Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 58
________________ પ્ર.૫૮૬ મૃષાવાદ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૫૮૬ મૃષાવાદ અનેક પ્રકારે થાય છે, છતાં શાસ્ત્રમાં મુખ્ય રીતિએ ત્રણ પ્રકારનું કહેવું છે. (૧) દ્વિપદ માટે, (૨) ચતુષ્પદ માટે અને (૩) અપદ માટે. પ્ર.૫૮૭ દ્વિપદ મૃષાવાદ કોને કહેવાય ? ઉ.૫૮૭ જગતમાં રહેલા બે પગવાળા જેટલા પ્રાણીઓ છે તે પ્રાણીઓ માટે જુઠું બોલવું, તે દ્વિપદ મૃષાવાદ કહેવાય છે. પ્ર.૫૮૮ ચતુષ્પદ મૃષાવાદ કોને કહેવાય છે ? ઉ.૫૮૮ જગતમાં રહેલા ચાર પગવાળા આદિ જે પ્રાણીઓ છે તે ગાય, ભેંસ વગેરેને માટે જઠ બોલવું તે ચતુષ્પદ મૃષાવાદ કહેવાય છે. પ્ર.૫૮૯ અપદ મૃષાવાદ કોને કહેવાય ? ઉ.૫૮૯ ધન-ધાન્ય, ગાડી-મોટર વગેરે જેટલા અજીવ પદાર્થો છે તે પદાર્થોને માટે જૂઠું બોલવું એ અપદ મૃષાવાદ કહેવાય છે. પ્ર.૫૯૦ મૃષાવાદ અવ્રત આશ્રવ કોને કહેવાય છે ? ઉ.૫૯૦ દ્વિપદ માટે ચતુષ્પદ માટે કે અપદ માટે મનથી, વચનથી અને કાયાથી મૃષાવાદ કરવો તે મૃષાવાદ અવ્રત આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૧ ચોરી (અદત્તાદાન) કેટલા પ્રકારનું કહેવું છે ? કયા કયા ભેદ છે ? ઉ.૫૧ ચોરી અનેક પ્રકારની છે છતાં જ્ઞાનિઓએ મુખ્ય ચાર પ્રકારની કહેલી છે. તે આ પ્રમાણે. (૧) સ્વામી અદત્ત, (૨) જીવ અદત્ત, (૩) ગુરુ અદત્ત અને (૪) તીર્થકર અદત્ત. એમ ચાર પ્રકારે કહેવાય છે. કોઇએ નહિ આપેલી ચીજનું ગ્રહણ કરવું તે અદત્તાદાન કહેવાય છે. પ્ર.૫૯૨ અદત્તાદાન આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૯૨ કોઇએ નહિ આપેલી નાનામાં નાની ચીજ મનથી લેવાનો વિચાર કરવો, વચનથી કોઇને લેવાનું જણાવવું અને કાયાથી કોઇની ચીજ લેવી તે અદત્તાદાન આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૩ અબ્રહ્મચર્યના કેટલા ભેદ છે ? કયા કયા ? ઉ.૫૯૩ અબ્રહ્મચર્યના ૧૮ ભેદ થાય છે તે આ પ્રમાણે. દારિક શરીરવાળી સ્ત્રીઓ સાથે અને વક્રીય શરીરવાળી સ્ત્રીઓ સાથે મન-વચન અને કાયાથી સેવન કરવું, કરાવવું અને સેવન કરતા હોય તેનું અનુમોદન કરવા રુપે ભેદ ગણીએ તો કુલ ૧૮ ભેદ થાય છે. પ્ર.૫૯૪ અબ્રહ્મચર્ય આશ્રવ કોને કહેવાય ? ઉ.પ૯૪ એ અઢાર પ્રકારના અબ્રહ્મચર્યના ભેદમાંથી કોઇપણ એક ભેદનું સેવન કરવું, તેને અબ્રહ્મચર્ય આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૫ પરિગ્રહ કેટલા પ્રકારનો કહ્યો છે ? ઉ.૫૯૫ પરિગ્રહ નવ પ્રકારનો કહેલો છે. તે આ પ્રમાણે (૧) ધન-પેસા વગેરે, (૨) ધાન્ય-અનાજ વગેરે, (૩) સોનું, (૪) રૂપું, (૫) ક્ષેત્ર, (૬) વાસ્તુ, (૭) વાસણ, (૮) દ્વિપદ (દાસ-દાસી વગેરે) અને (૯) ચતુષ્પદ ગાય ભેંસ વગેરે જનાવરા આ નવ પ્રકારનો સંગ્રહ કરવો અને તેના પ્રત્યે મમત્વ ભાવ રાખવો તે પરિગ્રહ કહેવાય છે. પ્ર.૫૯૬ પરિગ્રહ અવ્રત આશ્રવ ક્યારે કહેવાય ? Page 58 of 106

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106