________________
પ્રત્યયીકી ક્રિયા કહેવાય છે.
પ્ર.૬૨૯ મિથ્યાદર્શન પ્રત્યયીકી ક્રિયા કોને કહેવાય ?
ઉ.૬૨૯ જગતમાં રહેલા પદાર્થોને જે હેય છે તેને હેય રૂપે, જે શેય છે તેને શેય રૂપે અને જે ઉપાદેય છે તેને ઉપાદેય રૂપે ન માનવા દેવા અર્થાત હેયને ઉપાદેય રૂપે મનાવે અને ઉપાદેય પદાર્થોને હેય રૂપે મનાવે તેનું નામ મિથ્યાદર્શન પ્રત્યયીકી ક્રિયા કહેવાય છે.
પ્ર.૬૩૦ અપ્રત્યાખ્યાનીકી ક્રિયા કોને કહેવાય ?
ઉ.૬૩૦ જગતમાં રહેલા જીવ અને અજીવ આદિ સઘળાંય પદાર્થો તે પદાર્થો પ્રત્યે સ્વાભાવિક જીવનો. રાગ હોય છે. જ્યાં સુધી તેનું પ્રત્યાખ્યાન ન થાય તે અપ્રત્યાખ્યાનીકી ક્રિયા કહેવાય છે.
પ્ર.૬૩૧ દ્રષ્ટિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૩૧ જીવ અને અજીવ પદાર્થોને રાગાદિથી દેખતાં જે લાગે તે દ્રષ્ટિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૩૨ પૃષ્ટિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૩૨ જીવ અને અજીવ પદાર્થોનો રાગાદિકથી સ્પર્શ કરવો તે સૃષ્ટિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૩૩ પ્રાહિત્યકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૩૩ અન્યને આશ્રયીને જે રાગાદિ પરિણામ પેદા થાય તે માહિત્યકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૩૪ પ્રાતિયકી ક્રિયા કેટલા પ્રકારની છે ? ઉ.૬૩૪ પ્રાહિત્યકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવપ્રાતિયકી, (૨) અજીવ પ્રાહિત્યકી. પ્ર.૬૩૫ જીવ માહિત્યકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૩૫ બીજાના નિમિત્તથી આપણને રાગાદિના પરિણામ પેદા થાય તે જીવ માહિત્યકી કહેવાય. પ્ર.૬૩૬ અજીવ પ્રાતિત્યકી કોને કહેવાય ? ઉ.૬૩૬ અજીવ પદાર્થ ખંભાદિના નિમિત્તથી રાગદ્વેષ પેદા થાય તે અજીવ પ્રાતિત્યકી કહેવાય. પ્ર.૬૩૭ સામંતોપનિપાતીકી ક્રિયા કોને કહેવાય? ઉ.૬૩૭ ચારે બાજુથી લોક આવીને ભેગા થાય તેવી ક્રિયા તે સામંતોપનિપાતીકી કહેવાય છે. પ્ર.૬૩૮ સામંતોપનિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ?
ઉ.૬૩૮ સામંતોપનિપાતિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવ સામેતોપનિપાતિકી અને (૨) અજીવ સામંતોપનિપાતીકી ક્રિયા.
પ્ર.૬૩૯ જીવ સામંતોપનિપાતીકી કોને કહેવાય ?
ઉ.૬૩૯ કોઇ મનુષ્ય બળદ, આખલો, હાથી, ઘોડો વગેરે વેચવા માટે લાવેલો હોય, તેને જોવા માટે ઘણા લોકો ભેગા થાય, તેમાં થોડા તેની પ્રશંસા કરતા હોય તો માલીક ખુશ થાય, કોઇક જીવો તેમાં ખોડ-ખાંપણ કાઢતા હોય તો માલિક નારાજ થાય તે જીવ સામંતોપનિપાતીકી ક્રિયા કહેવાય છે.
પ્ર.૬૪૦ અજીવ સામંતોપનિપાતીકી કોને કહેવાય ?
ઉ.૬૪૦ એજ રીતે કોઇ મનુષ્ય અજીવ પદાર્થો સારામાં સારા બનાવીને વેચવા માટે આવ્યો હોય તેને જોવા માટે ઘણા જીવો ભેગા થાય તેમાં ઘણાને સુંદર લાગે, ઘણા નારાજ થાય, તેનાથી માલિકને રાગદ્વેષ પેદા થાય તે અજીવ સામંતોપનિપાતીકી ક્રિયા કહેવાય છે.
પ્ર.૬૪૧ નૈસૃષ્ટિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૧ નિસર્જન કરવું, ક્વું, તેનાથી ઉત્પન્ન થયેલી ક્રિયા તે નૈસૃષ્ટિકી ક્રિયા કહેવા છે. જેમકે
Page 62 of 106