Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 39
________________ सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचिदि जाइ पणदेहा, $ તિતપુ વંગા, Wામ-સંઘથળ-સંવાળા 199ll વન્ન પડવDI-ગુરુભદુ, પરધા સારા ગાય વખોdi, सुभखगइ निमिण तस दस, सुर-नर-तिरिआउ तित्थयरं ।।१६।। तस बायर पज्जत्तं, पत्तेअं थिरं शुभं च सुभगं च सुस्सर आइज्ज जसं, तसाइ दसगं इमं होइ ||१७|| ભાવાર્થ :- શાતા વેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યદ્વિક, દેવદ્વિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, પહેલાં ત્રણ શરીરના નામના અંગો પાંગ, પહેલું સંઘયણ તથા પહેલું સંસ્થાન, વર્ણ ચતુષ્ક, અગુરૂ લઘુનામકર્મ, પરાઘાત, ઉરચ્છવાસ, આતપ, ઉધોત, શુભ વિહાયોગતિ, ત્રણ દશક, દેવ આયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને જિનનામકર્મ. ત્રસ દશક આ પ્રમાણે છે. બસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય અને યશ આ દશ પ્રકૃતિઓ ત્રસ દશક કહેવાય છે. આ રીતે પુણ્ય તત્વના ૪૨ ભેદ થાય છે. ||૧૫-૧૬-૧૭ની પ્ર.૩૮૧ પુણ્ય તત્વ કોને કહેવાય છે ? ઉ.૩૮૧ શુભ કર્મનો જે બંધ થાય અને તે બંધાયેલા શુભ કર્મનો ઉદય થાય અને ભોગવાય તે પુણ્ય તત્વ કહેવાય છે. પ્ર.૩૮૨ પુણ્ય તત્વ કેટલા પ્રકારે બંધાય છે ? ઉ.૩૮૨ પુણ્ય તત્વ બાંધવાના મુખ્ય નવ કારણો કહેલાં છે, તે આ પ્રમાણે. (૧) કોઇ સારા પાત્રમાં અન્ન આપવાથી, (૨) કોઇ સારા પાત્રને પાણી આપવાથી, (૩) કોઇ સારા પાત્રને રહેવા માટે સ્થાન આપવાથી, (૪) કોઇ સારા પાત્રને શયન એટલે સુવાનું સાધન આપવાથી, (૫) પાત્રને વસ્ત્રો, પાત્ર ઇત્યાદિ આપવાથી, (૬) દેવગુરૂ ધર્મની ભક્તિ કરવાથી, (૭) મનના શુભ સંકલ્પ-વિકલ્પ રૂપ વિચારો કરવાથી, (૮) વચનથી વાણી સારી બોલવાથી અને (૯) કાયાના શુભ વ્યાપારથી પુણ્યબંધ થાય છે. પ્ર.૩૮૩ પાત્ર કેટલા પ્રકારનાં છે ? કયા કયા ? ઉ.૩૮૩ પાત્ર ત્રણ પ્રકારના કહ્યાં છે, (૧) સુપાત્ર, (૨) પાત્ર, (૩) અનુકંપા પાત્ર. પ્ર.૩૮૪ સુપાત્ર કોને કહેવાય ? ઉ.૩૮૪ શ્રી તીર્થકર ભગવંતોથી માંડી મુનિ મહારાજ આદિ મહાપુરૂષો સુધીના બધા સુપાત્રમાં ગણાય છે. પ્ર.૩૮૫ પાત્ર કોને કહેવાય ? ઉ.૩૮૫ ધર્મી ગૃહસ્થો-સગૃહસ્થો આદિ બધા પાત્ર કહેવાય છે. પ્ર.૩૮૬ અનુકંપા પાત્ર કોને કહેવાય ? ઉ.૩૮૬ જે જીવો દીન, અનાથ, અપંગ વગેરે હોય તે બધા જીવો અનુકંપા પાત્રમાં ગણાય છે. પ્ર.૩૮૭ નવ પ્રકારના નિમિત્તોથી કેટલા પ્રકારે પૂણ્યબંધ થાય છે ? ઉ.૩૮૭ નવ પ્રકારના નિમિત્તોથી ૪૨ પ્રકારે પુણ્યબંધ થાય છે. પ્ર.૩૮૮ કર્મો કેટલા પ્રકારનાં છે ? કયા કયા ? ઉ.૩૮૮ કર્મો આઠ પ્રકારનાં છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મોહનીય કર્મ, (૫) આયુષ્ય કર્મ, (૬) નામ કર્મ, (૭) ગોત્ર કર્મ અને (૮) અંતરાય કર્મ. Page 39 of 106

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106