________________
લેવાથી એટલે ચોરી કરવાથી, (૪) પાંચે ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરવાથી, (૫) પરિગ્રહ રાખવાથી, (૬) અપ્રશસ્ત ક્રોધ કરવાર્થી, (૭) અપ્રશસ્ત માન કરવાથી, (૮) અપ્રશસ્ત માયા કરવાર્થી, (૯) અપ્રશસ્ત લોભ કરવાથી, (૧૦) અપ્રશસ્ત રાગ કરવાથી, (૧૧) અપ્રશસ્ત દ્વેષ કરવાથી, (૧૨) અપ્રશસ્ત કલેશ કરવાથી, (૧૩) કોઇને ખોટું કલક આપવાથી, (૧૪) કોઇની ખરાબ વાત ઉઘાડી કરવાથી, (૧૫) હર્ષ-શોક કરવાથી, સુખમાં હર્ષ દુ:ખમાં શોક, (૧૬) નિંદા કરવાથી, (૧૩) કપટ રાખી જુઠ્ઠું બોલવાથી અને (૧૮) મિથ્યાત્વના આચરણથી પાપ તત્ત્વ બંધાય છે.
પ્ર.૪૪૧ અપ્રશસ્તભાવ કોને કહેવાય ?
ઉ.૪૪૧ ધન, કુટુંબ, પરિવાર ઇત્યાદિ ઉપર રાગ રાખવાથી અપ્રશસ્ત કહેવાય છે. અર્થાત્ સંસારના હેતુથી-સંસારના સુખની ઇચ્છાથી જે કાંઇ મનથી, વચનથી, કાયાથી ક્રિયા કરવામાં આવે તે અપ્રશસ્ત ભાવવાળી કહેવાય છે.
પ્ર.૪૪૨ પ્રશસ્ત ભાવ કોને કહેવાય ?
ઉ,૪૪૨ આત્મિક ગુણ પેદા કરવાની ઇરછાથી મન, વચન અને કાયાની જે પ્રવૃત્તિ કરવામાં આવે તે પ્રશસ્ત ભાવ કહેવાય છે.
પ્ર.૪૪૩ પ્રશસ્ત ક્રોધાદિ કોને કહેવાય
ઉ,૪૪૩ જે ધર્મ અને ધર્મના જે સાધનો તેનો નાશ કરનાર કોઇપણ જીવ હોય તેના પર ગુસ્સો ઇત્યાદિ કરો તે પ્રશસ્ત ક્રોધાદિ કહેવાય છે.
પ્ર.૪૪૪ અપ્રશસ્ત ક્રોધાદિ કોને કહેવાય ?
ઉં.૪૪૪ જે કોઇ પોતાના ઉપર દ્વેષ, રાખે, પોતાનો નાશ કરવા ઇરછે તેના ઉપર દ્વેષ કરો, કરો તે અપ્રશસ્ત ક્રોધાદિ કહેવાય છે.
ગુસ્સો
પ્ર.૪૪૫ પ્રશસ્ત રાગ કોને કહેવાય ?
ઉ.૪૪૫ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા પ્રમાણે દેવ, ગુરુ અને ધર્મ ઉપર તથા ધર્મનાં સાધનો ઉપર રાગ રાખવો તે પ્રશસ્ત રાગ કહેવાય છે.
પ્ર.૪૪૬ અપ્રશસ્ત રાગ કોને કહેવાય ?
ઉ.૪૪૬ સંસારની કોઇપણ ચીજ ઉપર રાગ રાખવો અને પાંચે ઇન્દ્રિયના અનુકૂળ વિષયો ઉપર રાગ રાખવો અને તે માટે દેવ-ગુરૂ-ધર્મની સેવા કરવી તે અપ્રશસ્ત રાગ કહેવાય,
પ્ર.૪૪૭ પાપતત્ત્વમાં આઠ કર્મોમાંથી કેટલા કર્માં આવે ? કયા કયા ?
ઉ૪૪૩ પાપતત્ત્વમાં આઠ કર્મોમાંથી ચાર કર્મો તો પાપતત્ત્વમાંજ આવે છે અને બાકીના ચાર કર્મોમાં પણ પાપતત્ત્વના ભેદ હોય છે.
પ્ર.૪૪૮ પાપતત્ત્વના ચાર કર્યાં છે તે કયા કયા ?
ઉ.૪૪૮ પાપતત્ત્વના ભેદમાં આ પ્રમાણે ચાર કર્મો આવે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) મોહનીય કર્મ અને (૪) અંતરાય કર્મ. આ ચાર કર્મી પાપતત્ત્વ રૂપ છે.
૫.૪૪૯ આ ચાર પાપતત્ત્વના કર્મીની ઉત્તર પ્રકૃતિઓ કયા કયા કર્મની કેટલી છે ?
ઉ,૪૪૯ આ ચાર પાપતત્ત્વનાં કર્મની પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મની ૫, (૨) દર્શનાવરણીય કર્મની ૯, (૩) મોહનીય કર્મની ૨૬ અને અંતરાય કર્મની ૫ એમ કુલ ૪૫ પ્રકૃતિઓ થાય
Page 45 of 106