Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 46
________________ પ્ર.૪૫૦ બાકીના ચાર કર્મોમાં પાપતત્ત્વની કેટલી પ્રકૃતિઓ છે ? કઇ કઇ ? ઉ.૪૫૦ બાકીના ચાર કર્મોની ૩૭ પ્રકૃતિઓ થાય છે, તે આ પ્રમાણે છે. વેદનીય કર્મની-૧, ગોત્ર કર્મની-૧, આયુષ્ય કર્મની-૧, નામ કર્મની-૩૪. પ્ર.૪૫૧ નામકર્મના પાપ તત્ત્વમાં કેટલાં મુખ્ય ભેદ છે ? કયા કયા ? ઉ.૪૫૧ નામકર્મના પાપતત્ત્વમાં ત્રણ ભેદ છે. (૧) પિંડપ્રકૃતિ, (૨) પ્રત્યેક, (૩) સ્થાવર. પ્ર.૪પર નામકર્મની પાપતત્ત્વની ૩૪ પ્રકૃતિઓ છે, તે ત્રણ ભેદમાંથી કયા ભેદમાં કેટલી કેટલી છે ? ઉ.૪૫ર નામકર્મની પાપતત્ત્વની ૩૪ પ્રકૃતિમાંથી પિંડપ્રકૃતિના ભેદમાં 2વીશ પ્રકૃતિઓ હોય છે. પ્રત્યેક પ્રકૃતિના ભેદમાં એક, સ્થાવરના ભેદમાં દશ, એમ કુલ ૩૪ પ્રકૃતિઓ થાય છે. પ્ર.૪પ૩ જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકાર કયા કયા છે ? ઉ.૪પ૩ જ્ઞાનાવરણીયના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. (૧) મતિ જ્ઞાનાવરણીય, (૨) શ્રત જ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ, (૫) કેવલજ્ઞાનાવરણીય કર્મ. પ્ર.૪૫૪ દર્શનાવરણીય કર્મના નવ ભેદ કયા કયા છે ? ઉ.૪૫૪ દર્શનાવરણીય કર્મના નવ ભેદ આ પ્રમાણે છે. (૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુદર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા, (૭) પ્રચલા, (૮) પ્રચલ પ્રચલા અને (૯) થીણધ્ધી. પ્ર.૪૫૫ મોહનીય કર્મના ૨૬ ભેદ કયા કયા ? ઉ.૪૫૫ મોહનીય કર્મના ૨૬ ભેદ આ પ્રમાણે છે. (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) અનંતાનુબંધી ક્રોધ, (૩) અનંતાનુબંધી માન, (૪) અનંતાનુબંધી માયા, (૫) અનંતાનુબંધી લોભ, (૬) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, (૭) અપ્રત્યાખ્યાનીય માન, (૮) અપ્રત્યાખ્યાનીય માયા, (૯) અપ્રત્યાખ્યાનીય લોભ, (૧૦) પ્રત્યાખ્યાનીય ક્રોધ, (૧૧) પ્રત્યાખ્યાનીય માન, (૧૨) પ્રત્યાખ્યાનીય માયા, (૧૩) પ્રત્યાખ્યાનીય લોભ, (૧૪) સંજ્વલન ક્રોધ, (૧૫) સંજવલન માન, (૧૬) સંજ્વલન માયા, (૧૭) સંજ્વલન લોભ, (૧૮) હાસ્ય મોહનીય, (૧૯) રતિ મોહનીય, (૨૦) અરતિ મોહનીય, (૨૧) શોક મોહનીય, (૨૨) જુગુપ્સા મોહનીય, (૨૩) ભય મોહનીય, (૨૪) પુરૂષ વેદ, (૨૫) સ્ત્રીવેદ અને (ર૬) નપુંસકવેદ. આ ર૬ મોહનીય પ્રવૃતિઓ કહેવાય છે. પ્ર.૪પ૬ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓ કઇ કઇ છે ? ઉ.૪પ૬ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ આ પ્રમાણે છે. (૧) દાનાંતરાય કર્મ, (૨) લાભાન્તરાય કર્મ, (૩) ભોગાન્તરાય કર્મ, (૪) ઉપભોગાન્તરાય કર્મ અને (૫) વીર્યાન્તરાય કર્મ, પ્ર.૪૫૭ વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મનો એક એક ભેદ પાપ તત્ત્વનો કયો છે ? ઉ.૪૫૭ વેદનીયનો (૧) અશાતા વેદનીય કર્મ, ગોત્ર ૧ નીચ ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ ૧, નરક આયુષ્ય કર્મ. પ્ર.૪૫૮ નામકર્મની પાપત્ત્વની પિંડ પ્રકૃતિની ૨૩ પ્રકૃતિઓ કઇ કઇ છે? ઉ.૪૫૮ નામકર્મની પિંડ પ્રકૃતિની પાપતત્ત્વની ૨૩ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) નરકગતિ નામકર્મ, (૨) તિર્યંચગતિ, (૩) એકેન્દ્રિય જાતિ, (૪) બેઇન્દ્રિય જાતિ, (૫) તેઇન્દ્રિય જાતિ, (૬) Page 46 of 106

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106