________________
પ્ર.૫૧૮ સેવાર્ત અથવા છેવટ્ઝ સંઘયણ કોને કહેવાય છે ?
ઉ.૫૧૮ જે કર્મના ઉદયથી જીવને હાડકાની મજબતાઇ એવી મલે કે એક બીજાને અડીને રહેલા હોય છે. તેને સેવા કરાવવામાં આવે તો સારી રીતે રહે, તેથી તે સેવાર્ય સંઘયણ કર્મ કહેવાય.
પ્ર.૫૧૯ ન્યગ્રોધ સંસ્થાન કર્મ કોને કહેવાય ?
ઉ.૫૧૯ જે કર્મના ઉદયથી જીવનો નાભિના ઉપરનો-શરીરનો ભાગ લક્ષણયુક્ત હોય અને નાભિના નીચેનો ભાગ લક્ષણ રહિત હોય તે વ્યગ્રોધ સંસ્થાન કર્મ કહેવાય છે.
પ્ર.૫૨૦ સાદિ સંસ્થાન કર્મ કોને કહેવાય ?
ઉ.૫૨૦ જે કર્મના ઉદયથી જીવનું શરીર નાભીથી નીચેના ભાગમાં શુભ લક્ષણવાળું હોય અને ઉપરનો ભાગ અપલક્ષણવાળો હોય તે સાદિ સંસ્થાન કર્મ કહેવાય છે.
પ્ર.૫૨૧ વામન સંસ્થાન કર્મ કોને કહેવાય ?
ઉ.પર૧ જે કર્મના ઉદયથી જીવનાં મસ્તક, ડોક, હાથ અને પગ એ સુલક્ષણવાળા હોય અને શેષ અવયવો અપલક્ષણવાળા હોય તે વામન સંસ્થાન કર્મ કહેવાય છે.
પ્ર.૫૨૨ મુજ સંસ્થાન કર્મ કોને કહેવાય ?
ઉ.૫૨૨ જે કર્મના ઉદયથી જીવનાં મસ્તક, ડોક, હાથ અને પગ અપલક્ષણવાળા હોય અને બાકીનાં અંગો સુલક્ષણવાળાં હોય તે કુજ સંસ્થાન કર્મ કહેવાય છે.
પ્ર.૫૨૩ હુંડક સંસ્થાન કોને કહેવાય ?
ઉ.૫૨૩ જે કર્મના ઉદયથી જીવના સર્વ અવયવો અને અંગો અપલક્ષણવાળા હોય તે હૂંડક સંસ્થાના કર્મ કહેવાય છે.
પ્ર.૧ર૪ અશુભ વર્ણો કેટલા છે ? કયા કયા ?
ઉ.૫૨૪ અશુભ વણા બે છે. કાળો વર્ણ અને લીલો વર્ણ. જે કર્મના ઉદયથી જીવનું શરીર કાળુ અને લીલું પ્રાપ્ત થાય તે અશુભ વર્ણવાળું કહેવાય.
પ્ર.૫૨૫ દુર્ગધ કર્મ શું કામ કરે છે ? ઉ.પ૨૫ જે કર્મના ઉદયથી જીવનું શરીર દુર્ગધવાળું પ્રાપ્ત થાય તે દુર્ગધ કર્મવાળા જીવો કહેવાય છે. પ્ર.૫૨૬ અશુભ રસ કેટલા પ્રકારના છે ? અને કયા કયા ? ઉ.૫૨૬ અશુભ રસ બે પ્રકારના છે. (૧) તીખો રસ, (૨) કડવો રસ. પ્ર.૫૨૭ અશુભ રસ કર્મ શું કાર્ય કરે છે ?
ઉ.૫૨૭ જે કર્મના ઉદયથી જીવનું શરીર રસમાં તીખું અને કડવું બનાવે, તે અશુભ રસવાળું કર્મ કહેવાય છે.
પ્ર.૫૨૮ અશુભ સ્પર્શ કેટલા છે ? કયા કયા ?
ઉ.૫૨૮ અશુભ સ્પર્શી ચાર છે તે આ પ્રમાણે છે. (૧) શીત સ્પર્શ, (૨) કર્કશ સ્પર્શ (ખરબચડો), (૩) રુક્ષ સ્પર્શ (લુખો) (૪) ગુરુ સ્પર્શ (ભારે સ્પર્શ).
પ્ર.૫૨૯ અશુભ સ્પર્શ કર્મ કોને કહેવાય?
ઉ.૫૨૯ જે કર્મના ઉદયથી જીવનું શરીર ઠંડા સ્પર્શવાળું, લુખા સ્પર્શવાળું અને ચામડી ભારે લાગે એવા સ્પર્શવાળું હોય છે તે અશુભ સ્પર્શ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે.
પ્ર.૫૩૦ અશુભ વિહાયો-ગતિ નામકર્મ કોને કહેવાય ?
Page 52 of 106