________________
ઉ.૨૩૦ એકેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે છે અને ચોથી અધૂરી પર્યાતિએ મરણ પામે છે.
પ્ર.૨૩૧ બેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો કેટલી પર્યાદ્ધિઓ પૂર્ણ કરે અને કેટલી અધૂરી પર્યાપ્તિએ મરણ પામે છે ?
ઉ.૨૩૧ બેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે જ છે. ચોથી પર્યાપ્તિ અધુરીએ મરણ પણ પામી શકે છે તથા ચાર પર્યાપ્તિ પૂર્ણ કરીને પાંચમી અધુરી પર્યાતિએ અવશ્ય મરણ પામે ત લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ કહેવાય છે.
પ્ર.૨૩ર તેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ક્યારે કહી શકાય ?
ઉ.૨૩૨ તેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ ત્રણ પર્યાપ્તિ અથવા ચાર પર્યાપ્તિ પૂર્ણ કરી ચોથી. અથવા પાંચમી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્ત નેઇન્દ્રિય કહેવાય છે.
પ્ર.૨૩૩ ચઉરીન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ક્યારે મરણ પામે છે ?
ઉ.૨૩૩ ચઉરીન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાતિ પૂર્ણ કર્યા પછી ચોથી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે, અથવા ચાર પર્યાતિ પૂર્ણ કર્યા પછી પાંચમી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે.
પ્ર.૨૩૪ અન્ની પંચેન્દ્રિય જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય છે, તેઓ ક્યારે મરણ પામે છે ?
ઉ.૨૩૪ અન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ચોથી અધુરી પર્યાપ્તિએ મરણ પામી શકે છે, અથવા ચાર પર્યાતિ પૂર્ણ કર્યા પછી પાંચમી પર્યાપ્તિ અધુરી રાખીને મરણ પામે છે તે બધા અસન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા કહી શકાય.
પ્ર.૨૩૫ સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ક્યારે ક્યારે મરણ પામે છે ?
ઉ.૨૩૫ સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ચોથી પર્યાપ્તિ અધુરી રહે ત્યારે મરણ પામી શકે છે. ચાર પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા પછી પાંચમી ભાષા પર્યાપ્તિ અધુરી એ પણ મરણ પામી શકે છે તથા પહેલી પાંચ પર્યાતિઓ પૂર્ણ કર્યા પછી છઠ્ઠી મન:પર્યાપ્તિ અધુરીએ જે મરણ પામે છે તે અવશ્ય સન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવો કહી શકાય છે.
પ્ર.૨૩૬ બધાય જીવો ચોથી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે તે શી રીતે જાણી શકાય કે એકેન્દ્રિયાદિ છે ?
ઉ.૨૩૬ એકેન્દ્રિય જીવ હોય તે એક સાથે ચાર પર્યાપ્તિ શરૂ કરે બે ઇન્દ્રિયાદિ જીવો એક સાથે પાંચ પર્યાતિ શરુ કરે છે, જ્યારે સન્ની જીવો એક સાથે છ પર્યાપ્તિઓ શરૂ કરે છે, એટલે એકેન્દ્રિય ચોથી અધુરીએ મરે, બે ઇન્દ્રિયાદિ ચોથી અધુરીએ મરણ પામે, પાંચમી બાકી રહી જાય અને સન્ની જીવો ચોથી. અધુરીએ મરે ત્યારે પાંચમી છઠ્ઠી બાકી રહી જાય છે એમ જાણવું, માટે જાણી શકાય છે.
પ્ર.૨૩૭ કરણ અપર્યાપ્તામાં લબ્ધિ અપર્યાપ્તા ભેદ કઇ રીતે ઘટી શકે છે ?
ઉ.૨૩૭ કરણ અપર્યાપ્ત અવસ્થામાં કરણ એટલે ઇન્દ્રિય અર્થ લેતાં જે જીવો આહાર પર્યાપ્તિ પછી ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ તેમાં રહેલા હોય છે તેથી લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે, પરંતુ તે લબ્ધિ અપર્યાપ્ત અવશ્ય કરણ પર્યાપ્ત થઇને જ મરણ પામવાનો હોય છે.
પ્ર.૨૩૮ કરણ અપર્યાપ્તામાં લબ્ધિ પર્યાપ્ત ભેદ કઇ રીતે ઘટી શકે છે ?
ઉ.૨૩૮ કરણ અપર્યાપ્ત કાળ તે સર્વ સામાન્ય રીતીએ લબ્ધિ પર્યાપ્ત જીવોનો જ કાળ ગણાય છે કારણ કે ઉત્પત્તિ સમયથી જ જે જીવ પર્યાપ્ત થવાનો હોય છે તે જીવ લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. તે જીવને ત્યાં
Page 24 of 106