________________
પ્ર.૬૮૩ શીત પરિષહ કોને કહેવાય ?
ઉ.૬૮૩ કોઇવાર વધારે ઠંડી પડે તો સારી રીતે સહન કરે પરંતુ અગ્નિથી તાપણું કરું કે વધારે કામળીઓ, કામળા મળે તો સારું તેમ ન ઇરછે અને ભગવાનના માર્ગમાં મનને સ્થિર રાખે તે શીત પરિષદ કહેવાય છે.
પ્ર.૬૮૪ ઉષ્ણ પરિષહ કોને કહેવાય ?
ઉ.૬૮૪ ઉનાળાના વખતમાં (ગ્રીખ હતુના કાળમાં) ગમે તેટલી ગરમી પડતી હોય તો પણ તે ગરમીને સારી રીતે સહન કરવી પરન્તુ તેનાથી બચવા શીત ઉપચારો એક પણ સેવવા નહિ તેમજ મનમાં તે સેવવાનો વિચાર પણ ન કરવો તે ઉષ્ણ પરિષહ કહેવાય.
પ્ર.૬૮૫ દંસ પરિષહ કોને કહેવાય ?
ઉ.૬૮૫ કાયા ઉપર ડાંસ, મચ્છર, માખી વગેરેએ શરીર ઉપર પીડા ઉપજાવો હોય તો પણ તે સારી રીતે સહન કરે. શક્તિ હોય તો તે જીવોને શરીર ઉપરથી ઉડાડે પણ નહિ અને તે જીવોનું અશુભ પણ ચિંતવે નહિ તે દંસ પરિષહ કહેવાય છે.
પ્ર.૬૮૬ અચેલક પરિષહ કોને કહેવાય ?
ઉ.૬૮૬ સારા વસ્ત્રો ન મળ્યા હોય અને જીર્ણ પ્રાયઃ વસ્ત્ર હોય તો પણ સારા વસ્ત્રોની ઇરછા ન કરવી અને મારી પાસે આવા વસ્ત્રો છે એમ દીનતા પણ ન કરવી તે અચેલક પરિષહ કહેવાય છે.
પ્ર.૬૮૭ અરતિ પરિષહ કોને કહેવાય ?
ઉ.૬૮૭ સંયમ માર્ગમાં વિચરતા કોઇપણ પ્રતિકૂળ પદાર્થો મળે તો પણ તેમાં અરૂચિ પેદા ન થાય અને તેથી મનમાં જરાય ખરાબ વિચારો પેદા ન થાય તે અરતિ પરિગ્રહ કહેવાય છે.
પ્ર.૬૮૮ સ્ત્રી પરિષહ કોને કહેવાય ?
ઉ.૬૮૮ વિષય સેવનની ઇરછાની માગણી કરવા છતાં પણ સંયમી આધીન ન થાય તે સ્ત્રી પરિષહ કહેવાય છે. આ પરિષહ જ્યારે આવી પડે ત્યારે સારી રીતે વેઠવાનો છે.
પ્ર.૬૮૯ ચર્યા પરિષહ કોને કહેવાય ?
ઉ.૬૮૯ ગૃહસ્થાદિકની સાથે રાગનો પ્રતિબંધ રાખ્યા વિના જિનેશ્વર ભગવંતોની આજ્ઞા પ્રમાણે એક ગામથી બીજા ગામ વિહાર કરવો પરંતુ એક નિયત સ્થાને સ્થિરવાસ ન કરવો તે ચર્યા પરિષદ કહેવાય છે.
પ્ર.૬૯૦ નૈષેલિકી પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૦ સ્મશાનોમાં-ખાલી મકાનોમાં અને જંગલમાં વૃક્ષની નીચે જઇને કાયોત્સર્ગ કરવો અને ત્યાં તું પણ મનમાં જરાય બીજા વિચારો ન લાવવા દેવા તે નૈષેલિકી પરિષહ કહેવાય. પ્ર.૬૯૧ શય્યા પરિષહ કોને કહેવાય ?
ઉ.૬૯૧ કોઇપણ સ્થાને વિચરતાં જમીન ખાડા-ટેરફાવાળી, ઉંચી નીચી બેસવા માટે કે સૂવા માટે મલે તો પણ મનમાં બીજા વિચારો ન આવે પણ ભગવાનનો આજ્ઞાનું સારીરીતે પાલન થાય છે એ રીતે રહે અને સારી શય્યાની ઇચ્છા ન કરે તે શય્યા પરિષહ કહેવાય છે.
પ્ર.૬૯૨ આક્રોશ પરિષહ કોને કહેવાય ?
ઉ.૬૯૨ કોઇપણ ગુસ્સો કરે, તાડન કરે, તર્જના કરે તો પણ તેની સામે ગુસ્સો ન કરવો પણ મનમાં વિચારવું કે મારા અશુભનો ઉદય છે તે કારણથી બિચારાને ગુસ્સો આવે છે. તેના પ્રત્યે દયાભાવ રાખવો તે
Page 67 of 106