________________
થાય છે. અજીવતત્ત્વના ૪, પુણ્ય-પાપ-આશ્રવ તથા બંધ તત્ત્વના ૧૭૦ એમ કુલ ૧૭૪ થાય છે.
પ્ર.૧૦૪ રૂપીના ૧૭૪ ભેદોમાં જીવ-અજીવના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૦૪ રૂપીના ૧૭૪ ભેદોમાં જીવનો એક પણ ભેદ હોતો નથી, બધા અજીવના જ હોય છે. પ્ર.૧૦૫ રૂપીના ૧૭૪ ભેદોમાં હેય-ૉય તથા ઉપાદેયના કેટલા કેટલા ભેદો હોય છે ?
ઉ.૧૦૫ રૂપીના ૧૭૪ ભેદોમાં શેયના ૪ ભેદો અજીવતત્ત્વના હોય છે, ઉપાદેયનો એક પણ ભેદ હોતો. નથી, હેયના ૧૭૦ ભેદ હોય છે.
પ્ર.૧૦૬ અરૂપીના ૧૦૨ ભેદોમાં જીવ-અજીવના કેટલા કેટલા ભેદો હોય છે ?
ઉ.૧૦૬ અરૂપીના ૧૦૨ ભેદોમાં જીવના ૯૨ ભેદો હોય છે. અજીવ તત્ત્વના ૪ છોડીને અજીવના ૧૦ ભેદો અરૂપીમાં હોય છે.
પ્ર.૧૦૭ અરૂપીના ૧૦૨ ભેદોમાં હેય-શેય અને ઉપાદેયના કેટલા ભેદો હોય છે ?
ઉ.૧૦૭ અરૂપીના ૧૦૨ ભેદોમાં શેયના દશ ભેદો અજીવ તત્ત્વના હોય છે. હેયનો એક પણ ભેદ હોતો નથી. ઉપાદેયના ૯૨ ભેદો અરૂપીના હોય છે.
પ્ર.૧૦૮ હેયના ૧૭૦ ભેદોમાં જીવ-અજીવ રૂપના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૦૮ હેયના ૧૭૦ ભેદોમાં જીવનો એક પણ ભેદ હોતો નથી. બધા અજીવના જ છે. પ્ર.૧૦૯ શેયના ૨૮ ભેદોમાં જીવ-અજીવના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૦૯ શેયના ૨૮ ભેદોમાં જીવના ૧૪ તથા અજીવના ૧૪ ભેદો હોય છે. પ્ર.૧૧૦ ઉપાદેયના ૭૮ ભેદોમાં જીવ-અજીવના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૧૦ ઉપાદેયના ૭૮ ભેદોમાં અજીવનો એક પણ ભેદ હોતો નથી, બધા જીવનાં જ હોય છે. પ્ર.૧૧૧ હેયના ૧૭૦ ભેદોમાં રૂપી-અરૂપી કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૧૧ હેયના ૧૭૦ ભેદોમાં અરૂપીનો એક પણ ભેદ હોતો નથી, બધા રૂપીના હોય છે. પ્ર.૧૧૨ શેયના ૨૮ ભેદોમાં રૂપી-અરૂપીના કેટલા કેટલા ભેદો હોય છે ?
ઉ.૧૧૨ શેયના ૨૮ ભેદોમાં ૨૪ અરૂપીના ભેદો હોય છે. ચાર રૂપીના હોય છે. અજીવ તત્વના પુગલનાં ચાર,
પ્ર.૧૧૩ ઉપાદેયના ૭૮ ભેદોમાં રૂપી-અરૂપીના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૧૩ ઉપાદેયના ૭૮ ભેદોમાં રૂપીનો એક પણ ભેદ હોતો નથી, બધા અરૂપીના જ ભેદો છે.
પ્ર.૧૧૪ જીવ તત્ત્વના ૧૪ ભેદો રૂપી-અરીપ જીવ-અજીવ હેય-શેય ઉપાદેયમાંથી શેમાં શેમાં આવે છે ?
ઉ.૧૧૪ જીવ તત્ત્વના ૧૪ ભેદો અરૂપી છે, જીવ છે તથા જ્ઞય છે. પ્ર.૧૧૫ અજીવ તત્ત્વના ૧૪ ભેદો રૂપી-આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં આવે છે ?
ઉ.૧૧૫ અજીવ તત્ત્વના પહેલા દશ ભેદ અરૂપી છે અને બાકીના ચાર રૂપી છે. અજીવના ૧૪ ભેદ અજીવ છે, તથા જ્ઞેય છે.
પ્ર.૧૧૬ પુણ્ય તત્ત્વના ૪૨ ભેદો રૂપી આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં આવે છે ? ઉ.૧૧૬ પુણ્ય તત્ત્વના ૪૨ ભેદો રૂપી છે, અજીવ છે. તથા હેય છે. પ્ર.૧૧૭ પાપ તત્ત્વના ૮૨ ભેદોનો રૂપી આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં સમાવેશ થાય છે
Page 11 of 106