________________
જ જવાને મનુષ્ય કમળના સો પાંદડા ગોઠવીને અતિ તીક્ષ્ણ ભાલો લઇને ભેદે તો તરત જ સો પાંદડા ભેદી નાંખે છે, તેમાં એક પાંદડાથી બીજું પાંદડું ભેદોતાં અસંખ્યાતા સમય જાય છે, એવો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કાળ તે સમય કહેવાય છે.
પ્ર.૩૨૯ કેટલા સમયોની એક આવલિકા થાય છે ?
ઉ.૩૨૯ અતિ સૂક્ષ્મ જે સમય છે એવા અસંખ્યાતા સમયો ભેગા થાય તેટલા કાળને એક આવલિકા કહેવાય છે.
પ્ર.કેટલી આવલિકાઓનો એક ક્ષુલ્લક ભવ થાય છે ? ઉ.૩૩૦ ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લક ભવ થાય છે. પ્ર.૩૩૧ ક્ષુલ્લક ભવ કોને કહેવાય ?
ઉ.૩૩૧ લબ્ધિ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો જુવાન તંદુરસ્ત મનુષ્યોના શ્વાસોચ્છવાસની અંદર એટલે કે એક શ્વાસોચ્છવાસના જેટલા કાળમાં ૧૭ વારથી અધિક જન્મ-મરણ કર્યા કરે છે, તેવા એક જન્મ-મરણનો કાળ તેને ક્ષુલ્લક ભવ કહેવાય છે.
પ્ર.૩૩૨ એક શ્વાસોચ્છવાસમાં કેટલી આવલિકાઓ થાય છે ?
ઉ.૩૩૨ એક ભવમાં ૨૫૬ આવલિકાઓ થાય છે. અને એક શ્વાસોચ્છવાસમાં ૧૭ણા ભવો થાય છે, તે ૨૫૬ આવલિકાને ૧૭મા ભવે ગુણતાં ૪૪૪૬-૨૪૫૮-૩૦૭૩ આવલિકાઓ થાય છે.
પ્ર.૩૩૩ કેટલા પ્રાણનો એક સ્તોક થાય છે તથા કેટલા સ્ટોકનો એક લવ અને કેટલા લવની એક ઘડી થાય છે ?
ઉ.૩૩૩ સાત શ્વાસોચ્છવાસનો એક સ્તોક, ૭ સ્તોકનો એક લવ થાય છે અને ૩૮l લવની એક ઘડી થાય છે.
પ્ર.૩૩૪ કેટલી ઘડીએ એક મુહૂર્ત થાય ? અથવા એક મુહૂર્તમાં કેટલા લવ થાય છે ? ઉ.૩૩૪ ૨ ઘડીનું એક મુહૂર્ત કહેવાય છે અને મુહૂર્તમાં 99 લવ થાય છે. પ્ર.૩૩૫ જઘન્ય અંતર મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કેટલા કેટલા સમયનું છે ?
ઉ.૩૩૫ જઘન્ય અંતર મુહૂર્ત ૯ સમયનું ગણાય છે અને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત ૪૮ મિનિટમાં અથવા બે ઘડીમાં એક સમય ન્યૂન કાળને કહેવાય છે.
પ્ર.૩૩૬ એક મુહૂર્તમાં કેટલા ક્ષુલ્લક ભવો થાય છે ? ઉ.૩૩૬ એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવો થાય છે.
પ્ર.૩૩૭ કેટલા મુહૂર્તનો એક દિવસ થાય ? તથા કેટલા દિવસનો પક્ષ થાય ? કેટલા પક્ષે એક મહિનો થાય ?
ઉ.૩૩૦ ત્રીશ મુહૂર્તનો એક દિવસ થાય છે, પંદર દિવસનો એક પક્ષ થાય છે, બે પક્ષનો એક (માસ) મહિનો ગણાય છે.
પ્ર.૩૩૮ કેટલા મહિનાનું એક ઉતરાયણ તથા કેટલા મહિનાનું એક દક્ષિણાયન થાય છે ? ઉ.૩૩૮ છ મહિનાનું એક ઉત્તરાયણ અને છ મહિનાનું એક દક્ષિણાયન કહેવાય છે. પ્ર.૩૩૯ કેટલા અયનનું વરસ કહેવાય છે ? તથા કેટલા વરસનો યુગ કહેવાય છે? ઉ.૩૩૯ બે અયનનું એક વરસ અને પાંચ વરસનો એક યુગ ગણાય છે. પ્ર.૩૪૦ પૂર્વાંગમાં તથા પૂર્વમાં કેટલાં કેટલાં વરસો થાય ?
Page 34 of 106