________________
ઉ.૭૯૯ વિનય તપ સાત પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે. (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનવિનય, (૫) વચનવિનય, (૬) કાયાવિનય અને (૭) ઉપચાર વિનય.
પ્ર.૮૦૦ જ્ઞાનવિનય કેટલા પ્રકારે છે ? કયા કયા ? | ઉ.૮૦૦ જ્ઞાનવિનય પાંચ પ્રકારે છે. (૧) ભક્તિ, (૨) બહુમાન, (૩) ભાવના, (૪) વિધિગ્રહણ અને (૫) અભ્યાસ વિનય કહેવાય છે.
પ્ર.૮૦૧ જ્ઞાનમાં પાંચ પ્રકાર કઇ રીતે સમજવા ?
ઉ.૮૦૧ જ્ઞાન તથા જ્ઞાનની બાહ્ય સેવા કરવી તે ભક્તિ, અંતરથી પ્રીતિ કરવી જ્ઞાન પ્રત્યે તે બહુમાન, જ્ઞાન વડે જાણેલા પદાર્થોનું સ્વરૂપ વિચારવું તે ભાવના વિનય, વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું તે વિધિ ગ્રહણ અને જ્ઞાનનો અભ્યાસ કરવો તે અભ્યાસ વિનય છે.
પ્ર.૮૦૨ દર્શનવિનય કેટલા પ્રકારે છે ? કયા કયાં ? ઉ.૮૦૨ દર્શનવિનય બે પ્રકારે છે. (૧) સુશ્રુષા વિનય અને (૨) અનાશાતના વિનય. પ્ર.૮૦૩ સુશ્રુષા વિનય કોને કહેવાય ? ઉ.૮૦૩ દેવની તથા ગુરુની ઉચિત ક્રિયા સાચવવી તે સુશ્રુષા વિનય કહેવાય છે. પ્ર.૮૦૪ સુશ્રુષા વિનય કેટલા પ્રકારે છે ? કયા કયા ?
ઉ.૮૦૪ સુશ્રુષા વિનય દશ પ્રકારે છે તે આ પ્રમાણે. (૧) સત્કાર, (૨) અભ્યત્યાન, (૩) સન્માન, (૪) આસન પરિગ્રહણ, (૫) આસન પ્રદાન, (૬) કૃતિકર્મ, (૭) અંજલિગ્રહણ, (૮) સન્મખાગમન, (૯) પશ્વાગમન, (૧૦) પર્યાપાસના.
પ્ર.૮૦૫ સુશ્રુષા વિનયના દશ પ્રકાર કઇ રીતે સમજવા ?
ઉ.૮૦૫ સ્તવના કરવી, વંદના કરવી તે સત્કાર, આસનથી ઉભા થઇ જવું તે અન્યૂત્થાન , વસ્ત્રાદિ આપવા તે સન્માન કહેવાય છે, બેસવા માટે આસન લાવી બેસો કહેવું તે આસન પરિગ્રહણ કહેવાય છે, આસન ગોઠવી આપવું તે પ્રદાન, વંદન કરવું તે કૃતિકર્મ કહેવાય છે, બે હાથ જોડવા તે અંજલીગ્રહણ, આવે ત્યારે સ્પામાં લેવા જવું તે સન્મખાગમન, જાય ત્યારે વળાવવા જવું તે પશ્વાદ્ગમન અને બેઠા હોય ત્યારે વૈયાવચ્ચ કરવી તે પર્યુપાસના. આ પ્રકારે દર્શન વિનય કહેવાય છે.
પ્ર.૮૦૬ અનાશાતના વિનય કોને કહેવાય ? અને તે કેટલા પ્રકારે છે ?
ઉ.૮૦૬ દેવની તથા ગુરુની આશાતના ન કરવી તે અનાશાતના વિનય કહેવાય છે. અને તેના ૪૫ ભેદ છે.
પ્ર.૮૦૭ અનાશાતનાના ૪૫ ભેદો કયા કયા છે ?
ઉ.૮૦૭ તીર્થકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક અને સમનોસ, સાધર્મિક તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ પંદરની આશાતના ના કરવી, પંદની ભક્તિ અને બહુમાન કરવું તથા પંદરની વર્ણસંજ્વલના (ગુણની પ્રશંસા) એટલે ૧૫ x ૩ થવાથી ૪૫ ભેદો થાય છે.
પ્ર.૮૦૮ ચારિત્ર વિનય કેટલા પ્રકારે છે ? કયા કયા ?
ઉ.૮૦૮ ચારિત્ર વિનય પાંચ પ્રકારે છે. (૧) સદહણા (શ્રદ્ધા કરવી તે) શ્રદ્ધાવિનય, (૨) ચારિત્રની સ્પર્શના કરવી તે સ્પર્શના વિનય, (૩) ચારિત્ર પ્રત્યે આદર કરવો તે આદર વિનય, (૪) ચારિત્રનું પાલન કરવું તે પાલન વિનય અને (૫) ચારિત્રની પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા વિનય કહેવાય છે.
Page 84 of 106