Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 64
________________ પ્ર.૬૫૧ સંવર તત્ત્વના કેટલા ભેદો કહ્યા છે ? ઉ.૬૫૧ સંવર તત્ત્વના પ૭ ભેદો કહેલા છે. પાંચ પ્રકારની સમિતિ, ત્રણ પ્રકારની ગુપ્તિ, બાવીસ પ્રકારના પરિષહો, દશ પ્રકારનો યતિધર્મ, બાર પ્રકારની ભાવનાઓ અને પાંચ પ્રકારના ચારિત્રો એટલે કે પ+૩+૨૨+૧૦+૧૨+૫. આ રીતે સંવર તત્ત્વના પ૭ ભેદો કહેલા છે. તેનું વિશેષ વર્ણન કરાય છે. પ્ર.૬૫ર સમિતિ કોને કહેવાય ? ઉ.૬૫૨ સમ્યક્ પ્રકારે ઉપયોગ પૂર્વક) પ્રવૃત્તિ કરવી તે સમિતિ કહેવાય છે. પ્ર.૬૫૩ ગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૫૩ મન-વચન-કાયાનો અશુભ વ્યાપાર, તેને રોકવા તેનું નામ ગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૫૪ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૫૪ આત્મિક સુખ પ્રગટ કરવા માટે જે કાંઇ કષ્ટ આવે તે સઘળાંય સારી રીતે સહન કરવાં તેનું નામ પરિષહ કહેવાય છે. પ્ર.૬૫૫ યતિ ધર્મ કોન કહેવાય ? ઉ.૬૫૫ મોક્ષ માર્ગમાં પ્રયત્ન કરવા રૂપ જે ધર્મ તે યતિ ધર્મ કહેવાય છે. પ્ર.૬૫૬ ચારિત્ર કોને કહેવાય ? ઉ.૬૫૬ આત્મામાં રહેલા આઠ કર્મના સમુદાયને જે ખાલી કરે તેનું નામ ચારિત્ર. इरिया-भासे-सणा-दाणे, उच्चारे समिइसु अ, मणगुत्ती वयगुत्ती, कायगुती तहेवय ||२६|| ભાવાર્થ :- ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિકખેવણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ એમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૫૭ પાંચ પ્રકારની સમિતિઓ કઇ કઇ છે ? ઉ.૬૫૭ ઇર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્તનિકખેવણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ. પ્ર.૬૫૮ ઇર્ષા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૫૮ જ્યારે ચાલવું હોય ત્યારે જયણાપૂર્વક ચાલવું સાડા ત્રણ હાથ (યુગ માત્ર) નીચે જોઇને ચાલવું કારણ કે કોઇપણ સજીવ પદાર્થ અને ત્રસ જીવો મરી ન જાય તેની કાળજી રાખવી તે ઇર્ષા સમિતિ કહેવાય છે. પ્ર.૬૫૯ ભાષા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૫૯ બોલતી વખતે ઉપયોગ પૂર્વક સત્ય અને હિતકારી વચન બોલવું તે ભાષા સમિતિ કહેવાય પ્ર.૬૬૦ એષણા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૬૦ શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે ૪૨ દોષ રહિત આહારપાણી વહોરી લાવવા તે એષણા સમિતિ કહેવાય છે. પ્ર.૬૬૧ આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૬૧ કોઇપણ ચીજ લેવી મુકવી હોય તો લેતા ચીજ જોવી, તેને પૂંજવી અને જ્યાં મૂકવાની હોય Page 64 of 106

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106