________________
પાપ-૮૨, આશ્રવ-૪૫, સંવર-૫૭, નિર્જરા-૧૨, બંધ-૪ અને મોક્ષના ૯ સર્વ મળી ર૭૬ ઉત્તર ભેદો થાય છે.
પ્ર.૯૩ નવ તત્ત્વના ઉત્તર ભેદો ૨૭૬ છે, તેમાં હેયના ભેદો કેટલા છે ?
ઉ.૯૩ નવ તત્ત્વના ઉત્તર ભેદો ર૭૬માં એકસોને સીત્તેર (૧૦૦) ભેદ હેયના થાય છે. પુણ્ય તત્ત્વના ૪૨ ભેદ, પાપ તત્ત્વના ૮૨ ભેદ, આશ્રવ તત્ત્વના ૪૨ ભેદ તથા બંધ તત્ત્વના-૪ ભેદ એમ કુલ ૧૭૦ ભેદ હેયના થાય છે.
પ્ર.૯૪ નવ તત્ત્વના ઉત્તર ભેદો ૨૭૬ છે, તેમાં ઉપાદેયના કેટલા ભેદો થાય છે ?
ઉ.૯૪ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં ઉપાદેયના-૭૮ ભેદો છે. સંવર તત્ત્વના-પ૭, નિર્જરા તત્ત્વના-૧૨, મોક્ષ તત્ત્વના ૯ ભેદ, કુલ ઉપાદેયના-૭૮ ભેદ થાય છે.
પ્ર.૯૫ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં ડ્રેય તત્ત્વોના કેટલા ભેદો થાય છે ?
ઉ.૫ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં ૨૮ તત્ત્વો ડ્રેય તત્ત્વના થાય છે. જીવ તત્ત્વના-૧૪ તથા અજીવા તત્ત્વના-૧૪ ભેદ મળી કુલ શેયના ૨૮ થાય છે.
પ્ર.૯૬ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં જીવના ભેદો કેટલા થાય છે ?
ઉ.૯૬ નવતત્ત્વના ૨૭૬ ભેદોમાં જીવના ૯૨ ભેદો થાય છે, તે આ પ્રમાણે-જીવતત્ત્વના ૧૪ ભેદ જીવા રૂપ છે, સંવર તત્ત્વના પ૭ ભેદ જીવરૂપ છે. નિર્જરા તત્ત્વનાં ૧૨ ભેદ જીવરૂપ છે, મોક્ષ તત્ત્વના ૯ ભેદ જીવરૂપ. છે, કુલ જીવરૂપ ભેદો ૯૨ થાય છે.
પ્ર.૯૭ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં અજીવરૂપ કેટલા ભેદો થાય છે ? અને કયા કયા ?
ઉ.૯૭ નવ તત્વના ૨૭૬ ભેદોમાં ૧૮૪ ભેદો અજીવ રૂપ છે, તે આ પ્રમાણે-અજીવ તત્વના ૧૪, પુણ્યતત્ત્વના ૪૨ ભેદ, પાપ તત્ત્વના ૮૨ ભેદ આશ્રવ તત્ત્વના ૪૨ ભેદ, બંધ તત્ત્વના ૪ ભેદ, એમ કુલા અજીવ રૂપ ૧૮૪ ભેદો છે.
પ્ર.૯૮ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં અરૂપીના કેટલા ભેદો થાય છે ? કયા કયા ? | ઉ.૯૮ અરૂપીના ૧૦૨ ભેદો થાય છે. જીવ તત્ત્વના ૧૪, અજીવતત્ત્વના ૧૦, સંવર તત્ત્વના પ૭, નિર્જરા તત્ત્વના ૧૨ ભેદો, મોક્ષ તત્ત્વના ૯ ભેદો એમ કુલ અરૂપી ૧૦૨ ભેદો થાય છે.
પ્ર.૯૯ ૨૭૬ ભેદોમાં રૂપીના કેટલા ભેદો થાય છે ? અને કયા કયા ?
ઉ.૯૯ ૨૭૬ ભેદોમાં રૂપીના ૧૭૪ ભેદો થાય છે, તે આ પ્રમાણે-અજીવતત્ત્વના-૪, પુણ્ય તત્ત્વના ૪૨, પાપ તત્ત્વના ૮૨, આશ્રવ તત્ત્વના ૪૨, બંધ તત્ત્વના ૪, એમ કુલ ૧૭૪ રૂપીના ભેદો થાય છે.
પ્ર.૧૦૦ જીવરૂપ જે ૯૨ ભેદો છે, તેમાં હેય, શેય અને ઉપાદેયના કેટલા કેટલા ભેદો છે ?
ઉ.૧૦૦ જીવના ૯૨ ભેદો છે, તેમાં શેય તત્ત્વના ૧૪ ભેદો છે. હેયનો એક પણ ભેદ નથી તથા ઉપાદેયના ૭૮ ભેદો છે.
પ્ર.૧૦૧ જીવનાં ૯૨ ભેદો છે, તેમાં રૂપી-અરૂપીના કેટલા ભેદો થાય છે ? ઉ.૧૦૧ જીવના ૯૨ ભેદોમાં રૂપીનો એક પણ ભેદ હોતો નથી અને અરૂપીના ૯૨ ભેદો થાય છે. પ્ર.૧૦૨ અજીવના ૧૮૪ ભેદો છે, તેમાં હેય-શૈય-ઉપાદેયના કેટલા ભેદો થાય છે ?
ઉ.૧૦૨ અજીવના ૧૮૪ ભેદોમાં શેયના ૧૪, અજીવ તત્ત્વમાં ઉપાદેયનો એક પણ ભેદ હોતો નથી. હેયનાં પુણ્ય તત્ત્વ, પાપ તત્ત્વ અને આશ્રવ તત્ત્વના થઇને તથા બંધ તત્ત્વના એમ કુલ ૧૭૦ ભેદો થાય.
પ્ર.૧૦૩ અજીવના ૧૮૪ ભેદોમાં રૂપી તથા અરૂપી કેટલા કેટલા છે ? ઉ.૧૦૩ અજીવના ૧૮૪ ભેદોમાં અજીવ તત્ત્વના ૧૦ ભેદો અરૂપીના છે, બાકીના ૧૭૪ ભેદો રૂપી
Page 10 of 106