Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 74
________________ પડશે. મન, વચન અને કાયાને કાબુમાં રાખવા પડશે. એટલે તે પોત પોતાના વિષયોમાં દોડતા હોય તેને રોકીને આત્મિક ગુણો પેદા કરવા માટેની પ્રવૃત્તિમાં જોડવા જોઇએ. તે પેદા કરવા માટે જેટલા કષ્ટો આવે તે બધા કષ્ટોને સારો રીતે વેઠવા જોઇએ કારણકે સંસારમાં સુખ એટલે અનુકુળતા મેળવવા માટે અમારા જીવ. ઉપર જેટલા પ્રકારના કષ્ટો અથવા દુઃખો આવે છે તે સારી રીતે વેઠાય છે અને તે કષ્ટ કે દુ:ખ લાગતા નથી પણ મજા આવે છે કારણકે અનુકુળતા મળવાની છે તેની પુરી ખાત્રી હોય છે. તેમ આ આત્મિક ગુણો પેદા કરવા માટે જેટલા કષ્ટો અગર દુ:ખો આવે તો એવી જ રીતે અથવા તેથી સારા ભાવમાં રહીને મારે વેઠવા જોઇએ તોજ મારા આત્મિક ગુણો પેદા થાય એમ વિચાર કરી યથાશક્તિ પ્રયત્ન કરવો જોઇએ અને તેના કારણે કષાયો ઉ રાખવો જોઇએ અને યથાશક્તિ ધર્મની પ્રવૃત્તિ વ્રત પચ્ચખાણ વગેરે રવા જોઇએ. એમ કરતા કરતા આ મારા આત્મામાં આવતા નવા કર્મો રોકાઇ જાય અને હું એક દિવસ પરમાત્મા જેવો શુદ્ધ થઇ જાઉં એમ રોજ વિચાર કરવો તે સંવર ભાવના કહેવાય છે. પ્ર.૭૩૦ નિર્જરા ભાવના કોને કહેવાય ? ઉ.૭૩ સંવર ભાવના કરવાથી આત્મામાં આવતા કર્મો તા રોકાય પણ જુના પડેલા જે કર્મો એટલે આત્મામાં રહેલા જે જુના કર્મો છે તેને દૂર કરવા માટે આ નવમી નિર્જરા ભાવનાનો રોજ વિચાર કરવાનો છે, તે આવી રીતે. આ સંસારમાં રહેલા મારા આત્માને આહાર સંજ્ઞા અનાદિ કાળથી વળગેલી છે તેના કારણથી ખાવાની ઇચ્છાવાળો જ હોય છે. શાસ્ત્ર બાર પ્રકારનો તપ કહ્યો છે, તેમાં મુખ્ય તો ઇચ્છાનો નિરોધ થવો એટલે કે કોઇ પણ સારા પદાર્થની ઇચ્છા થાય તે ઇચ્છાનો રોધ કરવો એટલે ઇચ્છા પેદા ન થવા દેવી, એવી રીતે આત્માને કેળવીએ અને એવી દશા પેદા થાય તો જ આત્મામાં રહેલા જૂના કર્મો નાશ. કી ઉપવાસ-આયંબીલ એકાસણા વગેરે તપ કરીએ પણ ખાવાની લાલસા વધતી જતી હોય અને તે ઇરછા મરતી ન હોય તો સમજવું કે આ તપથી મારા આત્મામાં રહેલા જુના કર્મો નાશ પામતા નથી પરંતુ કર્મથી વધારે ને વધારે હું ભારે થઇ રહ્યો છું, તો એ રીતે કર્મથી ભારે થવા માટે આ તપ કરવાનો નથી પરંતુ જુના કર્મોને નાશ કરવા માટે કરવાનો છે. એમ લક્ષમાં રાખી યથાશક્તિ કોઇ પણ સારામાં સારી ચીજ આવે તો રાગ ન થવા દેવો અને ખરાબ ચીજ આવે તો દ્વેષ ન થવા દેવો તે રીતે આહાર સંજ્ઞાને જીતવી તે જ નિર્જરા ભાવના કહેવાય છે. પ્ર.૭૩૧ લોક સ્વરૂપ ભાવના કેવી રોતે ભાવી શકાય ? ઉ.૭૩૧ આ ચૌદ રાજલોક રૂપ સંસાર છે. એ સંસારને કોઇએ બનાવ્યો નથી બનાવશે પણ નહિ. અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનો છે. શાશ્વતો છે અને આ ચૌદ રાજલોક છ દ્રવ્યથી ભરેલો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળા એ છ દ્રવ્ય છે. એ ચૌદ રાજલોકનો આકાર પગ પહોળા કરી કેડે હાથ દઇને ઉભેલો મનુષ્ય હોય તેના જેવા તેવા આકારવાળો છે. અને આખોય લોક ગોળાકારે રહેલો છે તે લોક ત્રણ વિભાગમાં રહેલો છે. (૧) અધોલોક, (૨) તિર્થાલોક અને (૩) ઉર્ધ્વલોક રૂપે છે. અધોલોક સાત રાજ પ્રમાણ છે. એક રાજ એટલે અસંખ્યાતા કોટાકોટી યોજન થાય છે. તે અધોલોકમાં સાત નારકીઓ છે. તેમાં નારકીના જીવો અસંખ્યાતા રહેલા છે, અને નિરંતર પ્રતિ સમય ભયંકર દુ:ખોનો અનુભવ કરી રહ્યા છે. સાત પૃથ્વીઓ છે. તેમાં અસંખ્યાતા પૃથ્વીકાયના જીવો છે. પ્રાયે કરીને તે પૃથ્વીકાય જીવો પણ અશુભ કર્મના ઉદયવાળા કહેવાય છે. તેમાં પહેલી પૃથ્વી એક રાજ પહોળી છે, બીજી પૃથ્વી બે રાજ પહોળી છે ત્રીજી પૃથ્વી ત્રણ રાજ પહોળી, ચોથી પૃથ્વી ચાર રાજ પહોળી અને પાંચમી પૃથ્વી પાંચ રાજ પહોળી, છઠ્ઠી પૃથ્વી છ રાજ પહોળી અને Page 74 of 106

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106