Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 15
________________ ઉ.૧૪૭ અપકાય જીવો સ્થાવર છે, એકેન્દ્રિય છે, નપુંસક વેદી છે, તિર્યંચ ગતિવાળા છે, અપકાય પ્ર.૧૪૮ તેઉકાય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૮ તેઉકાય જીવો સ્થાવર છે. નપુંસક વેદી છે, તિર્યંચ ગતિવાળા છે, એકેન્દ્રિય છે, તેઉકાયવાળા છે. છે. પ્ર.૧૪૯ વાઉકાય જીવો કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૯ વાઉકાય જીવો સ્થાવર, નપુંસક વેદી, તિર્યંચ ગતિ, એકેન્દ્રિય તથા વાઉકાય આટલા ભેદોવાળા હોય છે. પ્ર.૧૫૦ વનસ્પતિકાય જીવો ક્યા ક્યા ભેદોમાં આવેલા છે ? ઉ.૧૫૦ વનસ્પતિકાય જીવો સ્થાવર નપુંસક વેદ-તિર્યંચ ગતિ, એકેન્દ્રિય તથા વનસ્પતિકાયવાળા ગણાય છે. પ્ર.૧૫૧ ત્રસકાય જીવો કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૫૧ ત્રસકાય જીવો ત્રસ છે, ત્રણ વેદવાળા છે, ચાર ગતિવાળા છે, પંચેન્દ્રિય છે તથા ત્રસકાયવાળા છે. अगिंदिय सुहु मियरा, सन्नियर पणिदिया य सबिति चउ, અપનત્તા ૫ત્નત્તા, મેળ વડા નિયઠ્ઠાળા ||૪|| ભાવાર્થ :- એકેન્દ્રિય સૂક્ષ્મ-બાદર, પંચેન્દ્રિય, સન્ની અને અસન્ની તથા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરીન્દ્રિય એ સાત અપર્યાપ્ત અને સાત પર્યાપ્ત એમ ચૌદ જીવ સ્થાનકો જીવના ભેદો થાય છે. પ્ર.૧૫૨ જીવના ભેદ કેટલા છે ? કયા કયા ? ઉ.૧૫૨ જીવના ચૌદ ભેદ કહેલા છે, તે આ પ્રમાણે છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો, (૨) સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય જીવો, (૩) બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો, (૪) બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવો, (૫) બેઇન્દ્રિય અપર્યાપ્ત જીવો, (૬) બેઇન્દ્રિય પર્યાપ્ત જીવો, (૭) તેઇન્દ્રિય અપર્યાપ્ત જીવો, (૮) તેઇન્દ્રિય પર્યાપ્ત જીવો, (૯) ચઉરીન્દ્રિય અપર્યાપ્ત જીવો, (૧૦) ચઉરીન્દ્રિય પર્યાપ્ત જીવો, (૧૧) અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવો, (૧૨) અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો, (૧૩) સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવો અને (૧૪) સન્ની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો. આ પ્રમાણે ચૌદ જીવના સ્થાનો કહેવાય છે. પ્ર.૧૫૩ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો કોને કહેવાય ? અને તે કેવા પ્રકારના જીવો હોય છે ? તથા તેઓ ક્યાં રહેલા છે ? ઉ.૧૫૩ જેઓ ઘણા ભેગા થવા છતાં પણ ચર્મચક્ષુથી જોઇ શકતા નથી. સૂક્ષ્મ નામકર્મના ઉદયથી તેઓનું શરીર બહુ સૂક્ષ્મ હોય છે, એવા જીવો પૃથ્વીકાયપણાએ, અપકાયપણાએ, તેઉકાયપણાએ, વાયુકાયપણાએ તથા સાધારણ વનસ્પતિકાયપણાએ હોય છે. તેઓ ચૌદ રાજલોકમાં સર્વત્ર જગ્યાએ રહેલા હોય છે. પ્ર.૧૫૪ એ સૂક્ષ્મ જીવોની હિંસા કઇ રીતે થઇ શકે ? ઉ.૧૫૪ એ સૂક્ષ્મ જીવો અગ્નિથી બળતા નથી, પાણીથી ભીંજાતા નથી, કોઇ પણ શસ્ત્રથી ભેદાતા નથી, છતાં પણ તેઓની હિંસા મનના સંકલ્પ માત્રથી થઇ શકે છે. વચન તથા કાયાથી થઇ શકતી નથી. પ્ર.૧૫૫ બાદર એકેન્દ્રિય જીવો કોને કહેવાય છે ? તે કયા કયા પ્રકારના હોય છે ? તથા Page 15 of 106

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106