Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 35
________________ ઉ.૩૪૦ ૮૪ લાખ વરસનું એક પૂર્વાંગ અને એક પૂર્વમાં ૮૪ લાખને ૮૪ લાખે ગુણીએ અને જેટલી રકમ આવે તેટલા વરસો થાય છે, એટલે કે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વરસો થાય છે. પ્ર.૩૪૧ કેટલા વરસોનું એક પલ્યોપમ અને કેટલા પલ્યોપમે એક સાગરોપમ થાય ? ઉ.૩૪૧ અસંખ્યાતા વરસોનું એક પલ્યોપમ થાય અને દશ કોટાકોટી પલ્યોપમનો જેટલો કાળ થાય ત્યારે એક સાગરોપમ કહેવાય છે. પ્ર.૩૪૨ એક ઉત્સરપીણી તથા એક અવસરપીણી કાળમાં કેટલા સાગરોપમ વરસ થાય ? ઉ.૩૪૨ એક ઉત્તરપીણી તથા અવસરપીણી બન્ને કાળમાં જુદા જુદા દશ કોટાકોટી સાગરોપમ જેટલો કાળ જાય છે. પ્ર.૩૪૩ એક પુદ્ગલ પરાવર્ત કાળમાં કેટલી ઉત્સરપીણી તથા અવસરપીણી થાય છે ? ઉ.૩૪૩ એક પુદ્ગલ પરાવર્ત કાળમાં અનંતી ઉત્સરપીણી તથા અવસરપીણી કાળ ગણાય છે. પ્ર.૩૪૪ કેટલા પુદ્ગલ પરાવર્ત કાળનો ભૂતકાળ તથા ભવિષ્યકાળ ગણાય છે ? ઉ.૩૪૫ અનંતા પુદ્ગલ પરાવર્ત કાળનો ભૂતકાળ છે તથા અનંતા પુદ્ગલ પરાવર્ત કાળનો ભવિષ્યકાળ ગણાય છે. પ્ર.૩૪૬ વર્તમાનકાળ કેટલા સમયનો છે ? તથા સંપૂર્ણ વ્યવહાર કાળ કોને ગણાય છે ? ઉ.૩૪૬ વર્તમાન કાળ એક સમયનો છે અને ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ ભેગો કરતાં સંપૂર્ણ વ્યવહાર કાળ થાય છે. છ દ્રવ્ય વિચાર परिणामी जीव मुत्तं, सपओसा एग खित्त किरिआय, ખિવ્યું હારળ હતા, સવ્વાયફ્ટર વેસે 19૪।। ભાવાર્થ :- પરિણામીપણું, જીવપણુ, રૂપીપણું, સપ્રદેશીપણું, એકપણું, ક્ષેત્રપણું, ક્રિયાપણ, નિત્યપણું, કારણપણું, કર્તાપણું, સર્વવ્યાપીપણું અને ઇતરમાં અપ્રવેશીપણું આ બધામાં છ દ્રવ્યનો વિચાર કરવો. પ્ર.૩૪૭ પરિણામીપણું કોને કહેવાય ? ઉ.૩૪૭ એક ક્રિયાથી અન્ય ક્રિયામાં અથવા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું, તેનું નામ પરિણામપણું કહેવાય છે. પ્ર.૩૪૮ છ દ્રવ્યમાંથી પરિણામી દ્રવ્યો કેટલા છે ? અને અપરિણામી દ્રવ્યો કેટલા છે ? કયા કયા ? ઉ.૩૪૮છ દ્રવ્યમાંથી જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય એમ બે દ્રવ્યો પરિણામી છે અને બાકીનાં ચાર દ્રવ્યો અપરિણામી છે. (૧) અધર્માસ્તિકાય દ્રવ્ય, (૨) ધર્માસ્તિકાય દ્રવ્ય, (૩) આકાશાસ્તિકાય દ્રવ્ય અને (૪) કાળ દ્રવ્ય. પ્ર.૩૪૯ - જીવ પરિણામ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૩૪૯ જીવ પરિણામ દસ પ્રકારે છે. (૧) ગતિ પરિણામ, (૨) ઇન્દ્રિય પરિણામ, (૩) કષાય પરિણામ, (૪) લેશ્યા પરિણામ, (૫) યોગ પરિણામ, (૬) ઉપયોગ પરિણામ, (૭) જ્ઞાન પરિણામ, (૮) દર્શન પરિણામ, (૯) ચારિત્ર પરિણામ, (૧૦) વેદ પરિણામ. દશ પરિણામવાળો જીવ છે. Page 35 of 106

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106