Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 42
________________ મારી મજબૂત વળગી રહે છે. તેમ બે હાડકાનાં બે છેડા પરસ્પર એક બીજાને આંટી મારી મજબૂત રીતે વળગી રહે તે નારાય-મર્કટ બંધ કહેવાય છે. પ્ર.૪૧૩ આ સંઘયણની મજબૂતાઇ કેટલી અને કેવી થાય છે ? ઉ.૪૧૩ પહેલા સંઘયણવાળા જીવના હાડકાનાં જ્યાં સાંધા હોય તે સાંધાને, આવેલા બે હાડકાનાં બે છેડા એક બીજાને મર્કટ બન્ધ માફ્ટ ઉપર નીચે વીંટાઇ રહેલા હોય છે. અને એક હાડકાની ખીલી તે પાટા ઉપરથી ઠેઠ નીચે સુધી પાટો અને બે હાડકાના છેડાને ભેદીને ઉતરેલી હોય છે. જેથી આ સાંધો એવો મજબૂત થાય કે મોટી શીલાઓથી છ માસ સુધી કચડતા પણ તે હાડકાનાં સાંધા તૂટતા નથી, પણ માત્રા પીડા જ થાય છે. પ્ર.૪૧૪ સમચતુરસ્ત્ર સંસ્થાન કોને કહેવાય છે ? ઉ.૪૧૪ જે કર્મના ઉદયથી જીવની શરીરની આકૃતિ શાસ્ત્રોક્ત લક્ષણ યુક્ત પ્રાપ્ત થાય તેને સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે, ડાબા ઢીંચણથી જમણો ખભો-જમણા ઢીંચણથી ડાબો ખભો, જમણા ઢોંચણથી ડાબા ઢીંચણની લંબાઇ-પર્યકાસનના મધ્ય ભાગથી લલાટના ઉપરના ભાગ સુધીની લંબાઇ આ. ચારેય જેની એક સરખી હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન અને શાસ્ત્રોક્ત આકૃતિ વાળો જીવ કહેવાય છે. પ્ર.૪૧૫ શુભ વર્ણો કેટલા પ્રકારના છે ? કયાં ? ઉ.૪૧૫ શુભ વર્ણો ત્રણ છે. (૧) શ્વેત (સદ્દ) વર્ણ, (૨) રક્ત (લાલ) વર્ણ, (૩) પીત (પીળો) વર્ણ, જે કર્મના ઉદયથી જીવને શુભ વર્ણોવાળુ શરીર પ્રાપ્ત થાય તે શુભ નામ કર્મનો ઉદય કહેવાય છે. પ્ર.૪૧૬ શુભ ગંધનો ઉદય શું કામ કરે ? ઉ.૪૧૬ જે કર્મના ઉદયથી જીવનું શરીર સારી સુગંધવાળું થાય તે શુભ ગંધ કહેવાય છે, જેમાં મોગરો, ગુલાબ, કેવડો, વગેરે જીવનું શરીર. પ્ર.૪૧૭ શુભરસ કેટલા પ્રકારના છે ? કયા કયા ? અને તે શું કામ કરે છે ? ઉ.૪૧૭ ખાટો રસ, તૂરો રસ અને મધુર રસ આ ત્રણ રસ શુભ કહેવાય છે. જે કર્મના ઉદયથી જીવનું શરીર ખાટું-મીઠું અને તુરું હોય એટલે તેવા રસવાળું હોય તે શુભરસ કહેવાય છે. પ્ર.૪૧૮ શુભ સ્પર્શ કેટલા પ્રકારના છે ? કયા કયા ? અને તે શું કામ કરે છે ? ઉ.૪૧૮ શુભ સ્પર્શી ચાર પ્રકારનાં કહ્યાં છે. (૧) ઉષ્ણ (ગરમ) સ્પર્શ, (૨) મૃદુ કોમળ સ્પર્શ, (૩) સ્નિગ્ધ (ચીકણો) સ્પર્શ, (૪) લઘુ (હલકો) સ્પર્શ. આ ચાર શુભ સ્પર્શ છે. જે કર્મના ઉદયથી જીવનું શરીર ઉષ્ણ, કોમળ, સ્નિગ્ધ અને હલક પ્રાપ્ત થાય આ ચારમાંથી ગમે તેવું પ્રાપ્ત થાય તે શુભ સ્પર્શવાળું કહેવાય પ્ર.૪૧૯ પરાઘાત નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૧૯ પરાઘાત નામકર્મના ઉદયથી જીવની એવી પ્રભા પડે કે બીજો સામો જીવ બળવાન ગમે તેવો. હોય તો પણ તેને દેખતા જ લાચાર બની જાય. પ્ર.૪૨૦ ઉચ્છવાસ નામકર્મ એટલે શું ? ઉ.૪૨૦ ઉચ્છવાસ નામકર્મના ઉદયથી જીવ શ્વાસો-શ્વાસ લેવા મૂકવાની શક્તિવાળો થયા પછી તે લેવા મૂકવાની ક્રિયા કરનારો બને છે. પ્ર.૪૨૧ આતપ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૨૧ જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર શીત હોવા છતાં ઉષ્ણ પ્રકાશ આપે તે આતપ Page 42 of 106

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106