________________
ઉ.૧૭૨ સમ્યક્દ્રષ્ટિ જીવોની અપેક્ષાએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ એ જ્ઞાન કહેવાય છે, તથા સર્વવિરતિ જીવોની અપેક્ષાએ જો કાઇને ચાર જ્ઞાન હોય તો તે ચોથું મન:પર્યવજ્ઞાન કહેવાય છે, અને ચાર ઘાતીકર્મ નાશ થવાથી કેવલજ્ઞાન થાય છે, માટે સમકીતી જીવોની અપેક્ષાએ જ્ઞાન એ જ્ઞાન કહેવાય છે તથા મિથ્યાદ્રષ્ટિ જીવોની અપેક્ષાએ જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે, તેથી મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિભંગ જ્ઞાન એ ત્રણ અજ્ઞાન કહેવાય છે.
પ્ર.૧૭૩ જ્ઞાન ગુણ એ જીવનું જ લક્ષણ કેમ કહેવાય છે ?
ઉ.૧૭૩ જ્યાં જ્યાં જ્ઞાન હોય છે ત્યાં ત્યાં જીવ હોય છે, પણ જીવથી ભિન્ન પદાર્થોમાં જ્ઞાન હોતું નથી માટે જ્ઞાન એ જીવોનો જ ગુણ અને લક્ષણ કહેવાય છે.
પ્ર.૧૭૪ દર્શન કોને કહેવાય છે ?
૩.૧૭૪ જેના વડે વસ્તુ સામાન્ય રૂપે જણાય તે દર્શન કહેવાય છે. કહ્યું છે કે ‘દ્રશ્ય તે વસ્તુ અનેન સામાન્ય રુપેણ ઇતિ દર્શનમ્’
પ્ર.૧૭૫ દર્શન કેટલા પ્રકારે છે ? કયા કયા ?
ઉ.૧૭૫ દર્શન ચાર પ્રકારે છે તે આ પ્રમાણે- (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવલદર્શન.
પ્ર.૧૭૬ દર્શન એ જીવનું લક્ષણ શા કારણથી કહેવાય છે ?
ઉ.૧૭૬ ઉપર કહેલા ચારે પ્રકારના દર્શનમાંથી કોઇ પણ એક અથવા અધિક દર્શનહીન અથવા અધિક પ્રમાણમાં દરેક જીવોને હોય છે અને તે દર્શન ગુણ પણ જીવને જ હોય છે. જીવ સિવાય બીજા પદાર્થોમાં હોતો નથી માટે કહેવાય છે કે જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં દર્શન હોય છે અને જ્યાં જ્યાં દર્શન હોય છે ત્યાં ત્યાં જીવ હોય છે.
પ્ર.૧૭૭ જ્ઞાન ઉપયોગ તથા દર્શન-ગુણ જીવને શા કારણથી હોય છે ?
ઉ.૧૭૭ જ્ઞાન ગુણ જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી તથા ક્ષયથી પેદા થાય છે તથા દર્શન ગુણ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી તથા ક્ષયથી જીવને પેદા થાય છે. આ બંને કર્મનો ક્ષયોપશમ સદા કાળ જીવને સામાન્યપણે પણ રહેલો જ હોય છે.
પ્ર.૧૭૮ છદ્મસ્થ જીવોને જ્ઞાન ઉપયોગ તથા દર્શન ઉપયોગ કેટલા કાળ સુધી રહે છે ? અને કેવલી ભગવંતને કેટલા કાળ સુધી રહે છે ?
ઉ.૧૭૮ છદ્મસ્થ જીવોને પહેલા દર્શન ઉપયોગ હોય છે, તે એક અંતમુહૂર્ત રહે છે, પછી જ્ઞાન ઉપયોગ પેદા થાય છે, તે પણ એક અંતમુહૂર્ત રહે છે. એમ અંતમુહૂર્ત અંતમુહૂર્ત પરાવર્તમાન રહે છે. જ્યારે કેવલી ભગવંતને એક સમયે જ્ઞાન અને એક સમયે દર્શનનો ઉપયોગ ચાલુ રહે છે.
પ્ર.૧૭૯ જ્ઞાન, દર્શન અને ઉપયોગ એ ત્રણેની વ્યાખ્યા કઇ રીતે કરી શકાય ?
ઉ.૧૭૯ વસ્તુમાં રહેલા વિશેષ ધર્મોને જાણવાની આત્મામાં રહેલી શક્તિ તે જ્ઞાન કહેવાય છે. વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાની આત્મામાં રહેલી જે શક્તિ તે દર્શન કહેવાય છે.
જ્ઞાન અને દર્શન બંને શક્તિઓનો વપરાશ કરવો તે ઉપયોગ કહેવાય છે એટલે કે જ્ઞાન શક્તિના વપરાશથી જ્ઞાન ઉપયોગ તથા દર્શન શક્તિના વપરાશથી દર્શન ઉપયોગ કહેવાય છે.
પ્ર.૧૮૦ ચારિત્ર કોને કહેવાય ?
ઉ.૧૮૦ જેના વડે અનિર્દિત આચરણ થાય તે ચારિત્ર કહેવાય છે. અથવા આઠ પ્રકારના કર્મના
Page 18 of 106