Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 43
________________ નામકર્મનો ઉદય ગણાય છે, આ કર્મનો ઉદય સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવોને જ હોય છે. બીજાને ઉદય હોતો નથી. પ્ર.૪૨૨ ઉદ્યોત નામકર્મનો ઉદય કોને કહેવાય ? ઉ.૪૨૨ જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર શીત હોય અને શીત પ્રકાશ આપે તે ચંદ્ર-તારા વગેરે વિમાનોમાં રહેલા પૃથ્વીકાય જીવોનાં શરીરને ઉદ્યોત નામકર્મનો ઉદય ગણાય છે. ૫.૪૨૩ અગુરુ-લઘુ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૨૩ જે કર્મના ઉદયથી જીવનું શરીર અતિ ભારે પ્રાપ્ત ન થાય તેમ અતિ હલકું પણ ન થાય અર્થાત્ મધ્યમસર જોઇએ તેવું પ્રાપ્ત થાય, તે અગુરુ-લઘુ નામકર્મના ઉદયથી થાય છે. પ્ર.૪૨૪ જિન નામકર્મ કોને કહેવાય છે ? ઉ.૪૨૪ જે કર્મના ઉદયથી જીવને ત્રણ લોકને વિષે પૂજ્યપણું પ્રાપ્ત થાય તે. પ્ર.૪૨૫ નિર્માણ નામકર્મ કોને કહેવાય છે ? ઉ.૪૨૫ જે કર્મના ઉદયથી જીવનું શરીર જ્યાં જેવું જોઇએ તેવું જ ત્યાં ગોઠવાય એટલે અવયવો અંગો જ્યાં જોઇએ ત્યાં ગોઠવાય તે નિર્માણ નામકર્મ કહેવાય છ. પ્ર.૪૨૬ શુભ વિહાયોગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૨૬ જે કર્મના ઉદયથી જીવની ચાલ (ગતિ) હંસ અને બળદના જેવી મળતી હોય તે શુભ વિહાયોગતિ કહેવાય છે. પ્ર.૪૨૭ આનુપૂર્વી કોને કહેવાય ? ઉ.૪૨૭ વક્રગતિમાં જતાં જીવને જે ઠેકાણેથી વળવાનું આવે તે ઠેકાણે બળદને નાથની પેઠે વાળી આપે તેનું નામ આનુપૂર્વી કહેવાય છે. પ્ર.૪૨૮ મનુષ્યાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૨૮ જે કર્મના ઉદય વડે વક્રગતિએ જતો મનુષ્યગતિવાળો જીવ પોતાને જ્યાં ઉત્પન્ન થવું હોય બાજુ જે વાળે તે મનુષ્યાનુપુર્વી કહેવાય છે. ત્યાંજ તે પ્ર.૪૨૯ દેવાનુપૂર્વી કોને કહેવાય છે ? ઉ.૪૨૯ જે કર્મના ઉદયથી દેવપણામાં જ્યાં ઉત્પન્ન થવું હોય તે જ ક્ષેત્ર બાજુ લઇ જાય તે દેવાનુપૂર્વી કહેવાય છે. પ્ર.૪૩૦ ત્રસ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૦ જે કર્મના ઉદયથી જીવને ત્રસપણું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકે તેવી શક્તિ પ્રાપ્ત થાય તે ત્રસ નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૧ બાદર નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૧ જે નામકર્મના ઉદયથી જીવનું શરીર સ્થૂલ એટલે બાદર (મોઢું) મલે (પ્રાપ્ત) થાય તે બાદર નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૨ પર્યાપ્ત નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૨ જે નામકર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય સઘળી પર્યાપ્તિઓ પૂર્ણ કરે તે પર્યાપ્ત કહેવાય. પ્ર.૪૩૩ પ્રત્યેક નામકર્મ કોને કહેવાય છે ? ઉ.૪૩૩ જે નામકર્મના ઉદયથી જીવને એટલે કે એક જીવને એક શરીર પ્રાપ્ત થાય તે. Page 43 of 106

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106