________________
ઉ.૭૪૬ પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં ૧૮ મહિનાનો તપ હોય છે. તેમાં જે ચાર મહાત્માઓ તપ કરતા હોય છે. તેઓ છ મહીના સુધી તપ કરે છે. ત્યારબાદ તે ચારનો તપ પૂર્ણ થાય એટલે બીજા ચાર મહાત્માઓ છ મહીના સુધી તપ કરે છે અને તેઓનો તપ પૂર્ણ થાય એટલે આઠમાંથી એક વાચનાચાર્ય બને છે અને જે વાચનાચાર્ય હતા તેઓ છ મહીના સુધી તપ કરે છે. જ્યારે જે સાધુઓ એ તપ કરતાં હોય છે ત્યારે બીજા સાધુઓને આયંબિલ જ કરવાના હોય છે. આ રીતે અઢાર માસે આ તપ પૂર્ણ થાય છે અને પછી જેઓને
જિનકલ્પ સ્વીકારવો હોય તે જિનકલ્પ સ્વીકારે છે અને જે મહાત્માઓને ન સ્વીકારવો હોય તેઓ ગચ્છમાં પાછા આવી જાય છે. આ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના કાળમાં કેવળજ્ઞાનીની હાજરીમાં સ્વીકારાય છે પછી નહિ.
પ્ર.૭૪૭ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કોને કહેવાય ?
ઉ.૭૪૭ સૂક્ષ્મ કષાય એટલે લોભનો જ્યાં ઉદય હોય છે. અને કીટ્ટીરૂપ લોભના ઉદયરૂપ જ્યાં વેદન હોય છે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય છે.
પ્ર.૭૪૮ યથાખ્યાત ચારિત્ર કોને કહેવાય ?
ઉ.૭૪૮ જ્ઞાની ભગવંતોએ જેવું ચારિત્ર કહ્યું છે તેવું ચારિત્ર પ્રાપ્ત થાય અર્થાત્ રાગદ્વેષના ઉદય રહિત અવસ્થાનું જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર કહેવાય છે.
પ્ર.૭૪૯ યથાખ્યાતના કેટલા ભેદ છે ? કયા કયા ?
ઉ.૭૪૯ યથાખ્યાત ચારિત્રના બે ભેદો છે. (૧) ઉપશાંત યથાખ્યાત ચારિત્ર, (૨) ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર.
૫.૭૫૦
ઉપશાંત યથાખ્યાત ચારિત્ર કયા ગુણઠાણે હોય છે ?
ઉ.૭૫૦ ઉપશાંત યથાખ્યાત ચારિત્ર અગીયારમા ગુણઠાણામાં રહેલા આત્માઓને જ હોય છે. આ ગુણ સ્થાનકેથી અવશ્ય તે જીવોનું પતન થાય છે.
પ્ર.૭૫૧ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર કેટલા પ્રકારનું હોય છે ? કયા કયા ?
ઉ.૭૫૧ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર બે પ્રકારનું છે. (૧) છદ્મસ્થ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર અને (૨) કેવલી ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર.
પ્ર.૭૫૨ છદ્મસ્થ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર કેટલામા ગુણઠાણે હોય છે ? ઉ.૭૫૨ છદ્મસ્થ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર બારમે ગુણઠાણે જ હોય છે. પ્ર.૭૫૩ કેવલી યથાખ્યાત ચારિત્ર કેટલામાં ગુણઠાણે હોય છે ?
ઉ.૭૫૩ કેવલી યથાખ્યાત ચારિત્ર તેરમા અને ચૌદમા ગુણઠાણે હોય છે. પ્ર.૭૫૪ કેવલી યથાખ્યાત ચારિત્રના કેટલા ભેદ છે ?
ઉ.૭૫૪ કેવલી યથાખ્યાત ચારિત્રના બે ભેદ છે, સયોગી કેવલી યથાખ્યાત ચારિત્ર તેરમા ગુણઠાણે હોય છે અને અયોગીકેવલી યથાખ્યાત ચારિત્ર જે ચૌદમા ગુણસ્થાનકમાં રહેનારા જીવોને જ હોય છે. આ રીતે સંવરતત્વ સમાપ્ત થયું.
હવે નિર્જરાતત્વ તથા બંધતત્વના મુળ ભેદો તથા નિર્જરાતત્વનું વર્ણન કરાય છે. बारसविह तवो णिज्जराय, बंधो चउविगप्पो अ, વયકિ અનુમાન, પણ સ મેઇ હિં નાયવ્યો ।।૪।। अणसण- मूणो अरिया, वित्ती संखेवण रसच्चाओ,
Page 79 of 106