________________
ઉ.૫૩૦ જે કર્મના ઉદયથી જીવની ગતિ ઊંટ અને ગધેડા સરખી અશુભ પ્રાપ્ત થાય તે અશુભ વિહાયો-ગતિ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૫૩૧ તિર્યંચાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ?
ઉ.૫૩૧ જે કર્મના ઉદયથી જીવને તિર્યંચમાં જવા માટે ખેંચીને લઇ જાય તે તિર્યંચ અનુપૂર્વી નામકર્મ કહેવાય છે.
પ્ર.૫૩૨ નરકાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ?
ઉ.૫૩૨ જે કર્મના ઉદયથી જીવને બળાત્કારે નરકગતિમાં લઇ જાય તે નરકાનુપૂર્વી નામકર્મ કહેવાય છે.
પ્ર.૫૩૩ ઉપઘાત નામકર્મ કોને કહેવાય ?
ઉ.૫૩૩ ઉપઘાત નામકર્મના ઉદયથી જીવ પોતાના શરીરમાં અવયવોથી જેમ કે રસોળી, પડજીવી અને ચોરદાંત વગેરેથી પીડાય તે ઉપઘાત નામકર્મ કહેવાય છે.
પ્ર.૫૩૪ સ્થાવર નામકર્મ કોને કહેવાય ?
ઉ.૫૩૪ જે કર્મના ઉદયથી જીવને અનુકૂળતાની ઇચ્છાથી અને પ્રતિકૂળતાથી પાછા હઠવાની ઇચ્છા હોવા છતાં અનુકૂળતા મેળવી ન શકે અને પ્રતિકૂળતા છોડી ન શકે તે સ્થાવર નામકર્મનો ઉદય કહેવાય
છે.
પ્ર.૫૩૫ સૂક્ષ્મ નામકર્મ કોને કહેવાય ?
ઉ.૫૩૫ જે કર્મના ઉદયથી જીવનું શરીર જે પ્રાપ્ત થાય છે, તે શરીર અસંખ્યાતા જીવો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી ન દેખી શકાય એવું પ્રાપ્ત થાય છે, તે સૂક્ષ્મ નામકર્મ કહેવાય છે.
પ્ર.૫૩૬ અપર્યાપ્ત નામ કર્મ કોને કહેવાય ?
ઉ.૫૩૬ જે કર્મના ઉદયથી જીવને જેટલી પર્યાપ્તિઓ કહેલી છે તે સઘળી પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, અવશ્ય અધુરી પર્યાપ્તિએ મરે તે અપર્યાપ્ત નામ કર્મ કહેવાય છે.
પ્ર.૫૩૭ સાધારણ નામકર્મ કોને કહેવાય ?
ઉ.૫૩૭ જે કર્મના ઉદયથી અનંતા જીવા વચ્ચે એક જ શરીર પ્રાપ્ત થાય તે સાધારણ નામકર્મ કહેવાય છે.
પ્ર.૫૩૮ અસ્થિર નામકર્મ કોને કહેવાય ?
ઉ.૫૩૮ જે કર્મના ઉદયથી જીવોના શરીરમાં જીભ, ચામડી વેગેર અવયવોમાં અસ્થિરપણું પ્રાપ્ત થાય તે અસ્થિર નામ કર્મ કહેવાય છે.
પ્ર.૫૩૯ અશુભ નામકર્મ કોને કહેવાય છે ?
ઉ.૫૩૯ - જે કર્મના ઉદયથી જીવના નાભિના નીચેના જે અવયવો છે તે અશુભ રૂપે મલે તે
અશુભ
નામકર્મ કહેવાય છે.
પ્ર.૫૪૦ દુર્ભાગ નામકર્મ કોને કહેવાય ?
ઉ.૫૪૦ જે કર્મના ઉદયથી જીવ બીજાને વ્હાલો ન લાગે તે દુર્ભગ નામકર્મનો ઉદય કહેવાય છે. પ્ર.૫૪૧ દુ:સ્વર નામકર્મનો ઉદય કોને કહેવાય ?
ઉ.૫૪૧ જે કર્મના ઉદયથી જીવનો સ્વર ખર જેવો ખરાબ મલે તે દુઃસ્વર નામકર્મનો ઉદય છે. પ્ર.૫૪૨ અનાદેય નામકર્મ કોને કહેવાય ?
Page 53 of 106