Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
સુને સુવિદિત છે કે તવારીખ લખવાનો રીવાજ મુસલમાન પાદ. શાહના સમયથી દાખલ થયો છે. દરેક પાદશાહતમાં રાજ્ય દરબારમાં વિદ્વાન મીર મુનશીએ રાખવામાં આવતા અને તેઓને ધ રાજાઓના અને રાજ્યના ઇતિહાસ લખવાનો હતો. તે ઉપરાંત એટલું પણ સુચવીશું કે બીજી કોમો જેમ તવારીખ કર્તાઓ કેટલુંક મી ડું મરચું ભેળવી અતિશયોકિતમય જુઠાણું ભેળવી દે છે, તેમ મુસલમાન તવારીખ કર્તાઓના સંબંધમાં નથી; કારણ કે કોઈપણ સત્ય બીનામાં સુધારા વધારો કે અતિશયોકિત કરવાનું કામ ઈસ્લામનાં પવિત્ર ફરમાન વિરૂદ્ધ ગણાય છે અને તેથી તે સમયના વિલલામ લેખકોએ દરેક પાદશાહતના વખતની સત્ય બીના નેધી છે.
દિલગીરી ફક્ત એટલી જ છે કે મુસલમાન પાદશાહના સમયના તમામ ઇતિહાસો અસલ ફારસી ભાષામાં લખાએલા છે અને તેથી ગુજરાતી જાણનાર ઇસ્લામી આલમ તેવા અમુલ્ય સાહિત્યના ખજાનામાંથી પિતાને હિસ્સે અદા કરવા હજુ બેનસીબ છે, બધે અંધારામાં છે. તે પણ તેવાં અનેક તવારીખી પુસ્તક પિકી ખાસ ગુજરાતી ભાષા જાણનાર ઈસ્લામી બીરાદરની બહેતરી ખાતર રાજ્યદરબારમાં અને સરકારી કામકાજોમાં માર્ગ દર્શક રૂપે મનાતાં આ મીરાતે એહમદી નામના ઇતિહાસનું અમે ઘણું વખતની મહેનતને અંતે ફારસીમાંથી ગુજરાતીમાં ભાષાન્તર કરાવવા શક્તિમાન થઈ શકયા છીયે. સદરહુ પુસ્તક ફારસી ભાષાના એક સારા વિદ્વાને અમને લગભગ ત્રણેક વર્ષથી તૈયાર કરી આપ્યું હતું; પરન્તુ સા. હિત્યના હજુ ઓછા શેખવાળી ઇસ્લામી દુનિઆની મદદની રાહ જોતાં અમારે તે પ્રકાશમાં લાવવાનું મુલતવી રાખી કેટલીક વખત બેસી રહેવું પડ્યું અને આખરે તે છપાવ્યા બાદ પ્રથમ વધાવી લેવાને કોઈ ઇસ્લામી નરવીરની પવિત્ર પહેલની પર નજર કરવાની રહી. આખર પિતાના પવિત્ર મઝહબમાં પાબંદ રાજ્યવીર માંગરોળ મહીપ નામદાર શેખ જહાંગીરમીયાં સાહેબની સેવામાં આ બીના નીવેદન થઈ અને આવા અમુલ્ય પુસ્તકની તારીક અને ઉમદા કદર કરી તેઓ સાહેબે અમોને આશ્રય અથે પિતાને ઉદાર હાથ લંબાવી આ પુસ્તકને પ્રકાશમાં લાવવાની મહેરબાની ભરી મંજુરી આપી ભાગ્યશાળી ક્ય.
આ સંબંધે પ્રસંગે પાત એક બાબતનું મરણ થાય છે તે એકે પિતાની અમદાવાદ જીલ્લાના ડેપ્યુટી કલેકટર તરીકેની કારકીર્દી દરમીયાન