમુદ્ર છે. જે અદ્ધરાજથી કાંઇક અધિક યોજન પહોળો છે. એટલે તિષ્ણુલોક મોટા ભાગે પાણીથી વધારે ભરેલો છે. તે છેલ્લા સમુદ્રમાં અસંખ્યાત જાતિના માછલાઓ રહેલા છે. પ્રાય: કરીને કહેવાય છે કે એક છાપરાના નળીયાના આકારને છોડીને તથા બંગડી જેવા ગોળ આકારને છોડીને બાકીના બધા આકારવાળા માછલાઆ રહેલા છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં જે મધ્યમાં સમભૂતલા નામની પૃથ્વી છે, ત્યાંથી ૭૯૦ યોજન ઉંચાઇએ જઇએ અને મેરૂપર્વતથી પ્રાય: ૧૧૫ર યોજન દૂર લંબાઇએ જઇએ ત્યાં જ્યોતિષીના. વિમાનો શરૂ થાય છે. શરૂઆતમાં સૂર્ય છે, પછી ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ આવેલા છે. તે જ્યોતિષી. વિમાનો ૧૧૦ યોજન ઉંચાઇમાં રહેલા છે. અને તે મનુષ્યક્ષેત્રમાં તા રહેલા છે. મનુષ્ય ક્ષેત્રની બહારના ભાગમાં અસંખ્યાતા વિમાનો છે. જે બધા સ્થિર છે. અને આ બધા વિમાનો શાશ્વત છે. એ વિમાનોમાં અસંખ્યાતા દેવતાઓ રહેલા છે. જે જ્યોતિષી તરીકે ઓળખાય છે. એટલે તિર્થાલોકના ઉપલા અને નીચલા ભાગમાં દેવતાઓ રહેલા છે, જ્યારે મધ્યમાં મનુષ્યો અને તિર્યંચો રહેલા છે. આ રીતે તિરસ્કૃલોક રહેલો છે, ઉદ્ગલોક સાતરાજમાં કાંઇક ન્યૂન (૯૦૦) યોજના (ન્યૂન) જેટલો કહેલો છે. તે ઉર્ધ્વલોકમાં બાર દેવલોકનાં વિમાનો રહેલા છે. તેમાં પહેલા-બીજા દેવલોકની નીચે પહેલા ફીલ્મીષીયા દેવોના વિમાનો છે. જે દેવોને ચાંડાલ જાતિ નામકર્મ જેવી દેવગતિનો ઉદય હોય છે. એટલે તે જીવોને નીચકર્મો કરવા પડે છે. પહેલા-બીજા દેવલોકમાં દેવીઓ હોય છે. જે દેવીઓ બે પ્રકારની હોય છે. (૧) પરિગ્રહીતા અને (૨) અપરિગ્રહીતા (વેશ્યા જેવી) ત્યારબાદ બે દેવલોક ઉપર બીજા કીલ્મીષીયા દેવોના વિમાનો છે. તેના ઉપર
Page 75 of 106