Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 41
________________ પ્ર.૪૦૦ દેવાયુષ્યથી જીવને શું થાય ? ઉ.૪૦૦ દેવાયુષ્યના ઉદયથી જીવને દેવપણામાં રહેલા સુખનો અનુભવ થાય છે. પ્ર.૪૦૧ મનુષ્યગતિ કર્મ શું કામ કરે છે ? ઉ.૪૦૧ મનુષ્યગતિ નામકર્મના ઉદયથી જીવને મનુષ્યપણાના સયોગો પ્રાપ્ત કરાવે છે. પ્ર.૪૦૨ દેવગતિ કર્મ શું કામ કરે છે ? ઉ.૪૦૨ દેવગતિ નામ કર્મનો ઉદય જીવને દેવગતિના બધા સંયોગો પ્રાપ્ત કરાવે છે. પ્ર.૪૦૩ પંચેન્દ્રિય જાતિ શું કામ કરે છે ? ઉ.૪૦૩ પંચેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય જીવને પાંચ ઇન્દ્રિયનો અનુભવ કરવાની શક્તિ પેદા કરાવવામાં સહાય કરે છે. પ્ર.૪૦૪ દારિક શરીર નામ કર્મ એટલે શું ? ઉ.૪૦૪ ઓદારિક શરીર નામકર્મના ઉદયથી જીવ દારિક વર્ગણાનાં પુગલોને લઇને દારિક રૂપે પરિણાવીને ઓદારિક શરીર પેદા કરે છે. પ્ર.૪૦૫ વૈક્રીય શરીર નામકર્મ એટલે શું? ઉ.૪૦૫ વેક્રીય શરીર નામકર્મના ઉદયથી જીવો વેક્રિય વર્ગણાનાં પુદગલોને લઇને વક્રીય રૂપે પરિણમાવીને વક્રીય શરીર બનાવે છે. પ્ર.૪૦૬ આહારક શરીર નામ કર્મનું કામ શું? આ શરીર કયા જીવોને હોય છે ? ઉ.૪૦૬ આહારક નામકર્મના ઉદયથી જીવ આહારક વર્ગણાના પુદગલો ગ્રહણ કરી આહારક શરીર બનાવે છે અને આ શરીરનો ઉદય લબ્ધિધારી ચૌદ પૂર્વી એવા મહાત્માઓને હોય છે. પ્ર.૪૦૭ તૈજસ શરીર નામ કર્મ એટલે શું ? ઉ.૪૦૭ તેજસ નામ કર્મના ઉદયથી જીવો તેજસ વર્ગણાનાં પુગલો ગ્રહણ કરીને તેજસ રૂપે પરિણામ પમાડે છે અને તેજસ શરીર બનાવે છે, આ શરીર આહાર પચાવવાનું કામ કરે છે. પ્ર.૪૦૮ કાર્પણ શરીર નામકર્મ એટલે શું? અને તેનું કાર્ય શું છે ? ઉ.૪૦૮ કાર્પણ શરીર નામકર્મના ઉદયથી જીવો કાર્પણ વર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને કાર્પણ રૂપ એટલે આઠ કર્મરૂપે પરિણામ પમાડે છે, તેને કામણ શરીર નામકર્મ કહેવાય છે. આ શરીર આઠે કર્મના સમુદાય રૂપે હોય છે. પ્ર.૪૦૯ અંગોપાંગ કોને કહેવાય છે ? ઉ.૪૦૯ બે હાથ, બે પગ, મસ્તક, પેટ, પીઠ અને હૃદય એ આઠ અંગ કહેવાય છે. આંગળીઓ. વગેરે ઉપાંગ કહેવાય છે અને રેખાઓ વગેરે અંગોપાંગ કહેવાય છે. પ્ર.૪૧૦ આ અંગોપાંગ કયા શરીરમાં હોય છે ? ઉ.૪૧૦ આ અંગોપાંગ પહેલા ત્રણ શરીરવાળા જીવોને હોય છે. બીજાને હોતા નથી. પ્ર.૪૧૧ સંઘયણ કોને કહેવાય ? ઉ.૪૧૧ શરીરમાં હાડકાંની મજબૂતાઇ થવી અથવા હાડકાંનો બાંધો તેને સંઘયણ કહેવાય અથવા હાડકાંની રચના વિશેષ થાય તે સંઘયણ. પ્ર.૪૧૨ વજનદષભ નારાજ સંઘયણ કોને કહેવાય ? ઉ.૪૧૨ વજ એટલે ખીલો બહષભ એટલે પાટો નારાચ એટલે વાંદરીનું બચ્ચું એમ માને હાથથી આંટા Page 41 of 106

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106