Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
પ્રસ્તુત પુસ્તક દિલ્લી શહેનશાહ તરફથી ગુજરાતમાં નીમાએલા મુસલમાન સુબાઓની શરૂઆતથી છે. તેમના સમયમાં ગુજરાતના પાટનગર નીચે કેટલો પ્રદેશ હતો. દરેક પ્રદેશને કેટલા પરગણાઓમાં વિભક્ત કર્યો હતો દરેક પરગણુની શી શી આવક હતી તથા તે સમયે ગુજરાત જેવી રમ્ય ભુમીમાં કેવા કેવા. કળાકૌશલ્યના અને હુન્નર ઉદ્યોગોની બહાર હતી તે સવિસ્તર બીના આ ઈતિહાસ ઉપરથી મળી આવે છે. તે ઉપરાંત વખત જતાં જુદા જુદા મુસલમાન પાદશાહોના સમયમાં ગુજરાતની ઉત્તરોત્તર કેવી ઉન્નતિ થતી ગઈ તે તમામ હકીકત મીરાં તે એહમદીમાંથી મળી આવે છે.
સદરહુ પુસ્તક વાંચનારને સ્વતઃસિદ્ધ થઈ શકશે કે તે સમયમાં ગરવી ગુજરાતની જે જાહોજલાલી અને આબાદી હતાં તથા તે સમયે તેની જેટલી વાર્ષિક ઉપજ ગણાતી તે ત્યાર પછીના કોઈ જમાનામાં જણાઈ નથી. મુસલમાન પાદશાહોને “જુલમી” નામનાં ઉપનામમય જે કલંક ઇસ્લામના ઉપલીકીયા દ્રષ્ટિથી જેનાર એક તરફી દ્રષ્ટિઓ તરફથી લગાડવામાં આવ્યું છે તે હવે આ પુસ્તક પાસે કેટલું ટકી શકે છે તે સુજ્ઞ વાંચકોએજ વિચારી જવું. અમે એમ નથી કહેવા માગતા કે તમામ મુસલમાન પાદશાહે અતિ પવિત્ર અને કુશળ રાજ્યકર્તાઓ થઈ ગયા છે. પરતુ દરેક પ્રજામાં અને દરેક રાજ્યોમાં દરેક જમાનામાં જોવામાં આવે છે તેમ મુસલમાની પાદશાહતમાં પણ કોઈ આડે રસ્તે દોરવાઈ ગએલા એકાદ બે પાદશાહ થયા હોય તે તેથી સમગ્ર ઇસ્લામી પાદશાહત ઉપર એ આક્ષેપ નાંખવે શું વ્યાજબી ગણાય ? અફસોસ માત્ર એટલો જ છે કે દુનિઆ અન્યનાં છીદ્રો ( Black sides ) તપાસવામાં જેટલી કાળજી કરે છે તેથી એક ચતુર્થાશ દરકાર તેમના સદગુણો (White sides) શોધવામાં કરે તો દુનિઆમાં ક્ષણે ક્ષણે જે જે દખલો નડે છે તેને જલદી નાશ થાય.
ટૂંકામાં અમે એટલું જ વિનવી વિરમીશું કે મુસલમાન પાદશાહત તર૪ વક્ર દ્રષ્ટિથી જોનારા જરા મુસલમાન પાદશાહએ શું શું સારાં કામ કર્યા છે તેનું આવી તવારીખો ઉપરથી પુરતું જ્ઞાન પ્રાપ્ત કરી પિતાને મત દર્શાવવા ડહાપણ ભરી હિંમત કરશે તે અમો તેમનો ઉપકાર માનવાની સાથે અમારા આ પુસ્તક પ્રકાશમાં લાવવાને પરિશ્રમ સફળ થયો સમજીશું.