Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 63
________________ કૂવામાંથી પાણી ખાલી કરીને બહાર કાઢવું તે જીવ નૈસૃષ્ટિકી ક્રિયા કહેવાય છે અને ધનુષ્યમાંથી બાણ કાઢવું તે અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૨ સ્વહસ્તિકી ક્રિયા કોને કહેવાય ? છે. ઉ.૬૪૨ પોતાના હાથે જ જીવોનો ઘાત કરવો તે સ્વહસ્તિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૩ આજ્ઞાપનિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૩ જીવોને આજ્ઞા કરવાથી-હુકમ કરવાથી જે ક્રિયા લાગે તે આજ્ઞાપનિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૪ વૈદારણિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૪ જીવ અથવા અજીવ પદાર્થોને ભિન્ન કરવાથી જે ક્રિયા લાગે તે વૈદારણિકી ક્રિયા કહેવાય પ્ર.૬૪૫ અનાભોગિકી ક્રિયા કોને કહેવાય ? ૩.૬૪૫ ઉપયોગ રહિત લેવા મૂકવા આદિની જે ક્રિયા કરવી તે અનાૌગિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૬ અનવકાંક્ષા પ્રત્યયિકી ક્રિયા કોને કહેવાય છે ? ઉ.૬૪૬ પોતાના અથવા પરના હિતની આકાંક્ષા રહિત જે ક્રિયા કરાય એટલે કે આ લોકમાં ચોરી કરવી, પરસ્ત્રીગમન ઇત્યાદિ અને પરલોકમાં શું થશે તે ચિંતા વિના જે ક્રિયા થાય તે અનવકાંક્ષાકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૭ પ્રાયોગિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૭ મન, વચન અને કાયાનો જે શુભ વ્યાપાર અથવા અશુભ વ્યાપાર રૂપ જે ક્રિયા થાય તે પ્રાયોગિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૮ સમાદાન ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૮ જે ક્રિયા વડે આઠેય કર્મો સમુદાયપણાએ બંધાય તે સમાદાન ક્રિયા કહેવાય છે. આ ક્રિયાનું બીજું નામ સામુદાયિકી ક્રિયા પણ કહેવાય છે. કારણ કે સમુદાયપણાએ જે કર્મ બંધાય તે સમુદાયિકી કહેવાય છે. પ્ર.૬૪૯ પ્રેમિકી ક્રિયા કોને કહેવાય ? ૩.૬૪૯ જીવ અથવા અજીવ પદાર્થો ઉપર પ્રેમ કરવાથી અને બીજા જીવોને પ્રેમ પેદા થાય (ઉત્પન્ન થાય) એવા વચનો બોલવા તેને પ્રેમિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૫૦ ઇર્યાપથિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૫૦ કાયયોગ દ્વારા એટલે કે આવવા જવાનો માર્ગ (ગમનાગમન આદિ ચેષ્ટા રૂપ) જે ક્રિયા તે ઇર્યાપથિકી ક્રિયા કહેવાય છે. આ ક્રિયા એક યોગ જ જેને હોય છે તેવા જીવોને હોય છે. એટલે કે ૧૧-૧૨-૧૩મા ગુણઠાણે રહેલા જીવોને પ્રદાનપણે આ ક્રિયા લાગુ પડે છે. આ રીતે આશ્રવ તત્ત્વનું વર્ણન સમાપ્ત થયું. હવે સંવર તત્ત્વનું વર્ણન કરાય છે. समिइ गुति परिसह, जइ धम्मो भावणा चरिताणि पणति दुवीस दस बार पंचभेओहिं सगवन्ना ||२५|| ભાવાર્થ :- સંવર તત્વના ૫૭ ભેદો થાય છે.પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ પ્રકારનો યતિ ધર્મ, બાર પ્રકારની ભાવના, પાંચ પ્રકારના ચારિત્રો, બાવીસ પ્રકારના પરિષહો એમ કુલ૫૭ ભેદો થાય છે. Page 63 of 106

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106