Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 59
________________ ઉ.૫૯૬ ઉપર કહેલા નવે પ્રકારના પરિગ્રહમાંથી કોઇપણ પરિગ્રહ પ્રત્યે મમત્વ ભાવ રાખવો અને તે પરિગ્રહને મન, વચન, કાયાથી કરવા રૂપે અને અનુમોદવા રૂપે જે સંગ્રહ કરવો તે પરિગ્રહ અવ્રત આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૭ યોગ કેટલા પ્રકારના છે ? કયાં કયાં ? ઉ.૫૯૭ યોગ ત્રણ પ્રકારના છે. (૧) મન યોગ, (૨) વચન યોગ, (૩) કામ યોગ. પ્ર.૫૯૮ મન યોગ આશ્રવ ક્યારે કહેવાય ? ઉ.૫૯૮ મનથી શુભ અથવા અશુભનું જે ચિંતન કરવું, સારા યા ખરાબ વિચારો કરવા તે વિચારો મનયોગના આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૯ વચન યોગ આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૯૯ વચન દ્વારા શુભ અથવા અશુભ અર્થાત સારા શબ્દો કે ખરાબ શબ્દો જે બોલવા તે બધાય વચન આશ્રવ કહેવાય છે. ન બોલતા હોય તો પણ બોલવા માટે તૈયાર કરેલા શબ્દો તે પણ વચન આશ્રવ કહેવાય છે. પ્ર.૬૦૦ કાય યોગ આશ્રવ કોને કહેવાય ? ઉ.૬૦૦ કાય યોગ આશ્રવ કાયાથી સારી યા ખરાબ જે કોઇ પ્રવૃત્તિ થાય તે સઘળી પ્રવૃત્તિ એ કાયયોગ આશ્રવ કહેવાય છે. પ્ર૬૦૧ મનયોગનો આશ્રવ કેટલા ગુણઠાણા સુધી હોય છે? ઉ.૬૦૧ ભાવ મનયોગ આશ્રવ બારમા ગુણઠાણા સુધી હોય છે અને દ્રવ્ય મનયોગ આશ્રવ તેરમા ગુણઠાણાના અંત સુધી હોય છે. પ્ર.૬૦૨ વચનયોગ કયા ગુણઠાણા સુધી હોય છે ? ઉ.૬૦૨ વચન યોગના ચાર ભેદોમાંથી અમુક ભેદો બારમાં ગુણઠાણા સુધી હોય છે અને અમુક ભેદો તેરમાં ગુણઠાણા સુધી પણ હોય છે. પ્ર.૬૦૩ કાયયોગ કયા ગુણઠાણા સુધી હોય છે ? ઉ.૬૦૩ કાયયોગ પણ તેરમા ગુણઠાણાના અંત સુધી હોય છે. ચૌદમે ગુણઠાણે યોગ હોતો નથી માટે યોગનો આશ્રવ તેરમાં ગુણઠાણા સુધી માન્યો છે. હવે પચ્ચીસ ક્રિયાઓનું વર્ણન કરાય છે. काइअ अहिगरणिआ, पाउसिया पारितावणी किरिया પાવાયા રમ3, પરિહિંયા માયાવતીય IIRશા मिच्छा-दंसण-वत्ती, अपचकखाणीय दिट्टि पुठ्ठी पाडुच्यिा सामंतो, वणीअ नेसत्थि साहत्थी ।।२३।। आणवणि विआरणिआ, अणभोगा अणवकंख पच्यइआ, अन्नापओग समुदाण, पिज्ज दोसेरियावहिआ ||२४|| ભાવાર્થ :- કાયકી, અધિકરણકો, પ્રાદ્વેષીકી, પારિતાપનીકી, પ્રાણાતિપાતિકી, આરંભીકી, પારિગ્રહીકી, માયાપ્રત્યયીકી, મિથ્યાદર્શન પ્રત્યયીકી, અપ્રત્યાખ્યાનીકી, દ્રષ્ટિકી, સ્મૃષ્ટિકી, માહિત્યકી, સામંતોપનિપાતિકી, નેસૃષ્ટિકી, સ્વહસ્તકી, આજ્ઞાપનિકી, વેદારિણીકી, આભોગીકી, અનાભોગીકી, અનવકાંક્ષા પ્રત્યયિકી, પ્રાયોગીકી, સામુદાયીકી, પ્રેમીકી ક્રિયા, દ્વેષીકી ક્રિયા અને પચ્ચીશમી ઇર્યાપથિકી Page 59 of 106

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106