________________
છે.
પ્ર.૨૭૦ ધર્માસ્તિકાયના પ્રદેશો કેટલા કહેલા છે ?
ઉ.૨૭૦ ધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા કહેલા છે જે, નાનામાં નાનો અંશ જેનો કેવલી ભગવંતો બે ભાગ કલ્પી ન શકે, તેવા અંશોનો પ્રદેશ કહેવાય છે.
પ્ર.૨૭૧ અધર્માસ્તિકાયના સ્કંધો કેટલા પ્રમાણવાળા હોય છે ?
ઉ.૨૭૧ અધર્માસ્તિકાયનો સ્કંધ ચૌદ રાજલોક પ્રમાણવાળો હોય છે અને તે ચૌદ રાજલોકના આકારે જ રહેલો છે.
પ્ર.૨૭૨ અધર્માસ્તિકાયના દેશો કેટલા કેટલા પ્રમાણવાળા હોય છે ?
ઉ.૨૭૨ અધર્માસ્તિકાયના દેશ કલ્પીએ તો અસંખ્યાતા થાય છે અને તે એક પ્રદેશ ન્યૂન, બે પ્રદેશ ન્યૂન યાવત્ બે પ્રદેશ વાળો જે હોય તે બધા દેશો કહેવાય છે.
પ્ર.૨૭૩ અધર્માસ્તિકાયના પ્રદેશો કેટલા હોય છે ?
?
ઉ.૨૭૩ ધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા કહેલા છે, તેટલા જ પ્રદેશો અધર્માસ્તિકાયના છે. પ્ર.૨૭૪ આકાશાસ્તિકાયનો સ્કંધ કેટલા પ્રમાણવાળો હોય છે ? અને તેનો આકાર કેવો છે
ઉ.૨૭૪ આકાશાસ્તિકાયનો સ્કંધ લોક અને આલોક સંપૂર્ણ પ્રમાણવાળો છે, તેનો આકાર ગોળાકારે છે.
પ્ર.૨૭૫ આકાશાસ્તિકાયના દેશ કેટલા થાય છે ?
ઉ.૨૭૫ આકાશાસ્તિકાયના દેશ અનંતા થાય છે અને નાનામાં નાનો દેશ એ આકાશાસ્તિકાય રૂપ કલ્પીએ તે ગણાય છે.
પ્ર.૨૭૬ આકાશાસ્તિકાયના પ્રદેશો કેટલા કહેલા છે ?
ઉ.૨૭૬ આકાશાસ્તિકાયના પ્રદેશો અનંતા કહેલા છે.
પ્ર.૨૭૭ લોકાસ્તિકાયનો સ્કંધ કેટલા પ્રમાણવાળો હોય છે ?
ઉ.૨૭૭ લોકાસ્તિકાયનો સ્કંધ ચૌદ રાજલોક પ્રમાણ છે અને તેનો આકાર ચૌદ રાજલોકનો જે આકાર છે તે પ્રમાણે છે.
પ્ર.૨૭૮ લોકાસ્તિકાયના દેશ કેટલા થાય છે ?
ઉ.૨૭૮ લોકાસ્તિકાયના દેશો અસંખ્યાતા થાય છે, તે ધર્માસ્તિકાયના દેશો પ્રમાણે જાણવા.
પ્ર.૨૭૯ લોકાસ્તિકાયના પ્રદેશા કેટલા થાય છે ?
ઉ.૨૭૯ લોકાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા થાય છે.
પ્ર.૨૮૦ પુદ્ગલાસ્તિકાયના સ્કંધો કેટલા થાય છે ?
ઉ.૨૮૦ પુદ્ગલાસ્તિકાયના સ્કંધો અનંતા થાય છે અને તેમાં મોટામાં મોટો સ્કંધ ચૌદ રાજલોક પ્રમાણ અચિત્ત મહાકંધ થઇ શકે છે અને નાનામાં નાનો સ્કંધ એક પ્રદેશી પણ થઇ શકે છે.
પ્ર.૨૮૧ પુદ્ગલાસ્તિકાયના દેશો કેટલા છે ?
ઉ.૨૮૧ પુદ્ગલાસ્તિકાયના જેટલા સ્કંધો છે તેમાંનો જેટલો જેટલો ભાગ કલ્પીએ તે દેશ કહેવાય છે. તેવા દેશો પણ અનંતા થાય છે.
પ્ર.૨૮૨ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો કેટલા કહેલા છે ?
Page 28 of 106