________________
પ્ર.૮૦૯ યોગવિનય કોને કહેવાય ?
ઉ.૮૦૯ દર્શન તથા દર્શનીનું મન, વચન, કાયા વડે કરીને અશુભ ન કરવું અને શુભમાં પ્રવૃત્તિ કરવી તે યોગ વિનય કહેવાય છે.
પ્ર.૮૧૦ ઉપચાર વિનય કેટલા પ્રકારે છે ?
ઉ.૮૧૦ ઉપચાર વિનય સાત પ્રકારે છે. (૧) ગુર્નાદિની પાસે રહેવું, (૨) ગુર્નાદિની ઇચ્છાને અનુસરવું, (૩) ગુર્નાદિનો આહાર લાવવો, (૪) આંહારાદિ આપવા, (૫) ઔષધાદિકની પરિચર્યા કરવી, (૬) અવસરોચિત આચરણ કરવું અને (૭) ગુર્વાદિના કાર્યમાં તત્પર રહેવું. તે સાત પ્રકારનો ઉપચાર વિનય કહેવાય છે.
પ્ર.૮૧૧ વૈયાવચ્ચ તપ કોને કહેવાય ?
ઉ.૮૧૧ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, ગ્લાન, શેક્ષ, (નવ દીક્ષિત) સાધમિક, કુલ, ગુણ અને સંઘ. આ દશનું યથાયોગ્ય આહાર, વસ્ત્ર, વસતિ, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલન આદિથી. ભક્તિ-બહુમાન કરવું. તે દશ પ્રકારનું વૈયાવચ્ચ કરવાનું કહેવાય છે તે વૈયાવચ્ચ તપ કહેવાય છે.
પ્ર.૮૧૨ સ્વાધ્યાય તપ કેટલા પ્રકારે છે ?
ઉ.૮૧૨ સ્વાધ્યાય તપ પાંચ પ્રકારે છે. (૧) કોઇપણ યોગ્ય જીવને ભણાવવા, પોતે ભણવું તે વાચના નામનો પ્રકાર છે, (૨) ભણતા ભણતા સંદેહ પૂછવો તે પૃચ્છના, (૩) જે કોઇ ભણ્યા હોઇએ તેનો પાઠ કરવો, (૪) પુનરાવર્તન કરવું તે પરાવર્તના, (૪) ધારેલા અર્થનું ચિંતન કરવું તે અપેક્ષા અને ધર્મનો ઉપદેશ આપવો તે ધર્મકથા. આ પ્રમાણે સ્વાધ્યાય પાંચ પ્રકારે કહેવાય છે.
પ્ર.૮૧૩ ધ્યાન કોને કહેવાય ?
ઉ.૮૧૩ મનને એકાગ્ર કરવું એટલે કોઇપણ વિષયનો વિચાર કરતા કરતા મનને તેમાં સ્થિર કરવું તે ધ્યાન કહેવાય છે. મનની એકાગ્રતા તે ધ્યાન.
પ્ર.૮૧૪ ધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૧૪ ધ્યાન બે પ્રકારનું છે. (૧) શુભધ્યાન, (૨) અશુભધ્યાન, પ્ર.૮૧૫ અશુભ ધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૧૫ અશુભધ્યાન બે પ્રકારે કહેલું છે. (૧) રોદ્રધ્યાન અને (૨) આર્તધ્યાન. પ્ર.૮૧૬ રૌદ્રધ્યાન કેટલા પ્રકાર છે ? કયા કયા ?
ઉ.૮૧૬ રીદ્રધ્યાન ચાર પ્રકારે છે. (૧) હિંસાનુબંધી રોદ્રધ્યાન, (૨) મૃષાનુબંધી રીદ્રધ્યાન, (૩) તેયાનુબંધી રોદ્રધ્યાન, (૪) સંરક્ષણાનુબંધિ રીદ્રધ્યાન.
પ્ર.૮૧૭ હિંસાનુબંધી રૌદ્રધ્યાન કોને કહેવાય ?
ઉ.૮૧૭ મન, વચન, કાયાથી પ્રાણીઓની હિંસાનો વિચાર કરવો તે સંકલ્પ, અને વારંવાર વિચાર કરવા તે વિકલ્પ અને તે વિચારો કરતાં કરતાં તેમાં લીન બની પ્રવૃત્તિ કરવી અને લીન બનવું. વિચારમાં અને લીનતાથી પ્રાણીઓની હિંસા કરવી તે હિંસાનુબંધી રીદ્રધ્યાન કહેવાય છે.
પ્ર.૮૧૮ મૃષાનુબંધી રૌદ્રધ્યાન કોને કહેવાય?
ઉ.૮૧૮ જુઠું બોલવું, કોઇને ઠગવાના વિચારમાં રહ્યા પછી તે વિચારોમાં લીન બની જવું તો મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે.
પ્ર.૮૧૯ તેયાનુબંધી રૌદ્રધ્યાન કોને કહેવાય ?
Page 85 of 106