Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 68
________________ આક્રોશ પરિષહને જીત્યો કહેવાય. પ્ર.૬૯૩ વધ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૩ કોઇપણ જીવ પોતાનો વધ કરે તો તેના પ્રત્યે દુર્ભાવ રાખ્યા વિના સારી રીતે સહન કરવો અને મનમાં ચિંતવવું કે મને મારતો નથી કારણ કે હું તો અખંડ છું. ઇત્યાદિ સારી ભાવનામાં રહેવું તે વધા પરિષહ કહેવાય છે. પ્ર.૬૯૪ યાચના પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૪ રાજા-મહારાજાએ દીક્ષા લીધી હોય ત્યાર પછી ભીક્ષા લેવા જવા માટે શરમ આવતી હોય અને કોઇની પાસે માંગવાનું મન ન થતું હોય તો તે ન ચાલે કારણ કે સાધુપણામાં કોઇપણ નાનામાં નાની ચીજ જોઇતી હોય તો માગીને લાવવાની શાસ્ત્ર કહી છે, તે રીતે લાવે અને મનમાં જરાય અશુભ ભાવ ના ચિંતવે તે યાચના પરિષહ કહેવાય છે. પ્ર.૬૯૫ અલાભ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૫ યાચના કરવા છતાં પણ કોઇપણ ચીજની પ્રાપ્તિ ન થાય તો મનમાં ઉદ્વેગ પેદા ન કરવો અને ગૃહસ્થો ખરાબ છે એમ પણ ન ચિંતવવું પરંતુ મારો લાભાંતરાય કર્મનો ઉદય છે, એમ વિચારી પાછા આવવું તે અલાભ પરિષહ કહેવાય. પ્ર.૬૯૬ રોગ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૬ સંયમ લીધા પછી ગમે તેટલા રોગો શરીરમાં ઉત્પન્ન થાય અને સમાધિ રહેતી હોય તો દવાની પણ ઇચ્છા ન કરે પણ મારા અશુભ કર્મનો ઉદય છે, તે ભોગવાઇ જાય છે એમ વિચારવું તે રોગપરિષહ કહેવાય છે. પ્ર.૬૯૭ વ્રણ સ્પર્શ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૭ ઘાસના સંથારા પર સૂવું પડે અને તેની અણીઓ વાગે તો પણ સારી રીતે સહન કરે પણ મનમાં અશુભ વિચારો ન કરે અને પૂર્વે ભોગવેલી શય્યાની ઇચ્છા ન કરે તે તૃણ સ્પર્શ પરિષહ કહેવાય છે. પ્ર.૬૯૮ મલ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૮ શરીર ઉપર મેલ ગમે તેટલો ચોંટી જાય અને વસ્ત્રો મેલા થાય તો તે દેખીને દુર્ગધ ઉત્પન્ન ના થાય અને તેને દૂર કરવા માટે સ્નાનાદિની ઇરછા પણ ન કરે તે મલ પરિષહ જીત્યો કહેવાય છે. મનમાં વિચાર કરે કે આ શરીર એક દિવસ બળીને રાખ થઇ જવાનું છે અને તે શરીર મારું નથી ઇત્યાદિ વિચારો કરવી. પ્ર.૬૯૯ સત્કાર પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૯ કોઇ માન-સત્કાર કરે તો તેનાથી રાજી ન થાય અને ગર્વ પેદા ન કરે અને શરીરને પણ શોભા વગેરે ન કરે તે સત્કાર પરિષહ કહેવાય છે. પ્ર.૭૦૦ પ્રજ્ઞા પરિષહ કોને કહેવાય ? ઉ.૭૦૦ હું ઘણું ભણેલો છું. મારા જેવો કોઇ નથી ઇત્યાદિ જ્ઞાનનો ગર્વ ન કરવો પણ મનમાં વિચારવું કે મહાપુરૂષો થઇ ગયા તેમની આગળ હું એક બિંદુ સમાન છું ઇત્યાદિ વિચારો કરવા પણ અભિમાન જ્ઞાનનું ન કરવું તે પ્રજ્ઞા પરિષહ કહેવાય છે. પ્ર.૭૦૧ અજ્ઞાન પરિષહ કોને કહેવાય ? ઉ.૭૦૧ અજ્ઞાનતા હોવાથી ખેદ ન કરવો પણ મારો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય જોરદાર છે એમ Page 68 of 106

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106