________________
ઉ.૫૬૪ ક્રોધ અનેક પ્રકારના કહ્યા છે, જેમકે ગુસ્સો આવે, ખેદ ઉત્પન્ન થાય અને કોઇના પ્રત્યે ઇર્ષ્યા પેદા થાય તે પણ ક્રોધના ઉદયથો થાય છે.
પ્ર.૫૬૫ માનના કેટલા પર્યાયવાચી શબ્દો છે ?
ઉ.૫૬૫ માનને મદ, અભિમાન તથા અહંકાર પણ કહેવાય છે.
પ્ર.૫૬૬ રાગમાં ક્રોધાદિ ચારમાંથી કેટલા પ્રકાર આવે છે ?
ઉ.૫૬૬ માયા અને લોભ બે રાગમાં ગણાય છે. મતાંતરે કોઇક આચાર્ય માન, માયા અને લોભને રાગમાં ગણે છે.
પ્ર.૫૬૭ દ્વેષમાં ક્રોધાદિ ચારમાંથી કેટલા પ્રકાર ગણેલા છે ?
ઉ.૫૬૭ ક્રોધ અને માન તે દ્વેષમાં ગણાય છે. મતાંતરે એક ક્રોધ જ દ્વેષમાં ગણાય છે.
પ્ર.૫૬૮ સોળ પ્રકારના કષાયો કયા કયા છે ?
ઉ.૫૬૮ સોળ પ્રકારના કષાયો આ પ્રમાણે છે.(૧) અનંતાનુબંધી ક્રોધ, (૨) અનંતાનુબંધી માન, (૩) અનંતાનુબંધી માયા, (૪) અનંતાનુબંધી લોભ, (૫) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, (૬) અપ્રત્યાખ્યાનીય માન, (૭) અપ્રત્યાખ્યાનીય માયા, (૮) અપ્રત્યાખ્યાનીય લોભ, (૯) પ્રત્યાખ્યાનીય ક્રોધ, (૧૦) પ્રત્યાખ્યાનીય માન, (૧૧) પ્રત્યાખ્યાનીય માયા, (૧૨) પ્રત્યાખ્યાનીય લોભ, (૧૩) સંજ્વલન ક્રોધ, (૧૪) સંજ્વલન માન, (૧૫) સંજ્વલન માયા અને (૧૬) સંજ્વલન લોભ.
પ્ર.૫૬૯ અનંતાનુબંધી કષાય કોને કહેવાય ?
ઉ.૫૬૯ જેનાથી વધારેમાં વધારે અનંત સંસારનો અનુબંધ પડે અર્થાત્ એક પાપના ઉદય કાળમાં એવા અનુબંધ પાડે કે જેનાથી જીવનો અનંત સંસાર વધે તે અનંતાનુબંધી કહેવાય છે.
પ્ર.૫૭૦ અપ્રત્યાખ્યાનીય કષાય કોને કહેવાય ?
ઉ.૫૭૦ જે કષાયના ઉદય કાળમાં જીવને જરા પણ પચ્ચક્ખાણ કરવા ન દે તે કષાય અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે.
પ્ર.૫૭૧ પ્રત્યાખ્યાનીય કષાય કોને કહેવાય ?
ઉ.૫૭૧ જે કષાયના ઉદય કાળમાં જીવને સંપૂર્ણ વિરતિનો પરિણામ પેદા ન થવા દે પણ કાંઇક આંશિક પરિણામ પેદા કરે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે.
પ્ર.૫૭૨ સંજ્વલન કષાય કોને કહેવાય ?
ઉ.૫૭૨ જે કષાયના ઉદયકાળમાં જીવને કાંઇક બાળે, વિરતિમાં અતિચાર લગાડે તે સંજ્વલન કપાય કહેવાય છે.
પ્ર.૫૭૩ ૬૪ પ્રકારના કષાયો કેવી રીતે થાય છે ?
ઉ.૫૭૩ જે સોળ પ્રકારના કષાયો છે, તે દરેકના અનંતાનુબંધો, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન રૂપે કરીએ તો ચોસઠ પ્રકાર થાય છે.
કષાયનો અપ્રશસ્ત આશ્રવ કઇ રીતે જાણી શકાય ?
પ્ર.૫૪
ઉ.૫૪ કોઇ પણ કપાય જો સંસાર ઉન્નતિના લક્ષ્ય બિંદુથી કરાતો હોય અથવા સંસારના સ્વાર્થના હેતુથી કપાયનો ઉપયોગ કરાતો હોય તો તે બધા અપ્રશસ્ત કષાય આશ્રવો ગણાય છે.
પ્ર.૫૭૫ પ્રશસ્તભાવે કષાયનો ઉપયોગ કઇ રીતે જાણી શકાય ?
ઉ.૫૭૫ નિઃસ્વાર્થ ભાવે આત્મિક ગુણ પેદા થાય એ હેતુથી તથા શાસનની ઉન્નતિના કારણે
Page 56 of 106