________________
ઉ.૭૦૯ કોઇ ગુસ્સો કરે ત્યારે જીવ વિચારે કે મારા આત્માનો ધર્મ જ ક્ષમા કરવાનો છે. સહનશીલતા રાખવાનો છે. એમ માનીને ક્ષમાને ધારણ કરે તે ધર્મ ક્ષમા કહેવાય છે. આ ક્ષમા સર્વશ્રેષ્ઠ છે અને ધર્મ માટે લાયક છે.
પ્ર.૭૧૦ આર્જવ ધર્મ કોને કહેવાય ?
ઉ.૭૧૦ મનમાં કોઇપણ જાતની નાનામાં નાની માયા ન રાખવી એટલે કપટ રહિત સરલ ભાવને ધારણ કરવો તે સરલ ભાવ પેદા થાય નહિ ત્યાં સુધી ખરો ધર્મ પેદા થતો નથી એમ જાણી સરળ ભાવ કેળવવા પ્રયત્ન કરવો તે આર્જવ ધર્મ કહેવાય છે.
પ્ર.૭૧૧ માર્દવ ધર્મ કોને કહેવાય ?
ઉ.૭૧૧ માર્દવ એટલે અભિમાનનો ત્યાગ કરવો એટલે નિરઅભિમાની બનવું. કોઇપણ આપણા ગમે તેટલા વખાણ કરે તો પણ તેમાં રાજી થઇને અભિમાન રાખવું નહિ અને પોતે પોતાની જાતે પોતાના વખાણ કરવા નહિ અને તે વખતે મનમાં વિચાર કરવો કે જો આ અભિમાન કરીશ તો માનકષાયની વૃદ્ધિ થશે તેના કારણે સંસારની વૃદ્ધિ થશે પણ મોક્ષ માર્ગ સધાશે નહિ એમ સારા વિચારો કરી નિરઅભીમાની બનવું તે માર્દવ ધર્મ કહેવાય છે. તે પામવાનો પુરુષાર્થ કરવો એ ઉત્તમ માર્ગ છે.
પ્ર.૭૧૨ મુક્તિ ધર્મ કોને કહેવાય ?
ઉ.૭૧૨ મુક્તિ એટલે નિર્લોભતા. કોઇપણ અનુકૂળ પદાર્થોની ઇચ્છા પણ ન કરવી અને ઇષ્ટ વસ્તુઓમાં તૃષ્ણા ન કરવી પણ સંતોષ ભાવ ધારણ કરવો અને તે વખતે મનમાં વિચાર કરવો કે આ પુગલો છે તે નિર્જીવ છે. તેના પ્રત્યેના રાગથી-લોભથી મારો આત્મા સંસાર વધારે છે, એમ માની ત્યાગ કરવો તે નિર્લોભતા કહેવાય છે.
પ્ર.૭૧૩ તપ ધર્મ કોને કહેવાય ?
ઉ.૭૧૩ તપ એટલે ઇચ્છા નિરોધ કરવો તે. ખાવાના કોઇપણ પદાર્થની અને કોઇ પણ ચીજ ભોગવવાની ઇચ્છા ન કરવી અને જે કોઇ ચીજની ઇચ્છા થાય અને શક્તિ હોય તથા સમાધિ રહી શક્તિ હોય તો તે ચોરનો ત્યાગ કરવો વધારે ઉત્તમ છે. એમ કરતા કરતા ઇરછા નિરોધ નામનો તપ પેદા થાય છે તે તપ ધર્મ કહેવાય છે.
પ્ર.૭૧૪ સંયમ ધર્મ કોને કહેવાય ?
ઉ.૭૧૪ આત્મીક ગુણ પેદા થાય એ હેતુથી ચારિત્રની યથાશક્તિ આરાધના કરવી તે સંયમ કહેવાય છે. તે સંયમ સત્તર પ્રકારનું કહેવું છે. પાંચ મહાવ્રતનું પાલન કરવું, પાંચ પ્રકારની ઇન્દ્રિયનો નિગ્રહ કરવો એટલે પોતપોતાના વિષયોમાં દોડતી ઇન્દ્રિયોને કાબુમાં રાખવી તે નિગ્રહ કહેવાય છે. ચારે પ્રકારોના કષાયોનો જય કરવો તે અને મન, વચન, કાયાના યોગો અને અશુભ વ્યાપારોનો ત્યાગ કરી શુભ વ્યાપારમાં જોડવા તે. એમ કુલ સત્તર પ્રકારનો સંયમ કહેવાય છે.
પ્ર.૦૧૫ સત્ય ધર્મ કોને કહેવાય ? ઉ.9૧૫ પ્રિયવચન બોલવું, હિતકારી વચન બોલવું અને સાચું વચન બોલવું તે સત્ય ધર્મ કહેવાય.
પ્ર.૭૧૬ શૌચ ધર્મ કોને કહેવાય ? ઉ.૭૧૬ શૌચ એટલે પવિત્રતાને ધારણ કરવી તે શોચ ધર્મ કહેવાય છે. પ્ર.૭૧૭ શાચ ધર્મ કેટલા પ્રકારનો છે ?
Page 70 of 106