Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 48
________________ ૩.૪૬૯ જે કર્મના ઉદયથી જીવને સંપૂર્ણ પદાર્થનું જે સામાન્ય જ્ઞાન થાય છે, તે ન થાય તેને કેવલદર્શનાવરણ કર્મ કહેવાય છે. પ્ર.૪૭૦ નિદ્રા કર્મ કોને કહેવાય ? ઉ.૪૦૦ જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નિદ્રાનો ઉદય પ્રાપ્ત થાય તે નિદ્રા કર્મ કહેવાય છે. પ્ર.૪૭૧ નિદ્રાનિદ્રા કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૧ જે કર્મના ઉદયથી ઊંઘ્યા પછી ઘણા ટાઇમે ઉઠી શકાય કોઇ બોલાવે તો પણ જલ્દી ઉઠાય નહિ તે નિદ્રાનિદ્રા કર્મ કહેવાય છે. પ્ર.૪૭૨ પ્રચલા કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૨ જે કર્મના ઉદયથી બેઠા બેઠા જીવને ઉંઘ આવે તે પ્રચલા કર્મ કહેવાય છે. પ્ર.૪૭૩ પ્રચલાપ્રચલા કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૩ જે કર્મના ઉદયથી જીવોને ઉભા ઉભા તથા ચાલતા ચાલતા ઉંઘ આવે તે પ્રચલાપ્રચલા કર્મ કહેવાય છે. પ્ર.૪૭૪ થીણદ્વી નિદ્રા કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૪ જે કર્મના ઉદયથી જીવે દિવસના ચિંતવેલું કાર્ય બાકી રહી ગયું હોય તો તે રાતના ઊંઘમાં જઇ કરી આવે, એ નિદ્રાના ઉદય કાળ વખતે જીવને ઘણું બળ પેદા થાય છે અને આ નિદ્રાના ઉદયવાળા જીવો મોટે ભાગે નરકગામી હોય છે, એટલે કે નરકમાં જવાવાળા જીવોને થીણદ્વી નિદ્રાકર્મ હોય છે. પ્ર.૪૭૫ અશાતા વેદનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૫ જે કર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ કરવો પડે તે અશાતા વેદનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૭૬ નીચગોત્ર કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૬ - જે કર્મના ઉદયથી જીવને નીચ જાતિ અને નીચ કુળમાં ઉત્પન્ન થવું પડે તે નીચગોત્ર કર્મ કહેવાય છે. પ્ર.૪99 નરકાયુષ્ય કર્મનો ઉદય શું કામ કરે છે ? ઉ.૪૭૭ જે કર્મના ઉદયથી જીવને અશુભ અને ભયંકર અશાતા વેદનીયનો ઉદય જેમાં ભોગવાવે, મરવાની ઇચ્છા થાય તો પણ મરવા ન દે તે નરકાયુષ્ય કર્મ કહેવાય છે. પ્ર.૪૭૮ મિથ્યાત્વ મોહનીય કર્મ કોને કહવાય ? ઉ.૪૭૮ જે કર્મના ઉદયથી જીવને આત્મિક ગુણો પેદા કરવાની બુદ્ધિ પેદા ન કરવા દે અને સંસારમાં રખડાવનારી બુદ્ધિ પેદા કરાવે તે મિથ્યાત્વ મોહનીય કર્મ કહેવાય છે. જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા તત્ત્વોમાંથી હેયમાં ઉપાદેય અને ઉપાદેયમાં હેય બુદ્ધિ કરાવે. પ્ર.૪૭૯ અનંતાનુબંધી ક્રોધ કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૯ જે કર્મના ઉદયથી જીવને ભયંકર કોટીનો ક્રોધ પેદા થાય, જેના કારણે સંસારમાં જીવ ભટકે છે. જે સંસારનો સંખ્યાત અસંખ્યાત-અનંત અનુબંધ પેદા કરાવે તે અનંતાનુબંધી ક્રોધ કર્મ કહેવાય છે. પ્ર.૪૮૦ અનંતાનુબંધી માનકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૦ જે માન કરવાથી, અભિમાન કરવાથી જીવોનો અનંત સંસાર વધે છે અને આનો ઉદય Page 48 of 106

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106