Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 81
________________ સર્વથી ત્યાગરૂપ કહેવાય છે. પ્ર.૭૬૩ દેશથી ઇત્વરકથિક અનશન કોને કહેવાય ? ઉ૭૬૩ ચારે પ્રકારનો ત્યાગ દેશથી કરવો તે અર્થાત નવકારશી, પોરસી, સાઢપોરસી ઇત્યાદિ પચ્ચખાણ કરવા તે. પ્ર.૭૬૪ ઉણોદરી તપ કોને કહેવાય છે ? ઉ.9૬૪ જે જીવોનો જેટલો આહાર હોય તે આહાર વાપરતા થોડા ઉણા રહેવું તે ઉણોદરી તપકહેવાય છે. પ્ર.૭૬૫ ઉણોદરી તપ કેટલા પ્રકારનો છે ? ઉ.૭૬૫ ઉણોદરી તપ બે પ્રકારનો છે. (૧) દ્રવ્ય ઉણોદરી તપ, (૨) ભાવ ઉણોદરી તપ. પ્ર.૭૬૬ દ્રવ્ય ઉણોદરી તપ કોને કહેવાય ? ઉ.૭૬૬ ઉપકરણ આદિની ન્યૂનતા કરવી કવલ (કોળીયા) ની ન્યૂનતા કરવી તે દ્રવ્ય ઉણોદરી તપ કહેવાય. પ્ર.૭૬૭ ભાવ ઉણોદરી તપ કોને કહેવાય ? ઉ.૭૬૭ જે તપમાં રાગદ્વેષ ક્રોધાદિ કષાયો આત્મામાં રહેલા છે તેમાં ન્યૂનતા કરવી તે. પ્ર.૭૬૮ પુરૂષનો આહાર શાસ્ત્રમાં કેટલા પ્રમાણવાળો કહ્યો છે ? તેમાં ઉણોદરી કેવી રીતે જાણવી. ઉ.૭૬૮ પુરૂષનો આહાર શાસ્ત્રમાં ૩૨ કવલ (કોળીયા) પ્રમાણ કહેલો છે. તેમાંથી એક, બે, પાંચ, દસ આદિ કવલ ઉણા રહેવું એટલે ઓછા વાપરવી તે ઉણોદરી તપ કહેવાય છે. પ્ર.૭૬૯ સ્ત્રીનો આહાર કેટલા કવલ પ્રમાણ કહેલો છે ? તેઓની ઉણોદરી કઇ રીતે સમજવી. ? ઉ.૭૬૯ સ્ત્રીઓનો આહાર શાસ્ત્રમાં ૨૮ કવલ (કોળીયા) પ્રમાણ કહેલો છે. તેમાંથી એક, બે, પાંચ, દશ કવલ ન્યૂન વાપરવા તે સ્ત્રીઓનો ઉણોદરી તપ કહેવાય છે. પ્ર.૭૭૦ વૃત્તિસંક્ષેપ તપ કોને કહેવાય ? ઉ.990 વાપરવાના દ્રવ્યો જેટલા હોય છે તેમાં નિયમન કરવું, અભિગ્રહ કરવો તે વૃત્તિસંક્ષેપ કહેવાય. પ્ર.૭૭૧ વૃત્તિસંક્ષેપ તપ કેટલા પ્રકારનો છે ? કયા કયા ? ઉ.૭૭૧ વૃત્તિસંક્ષેપ તપ ચાર પ્રકારે થાય છે. (૧) દ્રવ્યથી વૃત્તિસંક્ષેપ, (૨) ક્ષેત્રથી વૃત્તિસંક્ષેપ, (૩) કાળથી વૃત્તિસંક્ષેપ અને (૪) ભાવથી વૃત્તિસંક્ષેપ. પ્ર.૭૭૨ દ્રવ્યથી વૃત્તિસંક્ષેપ કઇ રીતે સમજવો ? ઉ.૭૭૨ દ્રવ્યથી એટલે જેટલા પદાર્થો ભોગવવા યોગ્ય છે. ખાવામાં, પીવામાં તે દ્રવ્યોમાં નિયમના કરવું, અમુક વાપરવા, આટલા પ્રમાણમાં વાપરવા ઇત્યાદિ અભિગ્રહ કરવો તે દ્રવ્યથી વૃત્તિસંક્ષેપ કહેવાય છે. પ્ર.૭૭૩ ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ કઇ રીતે સમજવો ? ઉ.૭૭૩ અમુક અમુક ક્ષેત્રમાં હોઉ તોજ તે વાપરવા, અમુક ક્ષેત્રોમાં નહિ તે ક્ષેત્રનું નિયમન કરવું તે ક્ષેત્રથી કહેવાય છે. Page 81 of 106

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106