________________
સમૂહના ખાલી કરનાર હોવાથી તે ચારિત્ર કહેવાય છે અથવા જેનાથી મોક્ષમાં જવાય તે ચારિત્ર કહેવાય છે.
પ્ર.૧૮૧ ચારિત્ર કેટલા પ્રકારે છે ? કયાં કયાં ? ઉ.૧૮૧ ચારિત્ર બે પ્રકારના કહેલા છે. (૧) દ્રવ્ય ચારિત્ર (૨) ભાવ ચારિત્ર. પ્ર.૧૮૨ દ્રવ્ય ચારિત્ર કોને કહેવાય ? ઉ.૧૮૨ વ્યવહારથી અશુભ ક્રિયાઓના ત્યાગ રૂપ જે ચારિત્ર હોય છે તે દ્રવ્ય ચારિત્ર. પ્ર.૧૮૩ ભાવ ચારિત્ર કોને કહેવાય ? ઉ.૧૮૩ હિંસાદિક અશુભ પરિણામોથી પાછા વું તે ભાવ ચારિત્ર કહેવાય. પ્ર.૧૮૪ દ્રવ્ય ચારિત્ર તથા ભાવ ચારિત્ર બંને કેટલા કેટલા પ્રકારના કહેલા છે ? કયા કયા ?
ઉ.૧૮૪ દ્રવ્ય ચારિત્ર તથા ભાવ ચારિત્ર બન્ને સાત પ્રકારના છે, તે આ પ્રમાણે. (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૫) અવિરતિ ચારિત્ર, (૬) યથાખ્યાત ચારિત્ર, (૭) દેશવિરતિ ચારિત્ર.
ચારિત્ર તે જીવનનું લક્ષણ શા કારણથી કહેવાય છે ? ઉ.૧૮૫ આ સાત પ્રકારના ચારિત્રના પરિણામ જીવ સિવાય બીજા કોઇમાં હોતા નથી, માટે ચારિત્ર એ જીવનું લક્ષણ કહેવાય છે. જ્યાં જ્યાં ચારિત્રનો પરિણામ આંશિક હોય ત્યાં ત્યાં જીવ હોય છે અને જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં ચારિત્રનો પરિણામ હોય છે.
પ્ર.૧૮૬ ચારિત્રનું પરિણામ શા કારણથી થાય છે ?
ઉ.૧૮૬ સામાન્ય રીતે ચારિત્રનું પરિણામ મોહનીય કર્મના ઉપશમથી, ક્ષયોપશમથી અને ક્ષયથી. પેદા થાય છે તથા મોહનીય કર્મના ઉદયથી પણ ચારિત્ર હોય છે.
પ્ર.૧૮૭ મોહનીય કર્મના ઉદયથી ચારિત્ર કેવી રીતે હોય છે ?
ઉ.૧૮૭ દરેક સંસારી જીવોને જે અવિરતિ રૂપ ચારિત્ર હોય છે, તે કષાયના ઉદયથી ચારિત્ર હોય છે, માટે મોહનીયના ઉદયથી ચારિત્ર એમ કહેવાય.
પ્ર.૧૮૮ તપ કોને કહેવાય ? ઉ.૧૮૮ આઠ પ્રકારના કર્મોને જે ખપાવે તે તપ કહેવાય છે. પ્ર.૧૮૯ તપ એ જીવનું લક્ષણ શા માટે ?
ઉ.૧૮૯ તપ એ વીર્યાન્તરાય કર્મોના ક્ષયોપશમથી જીવમાં જ તપની શક્તિ પેદા થાય છે પરંતુ તપની શક્તિ અજીવમાં જણાતી નથી, માટે જીવ સિવાય બીજામાં નહિ હોવાથી તે જીવનું જ લક્ષણ કહેવાય છે. જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં તપ હોય છે અને જ્યાં જ્યાં તપ હોય છે, ત્યાં ત્યાં જીવ હોય છે.
પ્ર.૧૯૦ વીર્ય કોને કહેવાય ? વીર્ય શબ્દનો અર્થ શું ? અને વીર્યના પર્યાયવાચી શબ્દો કયા કયા છે ?
ઉ.૧૯૦ વિશેષથી આત્માનો ઇરયતિ એટલે આત્માને તે ક્રિયાઓમાં પ્રવર્તાવે તેનું નામ વીર્ય કહેવાય છે. વીર્યના પર્યાયવાચી શબ્દો વીર્ય, યોગ, ઉત્સાહ, પરાક્રમ અને શક્તિ ઇત્યાદિ કહેવાય છે.
પ્ર.૧૯૧ વીર્ય કેટલા પ્રકારનું છે, કયા કયા ? ઉ.૧૯૧ વીર્ય બે પ્રકારનું છે, (૧) કરણ વીર્ય, (૨) લબ્ધિ વીર્ય. પ્ર.૧૯૨ કરણ વીર્ય કોને કહેવાય ?
Page 19 of 106