________________
ક્યાં રહેલા હોય છે ?
ઉ.૧૫૫ બાદર નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર બાદર હોય છે. અસંખ્યાતા જીવો ભેગા થાય ત્યારે ચર્મચક્ષુથી જાણી શકાય તેવા હોય છે, તે જીવો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય તથા પ્રત્યેક વનસ્તપિકાય રૂપે રહેલા હોય છે, તે જીવો લોકના (ચૌદ રાજલોકના) અસંખ્યાતમા ભાગમાં રહેલા હોય છે, સર્વત્ર રહેલા હોતા નથી.
પ્ર.૧૫૬ બાદર એકેન્દ્રિય જીવોની હિંસા કઇ રીતે થઇ શકે છે ?
ઉ.૧૫૬ બાદર એકેન્દ્રિય જીવો શસ્ત્રોથી છેદાય છે તથા અગ્નિથી બળે છે. પાણીથી ભીંજાય છે, ઇત્યાદિ અનેક પ્રકારે તથા મનુષ્યો અને તિર્યંચના ઉપભોગમાં આવે છે, ત્યારે પણ હિંસા થાય છે ઇત્યાદિ અનેક પ્રકારે બાદર એકેન્દ્રિય જીવોની હિંસા થઇ શકે છે.
પ્ર.૧૫૭ એકેન્દ્રિય જીવોને પાંચ ઇન્દ્રિયમાંથી કેટલી ઇન્દ્રિયો હોય છે ? કઇ કઇ ?
ઉ.૧૫૭ એકેન્દ્રિય જીવોને લબ્ધિથી (ભાવથી) પાંચે પાંચ ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ હોય છે, પરંતુ દ્રવ્યથી એક જ ઇન્દ્રિયનો ક્ષયોપશમ ભાવ રહેલો હોય છે અને તે માત્ર સ્પર્શેન્દ્રિયને જ હોય છે માટે એકેન્દ્રિય કહેવાય છે.
પ્ર.૧૫૮ બે ઇન્દ્રિય જીવોને કેટલી ઇન્દ્રિયો હોય છે ? અને તેઓ ક્યા કયા પ્રકારે છે ? તથા ક્યાં ક્યાં રહેલા છે ?
ઉ.૧૫૮ એ બે ઇન્દ્રિય જીવોને બે ઇન્દ્રિયો હોય છે. સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય. તે જીવો શંખ, કોડા, જળો, અળસીયા, પોરા કૃમિ વગેરે અનેક પ્રકારના હોય છે તથા તેઓ તિતિલોકમાં રહેલા હોય છે. મેરુપર્વતની સમતુલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઉપર રહેલી વાવડીઓમાં તથા નીચે ૯૦૦ યોજન જળાશયોમાં તેઓ તિતિ અસંખ્યાતા લોકમાં ઉત્પન્ન થાય છે અને મરે છે.
પ્ર.૧૫૯ તેઇન્દ્રયિ જીવો કયા કયા હોય છે ? તેઓને કેટલી ઇન્દ્રિયો હોય છે ? તથા તેઓ ક્યાં ક્યાં રહેલાં હોય છે ?
ઉ.૧૫૯ ગધઇયા, ધનેરીયા, ઇયળ, માંકડ, જૂ, કુંથુઆ, મકોડા, ધીમેલ વગેરે અનેક પ્રકારના તેઇન્દ્રિય જીવો હોય છે. તેઓને સ્પર્શના-રસના તથા ધ્રાણેન્દ્રિય એમ ત્રણ ઇન્દ્રિયો હોય છે. તેઓ તિતિલોકના વિષે ઉંચાઇમાં ૯૦૦ યોજનમાં તથા નીચે ૯૦૦ યોજનમાં અને તિર્છા અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને વિષે ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે.
પ્ર.૧૬૦ ચઉરીન્દ્રિય જીવો કયા કયા હોય છે ? કઇ કઇ ઇન્દ્રિયો હોય છે ? તથા ક્યાં ક્યાં રહેલા હોય છે ?
ઉ.૧૬૦ ભમરાઓ, વીંછીઓ, બગઇઓ, કરોળીઆ, કંસારી, તીડ, ખડમાંકડી વગેરે ચઉરીન્દ્રિય જીવો કહેવાય છે, તેઓને સ્પર્શના, રસના, ઘ્રાણ તથા ચક્ષુઇન્દ્રિય એમ ચાર ઇન્દ્રિયો હોય છે. તેઓ તિર્કાલોકમાં રહેલા હોય છે.
પ્ર.૧૬૧ અસન્ની પંચેન્દ્રિય જીવો કોને કહેવાય છે ?
ઉ.૧૬૧ જેઓ માતા-પિતાના સંયોગ વિના જળ માટી આદિ સામગ્રીથી એકાએક ઉત્પન્ન થનારા જે જીવો હોય છે, તે અસન્ની પંચેન્દ્રિય જીવો કહેવાય છે.
પ્ર.૧૬૨ સમુચ્છિમ પંચેન્દ્રિય કોને કહેવાય ?
ઉ.૧૬૨ તથાપ્રકારના વિશિષ્ટ મનોવિજ્ઞાન રહિત હોવાથી સમુચ્છિમ પંચેન્દ્રિય કહેવાય, જેઓને
Page 16 of 106