Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 66
________________ ઉ.૬૭૪ ભૂસંજ્ઞા, શિરકંપન, હસ્તચાલન વગેરે સંજ્ઞાઓનો ત્યાગ કરી મૌનપણાને અંગીકાર કરવો તે મૌનાવલંબિની વચનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૭૫ વાંગનિયમિની વચનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૫ વાંચના પૃચ્છનાદિ વખતે બોલવું હોય તો ઉપયોગ પૂર્વક જયણાપૂર્વક બોલવું તે વાંગનિયમિની વચનગુપ્તિ કહેવાય. પ્ર.૬૭૬ ભાષા સમિતિ અને વચનગુપ્તિમાં શો તાવત છે ? ૩.૬૭૬ વચનગુપ્તિ સર્વથા વચન નિરોધરૂપ અને નિરવધ વચન બોલવારૂપ એમ બે પ્રકારની છે. જ્યારે ભાષાસમિતિ નિરવધ વચન બોલવારૂપ છે. પ્ર.૬૭૭ કાયગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૭ કાયાની પ્રવૃત્તિને સાવધ યોગમાંથી રોકીને નિરવધ યોગમાં પ્રવર્તાવવી તે કાયગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૭૮ કાયગુપ્તિ કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ૩.૬૭૮ કાયગુપ્તિ બે પ્રકારની છે.(૧) ચેષ્ટા નિવૃત્તિરૂપ અને યથા સૂત્ર ચેષ્ટા નિયમિનિ કાયગુપ્તિ. પ્ર.૬૭૯ ચેષ્ટા નિવૃત્તિરૂપ કાયગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૯ ઉપસર્ગાદિ થવા છતાં પણ કાયાને જરાય ચલાયમાન ન કરવી તે અને કેવલી ભગવંતો ચૌદમા ગુણઠાણે યોગ નિરોધ કરે છે, તે ચેષ્ટા નિવૃત્તિરૂપ કાયગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૮૦ યથાસૂત્ર ચેષ્ટા નિયમિનિ કાયગુપ્તિ કોને કહેવાય ? ૩.૬૮૦ શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે કાયાનુંચલન, ગમનાગમનાદિ કરવું તે યથાસૂત્ર ચેષ્ટા નિયમિનિ કાયગુતિ કહેવાય છે. દુહા પિવાસા સિ હં હંસા ઘેલા-ર-સ્થિો, चरिआ निसीहिया सिज्जा अक्कोस वह जायणा ||२७|| ઊલામ રોન તળ ાસા, મન સવાર પરિસહા, પન્ના ઊન્નાળ સન્માં, ફ્ય બાવીસ પરિસહા ।।૨૮।। ભાવાર્થ :- ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંસ, અચેલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નૈષધિકી, શય્યા, આક્રોશ, વધ, યાચના, આલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને સમ્યક્ત્વ પરિષહ. આ પ્રમાણે બાવીસ પરિષહો જાણવા. પ્ર.૬૮૧ ક્ષુધા પરિષહ કોને કહેવાય ? ૩.૬૮૧ ભૂખ લાગે ત્યારે બેંતાલીશ દોષ રહિત ભિક્ષા લાવીને વાપરવી પણ દોષિત ભિક્ષા ન વાપરવી પણ મનમાં વિચારે કે મળે તો સંયમપુષ્ટિને ન મળે તો તપમાં વૃદ્ધિ થશે. પણ ખિન્ન મનવાળો ન થાય તે ક્ષુધા પરિષહ જીત્યો કહેવાય છે. પ્ર.૬૮૨ તૃષા પરિષહ કોને કહેવાય ? ܗ ઉ.૬૮૨ ગમે તેટલી જોરમાં તરસ લાગી હોય તો પણ પાણી દોષ રહિત મળે તો વાપરે અને દોષ રહિત પાણી ન મળે તો સચિત્ત (કાચુ) પાણીની પણ ઇચ્છા ન કરે અને મનમાં વિચાર કરે કે આ એક જીવને બચાવવા માટે એક બિંદુમાં રહેલા અસંખ્યાતા જીવોને મારે શા માટે હણવા ? એમ વિચારી સારી રીતે મનને સ્વસ્થ રાખે તે તૃષા પરિષહ જીત્યો કહેવાય છે. Page 66 of 106

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106