Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 55
________________ પ્ર.પપ૨ પાંચ ઇન્દ્રિયોના કુલ વિષયો કેટલા ? ઉ.૫પર પાંચ ઇન્દ્રિયોના કુલ વિષયો ૨૩ થયા. પ્ર.પપ૩ સચિત્ત શબ્દ કોને કહેવાય ? ઉ.૫૫૩ જીવ જ્યારે ગાન-તાન કરે, શબ્દ બોલે છે તે સચિત્ત શબ્દ કહેવાય અર્થાત જીવોના મુખમાંથી જે શબ્દો નીકળે છે તે સચિત્ત શબ્દ કહેવાય છે. પ્ર.૫૫૪ અચિત્ત શબ્દ કોને કહેવાય ? ઉ.૫૫૪ ફોનોગ્રાફ વગેરેનો જે અવાજ તે અચિત્ત શબ્દ કહેવાય અર્થાત અચેતન પદાર્થો પરસ્પર અથડાવાથી જે અવાજ થાય તે અચિત્ત શબ્દ કહેવાય. પ્ર.૫૫૫ મિશ્ર શબ્દ કોને કહેવાય ? ઉ.૫૫૫ જીવ અને અજીવના મિશ્રણથી જે અવાજ પેદા થાય તે મિશ્ર શબ્દ કહેવાય છે. પ્ર.પપ૬ રસનેન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.પપ૬ રસનેન્દ્રિયનાં જે પાંચ પ્રકારના વિષયો છે તે અનુકૂળ મલે તો તેના પ્રત્યે રાગ થાય તે પણ આશ્રવ છે અને જે પ્રતિકુળ વિષયો મલે તેના પ્રત્યે દ્વેષ થાય, તે પણ આશ્રવ કહેવાય છે. આ રસનેન્દ્રિય આશ્રવ કહેવાય છે. પ્ર.૫૫૭ ધ્રાણેન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.પપ૭ ધ્રાણેન્દ્રિયના જે વિષયો છે તે વિષયો પ્રત્યે જીવને જે રાગદ્વેષ થાય છે તે ધ્રાણેન્દ્રિય આશ્રવા કહેવાય છે. પ્ર.૫૫૮ ચરીન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૫૮ ચક્ષરીન્દ્રિયના જે વિષયો કહ્યા છે, તે વિષયો પ્રત્યે જીવ આકર્ષાય અથવા તેના પ્રત્યે દ્વેષ પરિણામ પેદા થાય તે ચક્ષરીન્દ્રિય આશ્રવ કહેવાય છે. પ્ર.૫૫૯ શ્રોબેન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૫૯ શ્રોસેન્દ્રિયના જે વિષયો છે તે વિષયો પ્રત્યે જીવને રાગાદિ પરિણામ પેદા થાય તે શ્રોસેન્દ્રિયના આશ્રવ કહેવાય છે. પ્ર.૫૬૦ પાંચે ઇન્દ્રિયનાં પ્રશસ્ત આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૬૦ પાંચે ઇન્દ્રિયોના ૨૩ વિષયો પ્રશસ્ત ભાવે સેવાય તે પ્રશસ્ત આશ્રવ કહેવાય અને તેનાથી શુભાશ્રવ થાય છે અને પુણ્યનો બંધ થાય છે. પ્રપ૬૧/૧ પાંચ ઇન્દ્રિયોના અપ્રશસ્ત આશ્રવ કોને કહેવાય છે ? ઉપ૧/૧ પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયોને અપ્રશસ્ત ભાવે સેવવામાં આવે તો તેને અપ્રશસ્ત આશ્રવ કહેવાય અને તેનાથી જીવને અશુભ આશ્રવ થાય છે અને પાપ કર્મનો બંધ થાય છે. પ્ર.૫૬૨ કષાય આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૬૨ કષ એટલે સંસાર અને આય એટલે લાભ, જેનાથી સંસારનો લાભ થાય તે કષાય આશ્રવ કહેવાય છે. પ્ર.૫૬૩ કષાય કેટલા પ્રકારના છે ? ઉ.૫૬૩ કષાયો ચાર પ્રકારના, સોળ પ્રકારના અને ચોસઠ પ્રકારના પણ થઇ શકે છે. પ્ર.૫૬૪ ક્રોધ કષાય કેટલા પ્રકારના છે ? Page 55 of 106

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106