Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 51
________________ પ્ર.૫૦૭ તિર્યંચગતિ નામકર્મ કોને કહેવાય છે ? ઉ.૫૦૭ જે કર્મના ઉદયથી જીવને તિર્યચપણું પ્રાપ્ત કરાવે તે તિર્યંચગતિ નામકર્મ કહેવાય છે. પ્ર.૫૦૮ તિર્યંચાયુષ્ય પુણ્ય પ્રકૃતિ અને તિર્યંચગતિ પાપપ્રકૃતિ શા માટે કહેવાય છે ? ઉ.૫૦૮ તિર્યંચાયુષ્યના ઉદયથી જીવ તિર્યચપણાને પ્રાપ્ત કરે છે, પણ ત્યાં ઉત્પન્ન થયા પછી મરવાનું મન થતું નથી અર્થાત મરવાની ઇચ્છા ન થતી હોવાથી પુણ્ય પ્રકૃતિ કહેવાય છે, જ્યારે તિર્યંચને જોઇને તે ગતિમાં કોઇને જવાનું મન થતું ન હોવાથી તે ગતિ પાપકર્મમાં ગણાય છે. પ્ર.૫૦૯ એકેન્દ્રિય જાતિકર્મ કોને કહેવાય? ઉ.૫૦૯ જે કર્મના ઉદયથી જીવને ભાવથી પાંચ ઇન્દ્રિયનો ક્ષયોપશમ હોવા છતાં પણ પ્રધાનપણે દ્રવ્યથી એક સ્પર્શનઇન્દ્રિયનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તે એકેન્દ્રિય જાતિ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૦ બે ઇન્દ્રિય જાતિ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૦ જે કર્મના ઉદયથી જીવને પાંચ ઇન્દ્રિયનો ભાવથી ક્ષયોપશમ હોવા છતાં પણ પ્રધાનપણે દ્રવ્યથી સ્પર્શના અને રસના બેઇન્દ્રિયનો ક્ષયોપશમ પેદા થાય છે, તે બેઇન્દ્રિય જાતિ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૧ તે ઇન્દ્રિય જાતિ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૧ જે કર્મના ઉદયથી જીવને પાંચ ઇન્દ્રિયનો ભાવથી ક્ષયોપશમ હોવા છતાં પણ દ્રવ્યથી સ્પર્શના, રસના અને ધ્રાણ એ ત્રણ ઇન્દ્રિયનો ક્ષયોપશમ પેદા થાય છે, તે તે ઇન્દ્રિય જાતિ કર્મ કહેવાય. પ્ર.૫૧૨ ચઉરીન્દ્રિય જાતિ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૨ જે કર્મના ઉદયથી જીવને ભાવથી પાંચેય ઇન્દ્રિયનો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોવા છતાં પણ દ્રવ્યથી જીવને સ્પર્શના, રસના, ધ્રાણ અને ચક્ષ એ ચાર ઇન્દ્રિયોનો ક્ષયોપશમ પેદા થાય તે ચઉરીન્દ્રિય જાતિ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૩ કષભનારાચ સંઘયણ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૩ જે કર્મના ઉદયથી જીવને મર્કટબંધ અને તેના ઉપર પાટા સમાન સંઘયણ પેદા થાય છે. હાડકાની મજબૂતાઇ એવી પ્રાપ્ત થાય છે તેને ત્રટષભનારાચ સઘયણ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૪ કેટલાક આચાર્યો આ સંઘયણનું નામ શું કહે છે ? તેનો અર્થ શું થાય છે ? ઉ.૫૧૪ કેટલાક આચાર્યો આ સંઘયણને વજનારાચ સંઘયણ પણ કહે છે. તેનો અર્થ વજ એટલે ખીલો અને નારાચ એટલે મર્કટબંધ એટલે કે હાડકાની મજબૂતાઇ મર્કટબંધ સરખી અને તેમાં હાડકાનો. ખીલો હોય છે, તે વજનારાચ સંઘયણ કહેવાય છે. આ વાત દ્રવ્યલોકપ્રકાશમાં આવે છે. પ્ર.૫૧૫ નારાજ સંઘયણ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૫ જે કર્મના ઉદયથી જીવને હાડકાની મજબુતાઇ મર્કટ બંધ જેવી પ્રાપ્ત થાય તે નારાજ સંઘયણ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૬ અર્ધનારાચ સંઘયણ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૬ જે કર્મના ઉદયથી જીવને અડધો મર્કટબંધ હોય તેવી હાડકાની મજબૂતાઇ પ્રાપ્ત થાય તે અર્ધનારાજ સંઘયણ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૭ કીલીકા સંઘયણ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૭ જે કર્મના ઉદયથી જીવને હાડકાનાં સાંધાઓ ક્ત ખીલીથી દ્રઢ કરેલા હોય તે કીલીકા સંઘયણ કર્મ કહેવાય છે. Page 51 of 106

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106