________________
(૫) લાબુ. (૬) આ પાંચ પ્રકારના સંસ્થાનો છે.
- પ્ર.૩૦૧ જીવાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી અને સંસ્થાનથી કેવા કેવા અને કેટલા કેટલા પ્રમાણવાળા છે ?
ઉ.૩૦૧ જીવાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી અનંતા છે, ક્ષેત્રથી સમગ્ર લોક પ્રમાણ છે. કાળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણાદિ રહિત અરૂપી છે. ગુણથી જ્ઞાન-દર્શનાદિ ગુણ યુક્ત છે. સંસ્થાનથી શરીર તુલ્ય વિવિધ આકૃતિ રુપ છે.
પ્ર.૩૦૨ કાળ દ્રવ્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, ભાવથી અને સંસ્થાનથી કઇ કઇ આકૃતિવાળો છે ?
ઉ.૩૦૨ કાળ દ્રવ્ય દ્રવ્યથી અનંત છે, ક્ષેત્રથી અઢીદ્વીપ પ્રમાણ જ છે, કાળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણાદિ રહિત અરૂપી છે, અને ગુણથી વર્તનાદિ પર્યાય રૂપ છે અને સંસ્થાન કોઇ છે નહિં, સિધ્ધાંતમાં સંસ્થાન કહેલું નથી.
सद॑धयार उज्जोअ, पभा छाया तवेहि आ।
वण्ण गंध रसा फासा, पुग्गालाणं तु लक्खणं ।।११।। ભાવાર્થ - શબ્દ-અધંકાર-ઉધોત-પ્રભા-છાયા અને આતાપ વડે સહિત વર્ગો-ગંધો-રસો અને સ્પર્શી એ પુદ્ગલોનું જ લક્ષણ છે.
પ્ર.૩૦૩ પુદ્ગલોનું લક્ષણ શું કહેલું છે ?
ઉ.૩૦૩ પુદ્ગલોનું લક્ષણ આ પ્રમાણે છે. શબ્દ-અંધકાર-ઉધોત-પ્રભા-છાયા આતાપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. આ બધા પુદગલોનાં લક્ષણો કહ્યાં છે, એટલે કે આ બધા ગુણો પુદ્ગલોમાં રહેલાં છે.
પ્ર.૩૦૪ શબ્દ કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ.૩૦૪ શબ્દ ત્રણ પ્રકારના કહેલાં છે. (૧) સચિત્ત શબ્દ, (૨) અચિત્ત શબ્દ, (૩) મિશ્ર શબ્દ. પ્ર.૩૦૫ સચિત્ત શબ્દો શેનાથી ઉત્પન્ન થાય છે ?
ઉ.૩૦૫ સચિત્ત શબ્દ જીવથી ઉત્પન્ન થાય છે. જીવ મુખ વડે બોલે તે સચિત્ત શબ્દ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો જે બોલે છે, તે સચિત્ત શબ્દ છે.
પ્ર.૩૦૬ અચિત્ત શબ્દ શેનાથી ઉત્પન્ન થાય છે ? ઉ.૩૦૬ પથ્થર વગેરે પરસ્પર અથડાવવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે તે અચિત્ત શબ્દ કહેવાય છે. પ્ર.૩૦૭ મિશ્ર શબ્દો કોને કહેવાય છે ?
ઉ.૩૦૭ જીવના પ્રયત્ન વડે વાગતાં મૃદંગો, ભુંગળ આદિને વગાડાય છે, તેના જે શબ્દો તે મિશ્ર શબ્દ કહેવાય છે.
પ્ર.૩૦૮ શબ્દની ઉત્પત્તિ જૈન શાસન શેમાંથી માને છે ? શાથી ?
ઉ.૩૦૮ શબ્દની ઉત્પત્તિ જૈન દર્શનના મતે પુગલમાંથી જ થાય છે. કારણ કે શબ્દ પોતે જ પુદ્ગલા રૂપ છે.
પ્ર.૩૦૯ નેયાયિકો શબ્દની ઉત્પત્તિ શમાંથી માને છે ? ઉ.૩૦૯ નૈયાયિકો શબ્દને આકાશમાંથી ઉત્પન્ન થયેલા માને છે અને આકાશનો ગુણ કહે છે. પ્ર.૩૧૦ નૈયાયિકો શબ્દને આકાશમાંથી ઉત્પન્ન થયેલો માને છે ? તે કયા કારણે ખોટું છે ?
ઉ.૩૧૦ નૈયાયિકો માને છે તે વાત કદી સંગત થતી નથી, કારણ કે આકાશ પોતે અરૂપી છે અને શબ્દ પોતે રૂપી છે. અરૂપી ચીજોમાંથી કદી રૂપી ચીજો ઉત્પન્ન થાય નહિ, જ્યારે પૂગલ પોતે રૂપી છે અને
Page 31 of 106