________________
ઉ.૭૧૭ શોચ ધર્મ બે પ્રકારનો છે. (૧) દ્રવ્ય શોચ ધર્મ અને (૨) ભાવ શોચ ધર્મ. પ્ર.૭૧૮ દ્રવ્ય શૌચ ધર્મ કોને કહેવાય ?
ઉ.૭૧૮ શરીરને સ્વચ્છ રાખવું અને શૃંગારાદિ કરવા તે દ્રવ્ય શોચ છે આ દ્રવ્ય શોચથી સંસાર વધે છે માટે તે નકામો છે.
પ્ર.૭૧૯ ભાવ શૌચ ધર્મ કોને કહેવાય ?
ઉ.૭૧૯ ખરાબ વિચારો ન કરવા પણ શુભ અધ્યવસાયો કરવા અર્થાત્ અધ્યવસાયની પરિણતી. શુભ રાખવી તે ભાવ શૌચ કહેવાય છે. આજ શોચ ધર્મ કામનો છે.
પ્ર.૭૨૦ આકિંચણ્ય ધર્મ કોને કહેવાય ? ઉ.૩૨૦ કોઇપણ જાતનો પરિગ્રહ ન રાખવો તે. પ્ર.૭૨૧ બ્રહ્મચર્ય ધર્મ કોને કહેવાય ?
ઉ.૭ર૧ વિષય વાસનાનો સર્વથા ત્યાગ કરવો અને આત્મ ભાવમાં રમણતા રાખવી તે બ્રહ્મચર્ય ધર્મ કહેવાય છે. આ દશ પ્રકારનો યતિધર્મ કહેવાય છે.
पढम-मणिच्च-मसरणं, संसारो ओ गयाय अन्नतं, असुइत्तं आसव, संवरोय तह णिज्जरा नवमी ||३०|| लोग सहावो बोही, दुलहा धम्मस्स साहगा अरिहा,
ओ आओ भावणाओ, भावे अव्वा पयत्तेणं ।।३१।। ભાવાર્થ - બાર ભાવનાઓનું વર્ણન કરાય છે. (૧) અનિત્ય ભાવના, (૨) અસરણ ભાવના, (3) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના, ૯૯) નિર્જરા ભાવના, (૧૦) લોકસ્વભાવ ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મના સાધક અરિહંત દુર્લભ છે એવી ભાવના. આ બારેય ભાવનાઓ હંમેશા પ્રયત્નપૂર્વક ભાવવી જોઇએ એટલે કે રોજ આ ભાવનાઓનો વિચાર કરી ચિંતન કરવું જોઇએ. હવે બાર ભાવનાઓનું વર્ણના કરાય છે.
પ્ર.૭૨૨ અનિત્ય ભાવના કોને કહેવાય ?
ઉ.૭૨૨ જીવ પોતે આ સંસાર મારૂં સ્વરૂપ છે, એમ માની બેઠો છે પણ આ સંસાર મારૂં સ્વરૂપ નથી. પણ વિરૂપ છે એટલે સંસાર અસાર છે. એમ સમજાવવા માટે અહીંયા મળેલી જેટલી ચીજો છે જેમકે ધન, કુટુંબ, ઘર, પેઢી અને સંસારમાં અનુકુળતા સચવાઇ રહે તેવા પદાર્થો તે બધી સામગ્રી અનિત્ય છે, કારણ કે તે સામગ્રી ક્યારે ચાલી જાય અગર ક્યારે નાશ પામે તે કદી કહી શકાય તેમ નથી એમ વિચાર કરવો. આત્મા તો તે સામગ્રી જવાની જ નથી એમ માનીને બેઠેલો છે, તે ખોટું છે. માટે આ બધી સામગ્રી અસ્થિર છે. સ્થિર રહેવાવાળી નથી કારણ કે રાજાઓ ભીખારી થયા, શેઠીયા ભીખારી થયા તે નજરે દેખાય છે. ઇત્યાદિ વિચાર કરી તે સામગ્રીની રોજ અસ્થિરતા-અનિત્યતાનો વિચાર કરવો તે અનિત્ય ભાવના કહેવાય છે.
પ્ર.૭૨૩ અશરણ ભાવના કોને કહેવાય ?
ઉ.૭૨૩ આત્મા પોતે માને છે કે આ સંસારમાં, બંગલો, બગીચો, મોટર, ગાડી, ધન, કુટુંબ, પરિવાર વગેરે દુ:ખ આવે ત્યારે અને મરણ વખતે શરણ આપનાર છે. મારું રક્ષણ કરનાર છે. પરંતુ આત્માને ખબર નથી કે તે કોઇપણ ચીજ રક્ષણ કરતું જ નથી કારણ કે રાજા-મહારાજાઓ-ચક્રવર્તીઓ.
Page 71 of 106