________________
હે કુંવરી! મારી સમસ્યાને હૃદયને વિષે ધારણ કરજો. વિચારીને જવાબ આપશો.
૧) કુમારની પ્રથમ સમસ્યા - હે સુંદરી! ત્રણ અક્ષરનો એક શબ્દ છે. એ શબ્દનો પ્રથમ અક્ષર બાદ કરતાં બાકી રહેલા બે અક્ષરનો જે શબ્દ બને તે વસ્તુ કોઇએ કરવા જેવી નથી. વળી તેજ ત્રણ અક્ષરના એ શબ્દમાંથી બીજો અક્ષર બાદ કરીને પહેલા અને ત્રીજા એમ બે અક્ષરનો જે શબ્દ બને, તે વસ્તુ કોઇએ કહેવા જેવી નથી, અને એજ ત્રણ અક્ષરના શબ્દમાંથી ત્રીજો અક્ષર બાદ કરતાં જે બે અક્ષર રહ્યા તેનો અર્થ લક્ષ્મીપતિ થાય છે. તેમજ ત્રણ અક્ષરનો તે આખોયે શબ્દ તમારા નેત્રોની ઉપમાને યોગ્ય છે.
કુમારીની સમસ્યા પૂર્તિ - તે ત્રણ અક્ષરનો શબ્દ “હરિણ' છે. કારણ કે - “હ” વગર થતો “રિણ" શબ્દનો અર્થ ઋણ - દેવુ થાય છે અને તે કોઇએ કરવા યોગ્ય નથી. “રિ” વગરનો થતો “હણ” શબ્દ હિંસાની આજ્ઞા આપનારો હોવાથી તે કોઈને ય કહેવા યોગ્ય નથી. અને “” વિનાનો થયો “હરિ' શબ્દનો અર્થ વિષ્ણુ થાય તે રમા એટલે લક્ષ્મીને વર્યાનું પ્રસિદ્ધ છે. વળી ત્રણેય અક્ષરનો શબ્દ સ્ત્રીઓના નેત્રોને હરિણનાં નેત્રોની ઉપમા અપાય છે. એ પણ જાણીતી વાત છે. પ્રક
૨) કુમારની બીજી સમસ્યા - કુમાર રાજાની સામે જોઇને કહે છે, હે રાજન! મારી સમસ્યાનો અર્થ બરાબર છે. રાજાની આજ્ઞા લઈને કુમાર બીજી સમસ્યા પૂછે છે. તે કુંવરી! ત્રણ અક્ષરનો શબ્દ છે જેનો પહેલો અક્ષર બાદ કરીએ તો બાકીના બે અક્ષરથી બનતો શબ્દ સફેદ પૃથ્વીકાયને જણાવે છે, બીજો અક્ષર બાદ કરતાં બાકીના પહેલા અને ત્રીજા એમ બે અક્ષરોથી બનતો શબ્દો કોઈ પંખિણીને જણાવે છે અને ત્રીજો અક્ષર બાદ કરીએ તો બાકી રહેલા પહેલા બે અક્ષરોનો જે શબ્દ બને છે, તેને સહુ કોઈ ઇચ્છે છે અને આખોયે શબ્દ મીઠાઈનું નામ બને છે.
કુમારીની સમસ્યાની પૂર્તિ - તે ત્રણ અક્ષરનો શબ્દ “સુખડી” છે. કારણકે પહેલો અક્ષર બાદ કરતાં “ખડી” શબ્દ સફેદ પૃથ્વીકાય છે. બીજો અક્ષર બાદ કરતાં “સુડી” શબ્દ થાય તે એક જાતિને પંખિણી (પોપટી) જણાવે છે. ત્રીજો અક્ષર બાદ કરવાથી “સુખ” શબ્દ બને છે કે જેને સહુ કોઈ ઇચ્છે છે. ત્રણેય અક્ષરનો શબ્દ મીઠાઇનું નામ પણ થાય છે.
૩) કુમારની ત્રીજી સમસ્યા - હે સુંદરી! ચાર અક્ષરનો શબ્દ છે, કે જે શબ્દનો પહેલો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તે પેટના શલ્યને સૂચવે છે, બીજો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને છે, તે બોલવા જેવો નથી, ત્રીજો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તેવા રહેવું એ કોઈને માટે સારું નથી, અને ચોથો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તેના જેવી આચાર્ય ભગવંતની વાણી હોય છે, વળી તે આખો શબ્દ જે જણાવે છે તેને જપવા દ્વારા પાપનો નાશ સધાય છે અને એ જૈન શાસનના સારરુપ છે.
કુમારીની સમસ્યાપૂર્તિ - હે કુમાર! તમારી સમસ્યાના ચાર અક્ષરનો શબ્દ છે “નવકાર” છે. કારણકે “ન જવાથી રહેતો “વકાર” શબ્દનો અર્થ વિકાર અગર ચૂક થાય છે અને તે પેટમાં શલ્ય રૂપ છે, “વ” જવાથી રહેતો “નકાર” શબ્દ કોઇને પણ સારા કામમાં કહેવા જેવો નથી. “મા” જવાથી રહેતો નવર” શબ્દ નવરા અર્થને જણાવે છે અને કોઈ માણસ નવરો હોય તે સારુ નહિ. (નવરો બેઠો નખ્ખોદ વાળે – એવી કહેવત પણ છે) તથા “ર” અક્ષર જવાથી બનતો “નવકા” શબ્દ એ નૌકા અર્થને જણાવે છે, અને પૂ. આચાર્ય ભગવંતોની વાણી સંસારસાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે નૌકા સમાન જ છે. વળી શ્રી નવકારમંત્રને જપવાથી સઘળાં પાપોનો નાશ કરી શકાય છે અને એ કારણે શ્રી જૈનશાસનના સારભૂત છે એમ પણ કહેવાય છે. રાજા તરફથી આજ્ઞા લઈને કુમારે ત્રણ સમસ્યા પૂછી ને કુમારીએ યોગ્ય પૂર્તિ પણ કરી. હવે રાજા સુરસુંદરી સામે
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૩૨