Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 44
________________ પ્ર.૪૩૪ સ્થિર નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૪ જે કર્મના ઉદયથી જીવને શરીરના દાંત, હાડકાં વગેરે અવયવોને સ્થિરતાની પ્રાપ્તિ થાય તે સ્થિર નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૫ શુભ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૫ જે નામકર્મના ઉદયથી જીવના નાભિના ઉપરના અવયવો શુભ ગણાય છે તે, શુભ નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૬ સુભગ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૬ જે નામકર્મના ઉદયથી કોઇનો પણ ઉપકાર કર્યા વિના પણ જીવ લોકને પ્રીતિ ઉપજાવનાર થાય તે સુભગ નામ કર્મ કહેવાય છે. પ્ર.૪૩૭ સુસ્વર નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૭ જે નામકર્મના ઉદયથી જીવનો કંઠ મધુર અને સ્વર (અવાજ) સારો નિકળે તેવો પ્રાપ્ત થાય તે સુસ્વર નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૮ આદેય નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૮ જે કર્મના ઉદયથી જીવનું ખોટું પણ વચન ગ્રાહ્ય થાય, લોક એવા વચન ઉપર બહ, આદરભાવ રાખે તે આદેય નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૯ યશ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૯ જે કર્મના ઉદયથી જગતમાં જીવ અવળા અને ખરાબ કામ કરે તો પણ તેની લોકમાં કીર્તિ જ થાય, તે યશ નામકર્મનો ઉદય કહેવાય. આ રીતે પુણ્ય તત્ત્વનું વર્ણન થયું. હવે પાપ તત્ત્વનું વર્ણન કરાય છે. બાઇicરાયાં , નવવી નીયરાય મિછd, थावर दस निरयतिगं, कसाय पणवीस तिरियदुगं ।।१८।। इगबिति चउजाइओ, कुखगइ उवघाय हुंति पावरस, अपसत्थवन्न-चठ, अपढम-संघयण-संठाणा ।।१९।। ભાવાર્થ :- જ્ઞાનાવરણીયની ૫, દશનાવરણીયની ૯, અંતરાયની ૫, નીચ ગોત્ર, અશાતા વેદનીય, મિથ્યાત્વ મોહનીય, સ્થાવર દશક નરકનિક, સોળ કષાય, નવનોકષાય, તિર્યચદ્વિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય જાતિ, અશુભ વિહાયોગતિ, ઉપઘાત, અશુભ વર્ણ ચતુષ્ક, પહેલા. સિવાયના પાંચ સંઘયણો અને પાંચ સંસ્થાનો આ ૮૨ પ્રકૃતિઓ પાડતત્ત્વની કહેવાય છે. थावर सुहुम अपज्जं, साहारण मथिर मसुभ दुभगाणि, ૬૨૨૨ [[$ool-નાં, થાવર ઢસડાં વિવM← Il૨૦ણી ર્થ :- સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુગ, અનાદેય, દુસ્વર અને અયશ નામકર્મ આ દશ પ્રકૃતિઓ સ્થાવર દશક કહેવાય છે. પ્ર.૪૪૦ પાપ તત્ત્વ કેટલા પ્રકારે ઉપાર્જન કરાય છે ? કયા કયા પ્રકાર છે ? ઉ.૪૪૦ પાપ તત્ત્વ ઉપાર્જન કરવાના ૧૮ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે(૧) જીવોની હિંસા કરવાથી, (૨) અસત્ય બોલવાથી, (૩) કોઇની પણ નાની ચીજ પૂછયા વિના લઇ Page 44 of 106

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106